આને કહેવાય દેશી દારૂ નો કમાલ… ઉભેલા પુતળાને જોઈને યુવકને એટલો ગુસ્સો આવી ગયો કે તેણે પુતળા સાથે કર્યું આવું… વિડીયો જોઈને તમે પણ હસી-હસીને લોટપોટ થઈ જશો

મિત્રો… સોશિયલ મીડિયા પર દરરોજ એક થી ચડિયાતા વીડિયો વાયરલ થાય છે. તેમાંના કેટલાક હૃદયને સ્પર્શી જાય છે જ્યારે કેટલાક તમને આશ્ચર્યચકિત પણ કરે છે. સાથે જ કેટલાક વીડિયો એવા પણ હોય છે, જેને વારંવાર જોયા પછી પણ મન નથી ભરતું. આજકાલ સોશિયલ મીડિયા મનોરંજનનું એવું માધ્યમ બની ગયું છે કે આપણી સામે અનેક ફની વીડિયો આવતા રહે છે, જેને જોયા બાદ આપણને ખુબ જ હસવું આવે છે.

ક્યારેક સોશિયલ મીડિયા પર ખુબ જ ચોંકાવનારા તો ક્યારેક શોકીંગ વીડિયો શેર કરવામાં આવે છે, જે લોકોને પણ ખુબ જ પસંદ આવે છે. આવી સ્થિતિમાં આજના લેખમાં અમે લાવ્યા છીએ એક એવો જ વીડિયો, જેને જોઇને તમને પણ હસવું આવી જશે. આ વીડિયો હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે કારણ કે આ વીડિયોમાં જોવા મળતો આ યુવક કંઇક એવું જ કરી રહ્યો છે કે જેનાં લીધે તમને પણ પેટમાં દુખવા લાગશે.

જોકે સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો વાયરલ થતાં રહે છે પરંતુ આ વીડિયો બાકીનાં વીડિયોથી થોડો અલગ દેખાય છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો લગભગ ગુજરાતનો છે કારણ કે વીડિયોની અંદર જોઈ શકાય છે કે આ યુવક ગુજરાતી બોલી રહ્યો છે. આ વીડિયોની વાત કરીએ તો આ યુવક દારૂના નશામાં છે કે પછી તે આવી એક્ટિંગ કરી કરી રહ્યો છે, તેની પુષ્ટિ થઈ શકી નથી. આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક એક દુકાનમાં પુતળા સાથે ઝઘડો કરતો જોવા મળી રહ્યો છે.

આ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે આ યુવક એક પુતળાને કહે છે કે, “તારા બાપને શીખવાડે છે, સામું જોતો નહિ નહિતર એક ચપ્પલ ભેગું ડાચું ફેરવી નાખીશ”. આટલું કહ્યા બાદ આ યુવક તે પુતળાને એક લાફો પણ ઝીંકી દે છે, જેનાં કારણે પુતળાનાં માથાનો ભાગ તુટી જાય છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકો ખુબ જ ફની રિએક્શન આપી રહ્યા છે, જેમાં એક યુઝરે લખ્યું હતું કે, “દુકાનમાં સામું જોવાને લઈને બોલાચાલી અને ઝઘડો થયો. આવી અનેક રમુજી કોમેન્ટ્સ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા આપવામાં આવી હતી.