થોડા વર્ષોમાં જ લગ્નજીવન થઈ ગયું હોય બોરિંગ તો પતિ-પત્નિ આ રીતે કરે મનનું રિપેરિંગ અને આવી રીતે જીવે રોમેન્ટીક લાઈફ

Posted by

લગ્ન એ જીવનની એક ખાસ ક્ષણ હોય છે. લોકો નવા લગ્નમાં ખૂબ જ રોમાન્સ અને મોજમસ્તી કરતાં હોય છે. પરંતુ લગ્નના ત્રણ-ચાર વર્ષ પછી મોજ મસ્તી ઓછી થવા લાગે છે. લોકોને એકબીજા પ્રત્યે રસ ઓછો થવા લાગે છે. બંનેને લાગે છે કે તે હવે જૂના થઈ ગયા છે. તેમાં શું ખાસ છે, કાલે જે હતું તે જ આજે છે. તેવામાં તે બન્નેની વચ્ચે અંતર વધવા લાગે છે. જો તમારી સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું હોય અને તમે ઈચ્છતા હોય કે સંબંધમાં પ્રેમ જળવાઈ રહે તો આ ૧૦ વાતોનું ધ્યાન જરૂર રાખવું જોઈએ.

રોમેન્ટિક અંદાજમાં કરો પાર્ટનરની પ્રશંસા

પોતાના પાર્ટનરને તે જૂની નજરોથી જુઓ જેમકે તમે પહેલા પ્રેમથી જોતા હતા. તેમની સુંદરતાની પ્રશંસા કરો પરંતુ એક નવા અંદાજમાં. પ્રશંસા કરતા સમયે તમારી આંખોમાં પણ તે ઉત્સાહ નજર આવવો જોઈએ. તેમને જણાવો કે આજે પણ તે તમારા દિલ પર રાજ કરે છે.

શારીરિક સંબંધને બદલે ગળે લગાવો

શારીરિક સંબંધ હવે કંટાળાજનક લાગી રહ્યો હોય તો તેમાં પ્રેમનો નવો રોમાંચ ઉમેરી શકો છો. તેના માટે તમે તેમને ગળે લગાવી શકો છો, પ્રેમભરી વાતો કરી શકો છો અને આંખોમાં પણ ડૂબી શકો છો. બસ ત્યારબાદ જુઓ કે તમારી સેક્સ લાઇફ કેટલી શાનદાર બની જાય છે.

સાથે હોય ત્યારે મોબાઇલનો ઉપયોગ ના કરો

વર્ક પ્રેશર, ગેમ એડિક્શન, સોશિયલ મીડિયા એડિક્શનના કારણે આજકાલ મોબાઈલ અને ગેજેટ્સ હવે સંબંધોની વચ્ચે અડચણ પેદા કરી રહ્યું છે. તેમના વારંવાર ઉપયોગથી પાર્ટનર નજરઅંદાજ મહેસૂસ કરવા લાગે છે. તેવામાં જ્યારે તમે પોતાના પાર્ટનરની સાથે હોય તો મોબાઇલનો ઉપયોગ કરવો નહી.

એકબીજાના પરિવારને મળો

એકબીજાના પરિવાર સાથે સમય પસાર કરવો હંમેશા જીવનસાથીને સારું લાગતું હોય છે. આ એક એવી વાત છે જેમની દરેક પાર્ટનર પ્રશંસા કરે છે. તેથી એકબીજાના પરિવારને મળવાની યોજનાઓ બનાવો અને તેમની સાથે સમય પસાર કરવો. તે સંબંધને મજબૂત બનાવશે.

એકસાથે જુઓ ટીવી શો

બંને માટે થોડો સમય સાથે પસાર કરવો તે આઈડિયા એકસાથે ટીવી શો જોવો પણ હોય છે. કોઈ એવા શો ની પસંદગી કરવી જે બંનેને પસંદ હોય અને તેમના વિશે એકબીજા સાથે વાત કરી શકો. તેનાથી તમારા બંનેની વચ્ચે એક બોન્ડ બને છે.

સાથે કરો કસરત

એકસાથે જીમ, યોગા ક્લાસ અથવા તો સ્વિમિંગ કલાસ જોઈન કરો. સાથે કસરત કરવી તમારા પાર્ટનરને તમારી નજીક લાવે છે.

હોટલમાં રોકાવ

ઘણીવાર એક પ્રયોગના રૂપમાં તમે લોકો તમારા શહેરની એક હોટેલમાં પણ રોકાઇ શકો છો. તેનાથી ત્યાં તમને દરરોજના રૂટિન કરતા ફ્રેશ વાતાવરણ મળી રહે છે. તો વળી હનીમૂનની સોનેરી યાદોને તાજા કરવાનો એક અવસર પણ મળે છે.

મુદ્દાઓને ઉકેલવા

જો કોઈ મુદ્દો વારંવાર તમારી અને તમારા પાર્ટનરની વચ્ચે ઝઘડાનું કારણ બની રહ્યો હોય તો તેને ઉકેલવો જોઈએ. તેના માટે બેસીને શાંત મગજથી તેના વિશે ચર્ચા કરો અને જરૂરી લાગે તો કોઈ કાઉન્સલરની મદદ પણ લઈ શકો છો.

ડબલ ડેટનો આઈડિયા પણ સારો

બંને ડબલ ડેટનો પણ પ્લાન કરી શકો છો. તમે તમારા કોમન ફ્રેન્ડને ઇન્વાઇટ કરો. તેનાથી તમને બંનેને નવા લોકોની સામે પોતાના પાર્ટનરની પ્રશંસા કરવાની તક મળશે જે તમને સારી લાગશે.

બંનેએ સાથે વિતાવેલા સમયને યાદ કરો

જૂની તસ્વીરો સાથે બેસીને જોવી, જુના ડેટિંગ સ્પોટ પર જાઓ અને એકસાથે પસાર કરેલા સમયની વિશે એકબીજાને યાદ અપાવો. આ પ્રકારની ચીજોના વિશે વાત કરવાથી તમને તમારા જૂના દિવસો યાદ આવશે જેને તમે પોતાના ઘરની જવાબદારીઓની વચ્ચે ભૂલી ગયા હશો અને આ ચીજો તમને બંનેને એકબીજાની નજીક લાવશે.

સાથે કરો કુકિંગ

બંનેએ એકસાથે કૂકિંગ કરવું એ તમારા સંબંધને સ્પાઈસી બનાવવાનું કામ કરે છે. જ્યારે તમે કિચનમાં પોતાના પાર્ટનરની મદદ કરો છો તો તેમને જાણ થાય છે કે તમને તેમની કેટલી ચિંતા છે. સાથે જ તમે એકબીજાના પસંદગીના ભોજનના વિશે પણ ઉંડાણપૂર્વક જાણવા લાગશો.

આ ૧૦ વાતોને ફોલો કરીને તમે તમારા લગ્નજીવનમાં ચાર ચાંદ લગાવી શકો છો. ઘણીવાર એવું બને છે કે પતિ-પત્નીની વચ્ચે અમુક મતભેદના કારણે બન્નેની વચ્ચે અંતર વધવા લાગે છે. બંને એકબીજાની સમસ્યા સમજવા માગતા નથી અને કોઈ સમાધાન પણ કરવા માંગતા નથી. આ બધી વાતોને લઈને બંનેની વચ્ચે મોટું અંતર વધી જાય છે. આ બધી જ બાબતોના કારણે રોમાન્સ અને સેક્સ લાઈફની મજા બગડી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *