ગુરુવારે કપડામાં હળદર અને ચોખા બાંધીને આ જગ્યાએ રાખી દો, રાતોરાત કરોડપતિ બની જશો, આ ઉપાય તમને કોઈ નહિ જણાવે

માતા લક્ષ્મીને ધનની દેવીનાં નામથી પણ જાણવામાં આવે છે. કહેવાય છે કે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે નિયમિત રૂપે પુજા-પાઠની સાથે અમુક જ્યોતિષીય ઉપાયો પણ કરી લેવામાં આવે તો માતા લક્ષ્મી ભક્તોની બધી જ સમસ્યાઓ દુર કરે છે. સાથે જ વ્યક્તિનાં ઘરે ધન-ધાન્યની ક્યારેય કમી નથી થતી. જ્યોતિષશાસ્ત્રનાં આ ઉપાયો કરવાથી ધનમાં તો વધારો થાય જ છે પણ સાથે જ ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે. ગુરૂવારનો દિવસ ભગવાન શ્રી વિષ્ણુ અને દેવગુરુ ગૃહસ્પતિની પુજા કરવા માટે નક્કી કરવામાં આવ્યો છે. આ દિવસે લોકો ગુરુ ગ્રહ સાથે જોડાયેલા ઉપાયો પણ કરે છે અને વ્રત પણ રાખે છે.

Advertisement

ગુરૂવારનાં દિવસે પીળી વસ્તુઓનો ઉપયોગ વધારે કરવામાં આવે છે કારણ કે આ દિવસ બૃહસ્પતિદેવ સાથે જોડાયેલો છે અને તેનો સંબંધ હળદર સાથે છે. હળદરનો જેટલો ઔષધીય ઉપયોગ છે એટલું જ તેનું ધાર્મિક મહત્વ પણ છે. પીળી હળદર કે કાળી હળદર બંને જ્યોતિશાસ્ત્રમાં લાભકારી છે. તો ચાલો આપણે જ્યોતિષાચાર્ય પાસેથી જાણી લઈએ હળદર સાથે જોડાયેલા અમુક જ્યોતિષીય ઉપાયો વિશે, જેને કરવાથી તમારા જીવનમાં સફળતા, ઉન્નતિ, સુખ તથા સૌભાગ્ય પ્રાપ્ત થઈ શકે છે.

તમને તમારા કરિયરમાં કોઈ સમસ્યા આવી રહી છે તો તમે પાણીમાં થોડી હળદર ભેળવીને સ્નાન કરો. રાતોરાત સફળતા મળશે. તમારી દરેક સમસ્યાનું સમાધાન પણ થશે. તન અને મન પણ શુદ્ધ રહેશે. જો તમારા બિઝનેસમાં મંદી ચાલી રહી છે તો તેને વધારવા માટે તમે બુધવારે કાળી હળદરને કેસરનાં પાણીમાં ભેળવી લો. બાદમાં તેનાથી તમારી તિજોરી પર સ્વસ્તિક બનાવો. નિયમિત રૂપથી પુજા કરો. ધીરે-ધીરે તમારી દરેક સમસ્યાઓ દુર થવા લાગશે અને બિઝનેસમાં ઉન્નતિ થશે. લગ્નમાં હળદર શુભતાનું પ્રતિક હોય છે, જેનાં કોઈ કારણથી લગ્ન ના થઈ રહ્યા હોય તો તે લોકોએ સ્નાન કર્યા બાદ પુજા કરવી અને હળદરનું તિલક માથા પર લગાવવું. લગ્નનાં યોગ બનવા લાગશે. તેના માટે તમે ગુરુવારે ગણેશજીને હળદર પણ અર્પિત કરી શકો છો. તે પણ તમારા માટે લાભકારી ઉપાય છે.

ગુરુવારનાં દિવસે પુજા કરતાં સમયે શ્રી ગણેશજીને હળદરથી તિલક કરો અને તમે પણ તિલક કરો. આવું કરવાથી દરેક કાર્યમાં સફળતા મળશે. ગુરૂવારનાં દિવસે ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન કરીને હાથમાં હળદર અને બાદમાં વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. શ્રી વિષ્ણુનાં આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી થવા લાગશે અને દરેક કાર્ય સફળ થશે.

જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન છો તો ગુરુવારે એક લાલ કપડામાં હળદરની પાંચ ગાંઠ બાંધીને બાદમાં તેને તિજોરીમાં રાખી દો. આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થશે અને ધીરે-ધીરે તમારી આર્થિક પરેશાની દુર થઈ જશે. જો પૈસા આવતા જ ખર્ચ થઈ જાય છે તો વડ કે પીપળાનાં ૨૧ પાન લો અને તેના પર ભગવાન શ્રી રામનું નામ લખો. હવે શુક્રવારનાં દિવસે તેને નદીમાં પ્રવાહિત કરી દો. આ ઉપાય સતત પાંચ અઠવાડિયા સુધી કરવાથી ફાયદો થશે.

કહેવાય છે કે જ્યાં સાફ-સફાઈ હોય છે. ત્યાં માતા લક્ષ્મી પણ વાસ કરે છે. ઘણી જગ્યાઓ માતા લક્ષ્મીના હિસાબથી અશુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે માતા લક્ષ્મી ગંદકી અને વિખેરાયેલા ઘરમાં વાસ નથી કરતા એટલા માટે ઘરમાં સાફ-સફાઈ જરૂર રાખવી જોઈએ. ઘરમાં રહેલી નકારાત્મકતા ઘરમાં બરકત નથી થવા દેતી. તેવામાં સાંજના સમયે ઘરમાં જળ છાંટવાથી નકારાત્મકતાનો નાશ થાય છે. સાથે જ ગુગળ પણ પ્રગટાવો. ઘરમાં સકારાત્મક આવશે. ઘરમાં મહાલક્ષ્મીની પુજા કરો અને મહાલક્ષ્મી સુક્તનાં પાઠ કરો. પાઠનાં અંતમાં માતા લક્ષ્મીજીને ગુલાબના ફુલ અર્પિત કરો અને આરતી કરો.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાત્રે હાથ મો-ધોયા વગર સુવાથી ધન ખર્ચ થવા લાગે છે. શાસ્ત્ર અનુસાર તેનાથી ઘરમાં ગરીબી પણ આવે છે. જમી લીધા બાદ એઠા મોઢે સુવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. ખર્ચાઓ પર નિયંત્રણ રાખવા માટે રાત્રે સુતા પહેલા રસોડાને સંપુર્ણ રીતે સાફ કરીને જ સુવું જોઈએ. રસોડુ ગંદુ રહેવાથી માતા અન્નપુર્ણા નારાજ થઈ જાય છે અને વ્યક્તિને ધન-ધાન્યની કમી થઈ જાય છે.

જો તમે તમારા પરિવારમાં ખુશીઓ લાવવા માંગતા હોવ અને તમારા પતિ પણ તમારાથી ખુશ રહે તેવું ઇચ્છતા હોવ તો ગુરુવારે તમારા આખા શરીરમાં હળદર લગાવો. ત્યારબાદ હળદરનાં પાણીથી સ્નાન કરવાથી તમારા જીવનમાં ખુશીઓ સાથે જ તમારા લગ્નસંબંધોમાં પણ મધુરતા આવશે. ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવા માટે મુખ્ય દરવાજાની ઉપર હળદરથી સ્વસ્તિક બનાવવું શુભ હોય છે. જો કુંડળીમાં ગુરૂ નબળો હોય તો ગુરુવારે કાચી હળદરને પીળા કપડામાં બાંધીને હાથમાં બાંધી દો. ઇન્ટરવ્યુમાં પાસ થવા માટે કાચી હળદરની પેસ્ટ બનાવો અને જતા પહેલા કપાળ પર હળદરથી તિલક લગાવો.

Advertisement