ફ્રાંસ જેવું લાગે છે ભારતનું આ શહેર, તમે પણ ભુલી જશો કે તમે ભારતમાં છો કે વિદેશમાં, દેશમાં જ લો વિદેશની મજા

વિદેશ જવાનું સપનું દરેક લોકો જોતાં હોય છે પરંતુ વિદેશ જવું એટલું સહેલું પણ નથી. પ્લાનિંગથી લઈને બજેટ સુધી, વિદેશ પ્રવાસ દરેક સ્તરે મુશ્કેલ કાર્ય છે. આવી સ્થિતિમાં જો તમે દેશમાં રહીને વિદેશી વાળી ફિલિંગ લેવા માંગતા હોવ તો આ પોસ્ટ તમારા માટે જ છે. આજની આ પોસ્ટમાં અમે તમને મિની ફ્રાન્સ નામની એક જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે ઓછા બજેટમાં વિદેશ યાત્રા કરવા માંગો છો તો અમે તમને એક એવો જ વિકલ્પ જણાવવા જઇ રહ્યા છીએ જ્યાં તમે વિદેશમાં હોવાનો આનંદ લઈ શકશો અને તમારું બજેટ પણ ઓછું રહેશે. ભારતમાં જ એક એવું સુંદર શહેર છે, જેનું નામ છે મિની ફ્રાન્સ. ચાલો આ ખાસ શહેર વિશે વિગતવાર જાણી લઈએ.

Advertisement

ભારતમાં જે જગ્યાની તુલના આપણે ફ્રાન્સ સાથે કરી રહ્યા છીએ તે પુડુચેરી શહેર છે. આ સ્થળની ખાસિયત એ છે કે ફ્રાન્સથી અહીં આવતા લોકોને એવું બિલકુલ નથી લાગતું કે તે ભારતમાં છે કારણ કે આ જગ્યા બિલકુલ ફ્રાન્સની કોપી છે. ઈ.સ. ૧૬૭૩ માં ફ્રેન્ચ લોકોનાં આગમનની સાથે જ આ શહેરનો ઇતિહાસ પણ શરૂ થયો હતો. કદાચ એટલે જ આ શહેરમાં ફ્રાન્સની ઝલક જોવા મળે છે. ૧૯૫૪ સુધી તે ફ્રાન્સની વસાહત હતી તેથી અહીં તમને દરેક જગ્યાએ ફ્રાન્સની ઝલક જોવા મળશે. પછી ભલે તે ખોરાક હોય, સંસ્કૃતિ હોય, આર્કિટેક્ચર હોય કે પછી લોકોની જીવનશૈલી હોય.

પુડુચેરીનું નિર્માણ એક મહાન નગર આયોજન અનુસાર કરવામાં આવ્યું છે. અહીં ફ્રેન્ચ લોકો માટે એક અલગ ટાઉનશીપ બનાવવામાં આવી છે, જેને “વ્હાઇટ ટાઉન” કહેવામાં આવે છે. સેક્રેડ હાર્ટ કેથોલિક ચર્ચ પુડુચેરીનું સૌથી પ્રખ્યાત સ્થળ છે. આ ચર્ચમાં અંગ્રેજી અને તામિલમાં પ્રાર્થના કરવામાં આવે છે. આ સિવાય આ ચર્ચમાં તમે ૨ હજાર લોકોને સાથે મળીને પ્રાર્થના કરતા જોઈ શકો છો.

દરિયા કિનારે આવેલા આ ક્ષેત્રમાં ફરવા માટે ઘણા સુંદર સ્થળો છે. અહીં જવા માટે તમારે વિઝા અને પાસપોર્ટની પણ જરૂર નહીં પડે. તમે તેના વગર અહીં આનંદ માણી શકો છો. પુડ્ડુચેરીમાં અનેક મહાપુરુષોની પ્રતિમાઓ તેની ખાસ ઓળખ છે. અહીનો માત્ર રસ્તો જ નહીં પરંતુ અહીંનાં એક બીચ પર પણ મહાત્મા ગાંધીની તસ્વીર છે, જેનાં કારણે તે બીચને “મહાત્મા ગાંધી” તરીકે ઓળખવામાં આવે છે. ચર્ચ અને બીચ ઉપરાંત પુડુચેરીનું એક પ્રાચીન મંદિર પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે, જેને શ્રી ગણેશનાં માનકુલા મર્જિંગ કુલન મંદિર તરીકે ઓળખાય છે.

એક મુખ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાનાં કારણે પુડુચેરીનું પોતાનું રેલ્વે સ્ટેશન છે. દેશનાં તમામ મોટા શહેરોમાંથી આવતી ટ્રેનો પુડુચેરી ખાતે રોકાય છે. ટ્રેન દ્વારા પુડુચેરીની મુસાફરી કરવી એ પણ એક સારો વિકલ્પ છે. પુડુચેરીથી નજીકનું વિમાનમથક ચેન્નઈ ખાતે છે. ચેન્નઈ એરપોર્ટથી નિયમિત ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ઉપલબ્ધ છે અને આ કારણે જ ચેન્નઈની હવાઈ યાત્રા એક સારો વિકલ્પ છે. જ્યાંથી તમે પુડુચેરી જઈ શકો છો, જે અહીથી માત્ર ૧૩૯ કિ.મી. દુર છે.

પોંડિચેરીમાં કરો આ બધું

  • Promenade બીચ પર સુંદર સુર્યાસ્તનો આનંદ માણો.
  • પેરેડાઇઝ બીચ પર બોટિંગ, કયાકિંગ અને કેમ્પિંગ કરો.
  • સેરેનિટી બીચ પર વોટર સર્ફિંગની મજા માણો.
  • માનકુલા વિનયગર મંદિરમાં સકારાત્મક ઊર્જાનો અનુભવ કરો.
  • ફ્રેન્ચ પ્રભાવની ઝલક મેળવવા માટે સ્થાનિક ધરોહર અને બંગલાઓની મુલાકાત લો.
  • અહિયાં ફરવા માટે સારો સમય નવેમ્બર થી જુન વચ્ચેનો છે.

Advertisement