આ ઉપાય અજમાવશો તો તમારો દુશ્મન બધાની સામે તમારા પગમાં પડીને તમારી માફી માંગશે, આજે જ જાણી લેજો નહિતર પસ્તાવો થશે

મનુષ્યના જીવનમાં ચાણક્ય નીતિનું ખુબ જ મહત્વ છે. તે એટલા માટે કારણ કે આચાર્ય ચાણક્ય એ જીવનમાં અમુક એવા ઉપાયો વિશે જણાવ્યું છે, જેનાથી તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. રણનીતિ, કટુનીતી તથા ધર્મનીતિ દ્વારા ચાણક્ય નીતિમાં એ પણ સમજાવવામાં આવ્યું છે કે જીવનમાં કઈ નીતિને અપનાવવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. ચાણક્ય નીતિ અનુસાર એક સફળ વ્યક્તિએ પોતાના શત્રુઓથી હંમેશા સતર્ક અને સાવધાન રહેવું જોઈએ. વ્યક્તિએ પોતાનાં શત્રુઓને ક્યારેય પણ કમજોર સમજવાની ભુલ ના કરવી જોઈએ. શત્રુઓ હંમેશા તમારી ખામીનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન જરૂર કરે છે. એટલા માટે એ વાતનું હંમેશા ધ્યાન રાખવું જરૂરી હોય છે.

આચાર્ય ચાણક્ય એ નીતિશાસ્ત્રમાં દુશ્મનોથી બચવાના ઘણા બધા ઉપાયો જણાવ્યા છે. ચાણક્ય નીતિ કહે છે કે જો વ્યક્તિ આ વાતોનું ધ્યાન રાખે છે તો શત્રુ પાછળથી વાર નથી કરી શકતો. શત્રુઓને પોતાની બુદ્ધિમતાથી નાશ કરવા વાળા આચાર્ય ચાણક્યની નીતિ મનુષ્યનાં જીવનમાં ખુબ જ મદદગાર સાબિત થાય છે. ચાણક્ય તક્ષશિલા વિશ્વ વિદ્યાલયમાં અર્થશાસ્ત્ર અને રાજનીતિ વિજ્ઞાનનાં પ્રોફેસર પણ રહી ચુક્યા છે. કૌટિલ્ય અને વિષ્ણુ ગુપ્તનાં નામથી જાણીતા આચાય ચાણક્ય એ શત્રુઓને માત આપવાને લઈને ઘણી બધી રીતનું વર્ણન કર્યું છે. તો ચાલો જાણી લઈએ તે નીતિઓ વિશે જેને અપનાવવાથી તમારો ક્યારેય પણ શત્રુઓ સામે પરાજય નહિ થાય.

શત્રુઓની વાતોથી ગુસ્સે ના થઈ જવું

ચાણક્ય નીતિ અનુસાર ક્યારેય પણ શત્રુઓની વાતોથી ગુસ્સે ના થવું જોઈએ. શત્રુઓ તમારું મનોબળ તોડવાનો પ્રયાસ જરૂર કરશે પરંતુ એવી પરિસ્થિતિમાં પણ તમારે શાંત રહેવું જોઈએ અને રણનીતિબદ્ધ રીતે કાર્ય કરવું જોઈએ તેનાથી શત્રુઓ તમારી ના તો કમજોરી પકડી શકશે અને ના તો તે તમને પરાજિત કરી શકશે.

બુરાઈથી બચીને રહેવું

આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિએ બુરાઈથી બચીને રહેવું જોઈએ. જો જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય અને દુશ્મનને હરાવવો હોય તો ના કોઈની બુરાઈ કરવી જોઈએ અને ના તો કોઈની બુરાઈ સાંભળવી જોઈએ. બુરાઈ કરવામાં અને સાંભળવામાં પણ હાનિ હોય છે અને શત્રુઓને બળ મળે છે. એટલા માટે આ આદતોનો ત્યાગ કરવો જોઈએ.

મર્યાદાનું ધ્યાન રાખો

આચાર્ય ચાણક્યની નીતિ કહે છે કે માનવ જીવનમાં દરેક સંબંધમાં એક મર્યાદા હોય છે. વ્યક્તિ એ ક્યારેય પણ આ મર્યાદા ના ઓળંગવી જોઈએ. આ આદતોનો પણ શત્રુઓ લાભ ઉઠાવે છે. શત્રુઓ પોતાની સાથે એવા લોકોને જોડવા માટે તૈયાર રહે છે, જે તમારાથી નારાજ હોય. એટલા માટે સંબંધોમાં હંમેશા અનુશાસન જાળવી રાખવું જોઈએ.

શત્રુની કમજોરી વિશે જાણો

તમારા શત્રુઓની કમજોરીની સમજ તમને જરૂર હોવી જોઈએ. તેની દરેક ગતિવિધિને ધ્યાનમાં રાખવી, તેનાથી તમે તેનાં હુમલા પહેલા જ તેનો જોરદાર જવાબ આપી શકો છો. આવું એટલા માટે પણ જરૂરી છે કારણ કે કમજોર શત્રુઓ ક્યારે બળવાન થઈ જાય તેનો અંદાજો લગાવવો મુશ્કેલ હોય છે. શત્રુઓને ક્યારેય પણ ઘાયલ અવસ્થામાં છોડી ના દેવો જોઈએ કારણ કે ઘાયલ દુશ્મન વધારે ખતરનાક થઈ જાય છે અને પહેલા કરતા વધારે આક્રમક રૂપ લઈ શકે છે. આવી સ્થિતિમાં દુશ્મનને હરાવવો અને તેને ફરીથી હુમલો કરવાની હિંમત ના આપવી જોઈએ.