ગામડામાં ચુલ્હા પર પરિવાર સાથે જમવાનું બનાવતા નજર આવ્યા ક્રિકેટનાં ભગવાન સચિન તેંડુલકર, દેશી અંદાજથી લોકોનું દિલ જીતી લીધું

Posted by

સચિન તેંડુલકર વિશ્વનાં મહાન બેટ્સમેનોમાંથી એક છે. “ક્રિકેટના ભગવાન” કહેવાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે તેના જીવનમાં દર્શકોનો ખુબ જ પ્રેમ મેળવ્યો છે. તેણે પોતાના રમત-ગમતના કરિયરમાં અનેક છગ્ગા અને ચોગ્ગા ફટકારીને બધાનું દિલ જીતી લીધું છે. સચિન તેંડુલકરે અનેક સદી ફટકારીને પોતાનો એક અલગ જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે, જેને તોડવો મુશ્કેલ તો છે જ સાથે-સાથે અશક્ય પણ લાગે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. પોતાની ક્રિકેટ કારકિર્દીમાં અપાર સફળતા હાંસલ કરનાર સચિન તેંડુલકરને આજે પણ તેની દરેક સ્ટાઇલ માટે ખુબ જ પસંદ કરવામાં આવે છે. તેની સાથે જોડાયેલી દરેક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઘણીવાર ચર્ચાનો વિષય બની જાય છે.

સચિન તેંડુલકરે ભલે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હોય પરંતુ તે આજે પણ ક્રિકેટ પ્રેમીઓનાં દિલમાં વસે છે. સચિન જ્યાં પણ જાય છે, તે ફેન્સથી ઘેરાયેલા રહે છે. જો સચિન તેંડુલકર પોતાના આખા પરિવાર સાથે બહાર જાય છે તો તેમનાં માટે રસ્તે ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. હાલમાં જ સચિન તેંડુલકરે પોતાનો ૫૦ મો જન્મદિવસ ઉજવ્યો હતો. સચિન તેંડુલકર ૨૪ એપ્રિલે ૫૦ વર્ષનાં થઈ ગયા છે. સચિન તેંડુલકર આજકાલ પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે.

એટલું જ નહી તેના પુત્ર અર્જુન તેંડુલકરે પણ મુંબઇ ઇન્ડિયન્સ માટે આઇપીએલથી તેની ક્રિકેટ કારકિર્દીમાં પદાર્પણ કર્યું છે અને તે અત્યાર સુધીમાં ચાર મેચ રમ્યો છે, જેમાં તેણે ૪ વિકેટ પણ લીધી છે. હવે તેના જન્મદિવસના થોડા દિવસો બાદ સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર ખુબ જ શાનદાર તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં સચિન તેંડુલકરનો દેશી અંદાજ જોવા મળી રહ્યો છે. સચિન તેંડુલકરની આ તસ્વીર ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઇ રહી છે અને ક્રિકેટ ચાહકો તેના વખાણ કરીને થાકી રહ્યા નથી.

હકિકતમાં સચિન તેંડુલકરે જન્મદિવસની ઉજવણી માટે પોતાના પરિવાર સાથે એક ગામની પસંદગી કરી હતી અને અહીં સ્ટવ પર આગ લગાવીને ભોજન તૈયાર કર્યું હતું. સચિન તેંડુલકરે પોતાના જન્મદિવસનાં લગભગ ૧૦ દિવસ બાદ પોતાના ફેન્સ સાથે ટ્વિટર પર આ ખાસ દિવસની એક ખાસ તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં આપણે સૌ કોઇ જોઇ શકીએ છીએ કે સચિન તેંડુલકર પોતાના જન્મદિવસની ઉજવણી પરિવાર સાથે ખુબ જ સાદગીપુર્ણ રીતે કરતા જોવા મળે છે. આ તસ્વીરમાં તે પોતાની પત્નિ અંજલી અને પુત્રી સારા તેંડુલકર સાથે રસોઈમાં એકબીજાને મદદ કરતા જોવા મળી રહ્યા છે.

સચિન તેંડુલકરે આ શાનદાર તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, “એવું નથી કે તમે દરરોજ અડધી સદી ફટકારી શકો છો પરંતુ જ્યારે તમે આવું કરો છો ત્યારે સૌથી વધુ મહત્વ ધરાવતા લોકો સાથે ઉજવણી કરવી યોગ્ય છે. તાજેતરમાં જ મેં પોતાનો ૫૦ મો જન્મદિવસ એક ગામમાં પોતાની ટીમ અને પોતાનાં પરિવાર સાથે ઉજવ્યો હતો. મેં અર્જુનને ખુબ જ યાદ કર્યો હતો કારણ કે તે આઈપીએલમાં વ્યસ્ત છે”. સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર શેર કરેલી આ પોસ્ટ વધારેમાં વધારે વાયરલ થઇ રહી છે. આ પોસ્ટ પર ફેન્સ ફટાફટ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકરનાં પુત્ર અર્જુન તેંડુલકરે આ સિઝનમાં આઈપીએલ કરિયરની શરૂઆત કરી છે અને અર્જુને ૩ વિકેટ પણ પોતાના નામે કરી છે. એટલા માટે જ મહાન બેટ્સમેન માટે આ જન્મદિવસ તેના પુત્રની સફળતાની દ્રષ્ટિએ પણ ખાસ રહ્યો છે. અર્જુન તેંડુલકર આઇપીએલમાં પોતાના પિતાની જેમ જ મુંબઇ ઇન્ડિયન્સનો ભાગ છે અને આઇપીએલમાં વ્યસ્ત છે, જેના કારણે તે આ પ્રસંગે પોતાના પરિવાર સાથે ઉજવણી માટે આ ગામમાં આવી શક્યો નહોતો.