આજનાં સમયમાં વીજળીના બિલને લઈને દરેક લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વીજળીનાં વધારે બિલનાં કારણે લોકોમાં ખાસ સમસ્યા છે. હવે અમે તમને એક એવા મશીન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારા ઘરનું વીજળીનું બિલ સંપુર્ણપણે ઝીરો કરી શકો છો. મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તેની સાથે જોડાયેલો એક વીડિયો શેર કર્યો છે. તેઓ પણ તેનાં દિવાના બની ગયા છે.
સામાન્ય રીતે જ્યારે આપણે પવન ચક્કી તરફ નજર કરીએ છીએ ત્યારે એક ઉંચા ટાવર પર ૩ બ્લેડ ફરતી જોવા મળે છે પરંતુ ટેકનોલોજીની મદદથી હવે આવી પવન ચક્કી પણ બનાવવામાં આવી છે, જેને તમે ઘર કે ઓફિસની છત પર પણ લગાવી શકો છો. તેની ખાસિયત એ છે કે તેને ખુબ જ નાની જગ્યામાં ગમે ત્યાં લગાવી શકાય છે. તેને લગાવવા માટે લાંબા ટાવરની કે વધારે જગ્યાની પણ જરૂર નથી પડતી.
તમને જણાવી દઈએ કે ટ્યુલિપ વિન્ડ ટર્બાઈન એક ખાસ પ્રકારનું મશીન છે, જેને તમે ખાલી મેદાન કે ઉચ્ચ સ્થાન પર લગાવેલું જોયું હશે. જ્યારે તેની પાંખો સાથે હવાની ટક્કર થાય છે ત્યારે તેના પંખા ખુબ જ ઝડપથી ફરવા લાગે છે. પંખો ફેરવીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે અને ખુબ જ ઓછા પૈસામાં વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. તેની સાથે જ તમે તમારા ઘરની વીજળીનો ઉપયોગ કરી શકો છો અને તમે વીજળીનું બિલ ઝીરો કરી શકો છો.
આનંદ મહિન્દ્રાએ પણ પોતાના ટ્વિટર પર આ વીડિયો શેર કરીને આ મશીનનાં વખાણ કર્યા છે. તેમણે લખ્યું છે કે, “હું ઘણીવાર વિચારતો હતો કે પરંપરાગત ટર્બાઈનો માટે જમીનની જંગી ફાળવણી કેટલી બધી સ્થિર હશે. દરેક રીતે જે ઉર્જા ઉત્પન્ન કરે છે, તેને આવકારવો જોઈએ. ટ્યુલિપ ટર્બાઇન ભારત માટે આદર્શ બાબત છે. તેનો ઉપયોગ ઓછી કિંમત, ઓછી જગ્યા અને શહેરી-ગ્રામીણ બંને સેટિંગ્સમાં થઈ શકે છે”.
તમને જણાવી દઈએ કે પહેલાના સમયમાં ટર્બાઈનનો ઉપયોગ વીજ ઉત્પાદન માટે કરવામાં આવતો હતો. આજે પણ ઘણી બધી જગ્યાએ તેનો ઉપયોગ થાય છે. આનંદ મહિન્દ્રાનો આ વીડિયો શેર કર્યાનાં લગભગ ૮ કલાકની અંદર જ તેને ૩૫ લાખથી વધુ વ્યુઝ અને ૧૨ હજારથી વધુ લાઇક મળી ચુકી છે.
I often wondered how massive allocations of land (and air, given their height!) for traditional turbines would be sustainable? Multiple forms of generation should be welcomed. For India, tulip turbines are ideal: lower cost, lower space & useful in both urban & rural settings. pic.twitter.com/j6ychzdGmK
— anand mahindra (@anandmahindra) October 21, 2022
જો હવા તેની બે પાંખોમાંથી કોઈ એક ને અથડાય તો તે તેની મારફતે બીજી પાંખને ફેરવવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં તે ખુબ જ ઓછી કિંમતે ગ્રીન એનર્જી ઉત્પન્ન કરી શકે છે. તેઓ ઓછી હવામાં પણ વીજળી ઉત્પન્ન કરી શકે છે અને એટલું જ નહીં આ વિન્ડ ટર્બાઇન (પવન ચક્કી) અનેક રંગોમાં આવે છે. એટલે કે તે તમારા ઘરના ડેકોરેશનનો પણ એક ભાગ બની શકે છે. તમે તેને તમારી કલર થીમ અનુસાર પસંદ કરી શકો છો.