ટિપ્સ ફોર હાઇ બ્લડપ્રેશર : દરરોજ નહિ લેવી પડે “બીપી” ની દવા, બસ આ ૭ આદતોને બનાવી લો પોતાનો સાથી

Posted by

હાઇબ્લડપ્રેશરને સાઇલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે. મોટાભાગે તેના કોઇ લક્ષણ હોતા નથી પરંતુ હૃદય રોગ અને સ્ટ્રોક માટે તે એક મોટું જોખમ છે. સેન્ટ્રલ ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન પ્રમાણે હાઈપરટેન્શન સંયુક્ત અમેરિકામાં મૃ-ત્યુનું એક મોટું કારણ છે. વિશેષજ્ઞોનાં અનુસાર હંમેશા તમારું બીપી એ વાત પર નિર્ભર કરે છે કે તમારું હૃદય કેટલું બ્લડ પંપ કરી રહયુ છે. તમારી ધમનીઓ જેટલી સંકુચિત થશે તમારૂ બ્લડપ્રેશર એટલું જ વધારે હશે.

સૌથી સારી વાત એ છે કે જીવનશૈલીમાં બદલાવ કરી હાયપરટેન્શનનાં જોખમને ઓછું કરી શકાય છે અને તે પણ કોઈપણ દવા વગર. તો ચાલો આજે અમે તમને એવી ૭ પ્રભાવી રીત જણાવી રહ્યા છે, જેને અપનાવીને તમને બ્લડપ્રેશર લેવલ કરવામાં મદદ મળશે.

વજન ઓછું કરો

જો તમારું વજન વધારે છે તો માત્ર ૫ થી ૧૦ પાઉન્ડ વજન ઓછું કરવાથી તમારા બ્લડ પ્રેશરમાં  ખુબ જ અંતર જોવા મળશે. વર્ષ ૨૦૧૬ માં લાઇબ્રેરી (૧) માં છપાયેલા એક અધ્યયન સમીક્ષા અનુસાર વજન ઘટાડવા વાળા આહારનું સેવન કરવાથી બ્લડપ્રેશરને ૩.૨ મીમી HG ડાયસ્ટોલિક અને ૪.૫ મીમી HG સિસ્ટોલિક સુધી ઓછું કરી શકાય છે.

ઓછા ખાઓ તળેલા ખોરાક

યુએસ ફુડ એન્ડ ડ્ર-ગ એસોસિએશન પ્રમાણે તમારા ખોરાકમાં મોટાભાગે મીઠું તળેલા ખોરાક માંથી જ આવે છે. ધ્યાન રાખો જે ખાદ્ય પદાર્થો પર લો-ફેટનું લેબલ હોય છે, તેમાં મીઠું અને ખાંડ પણ ખુબ જ વધારે માત્રામાં હોય છે. ફેટ તે છે જે ખોરાકનો સ્વાદ વધારે છે અને તમને પેટ ભરેલો અનુભવ કરાવે છે. FDA અનુસાર પેકેટ પર આપવામાં આવેલા લેબલને યોગ્ય રીતે વાંચવું જોઇએ. કોઇપણ ખોરાકનાં પેકેટના લેબલ પર ૫% કે તેનાથી ઓછા સોડિયમને ઓછું જ માનવામાં આવે છે. જ્યારે ૨૦% કે તેનાથી વધારેને હાઇ માનવામાં આવે છે.

ધુમ્રપાન થી બચો

ધુમ્રપાન થી બચવું તમારા સંપુર્ણ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું  છે. ધુમ્રપાન તમારા બ્લડ પ્રેશરમાં તત્કાલ રૂપથી પરંતુ ધીમે ધીમે વધારો કરે છે, તેનાથી હાર્ટ રેટ પણ ઝડપી થાય છે. હકિકતમાં તમાકુમાં રહેલા કેમિકલ તમારા બ્લડ વેસેલસ ને નુકસાન પહોંચાડીને સોજો ઉત્પન્ન કરી અને ધમનીને સંકુચિત કરીને બ્લડપ્રેશર વધારવા માટે જવાબદાર છે. પબમેડ સેન્ટરલમાં છપાયેલા અધ્યયન પ્રમાણે ઘરમાં સેકન્ડ હેન્ડ સ્મોકિંગ કરવાવાળા બાળકોમાં સ્મોકિંગ ના કરવા વાળા બાળકોની તુલનામાં હાઈબ્લડ પ્રેશરની સમસ્યા વધારે જોવા મળે છે.

તણાવ ઓછો કરો

ઘર-પરિવાર અને કામકાજને લઈને લોકોને ઓવરસ્ટ્રેસ થઈ રહ્યું છે. તેવામાં તણાવને ઓછો  કરવાની રીત શોધવી તમારા સ્વાસ્થ્ય સિવાય બ્લડપ્રેશર માટે ખુબ જ જરૂરી છે. તણાવને ઓછો કરવા માટે ઉંડા શ્વાસ લો, ફરવા જાઓ, પુસ્તક વાંચો કે કોઈ કોમેડી શો જુઓ. “Biomed.central.com” માં પબ્લિશ થયેલા એક રિસર્ચ અનુસાર, દરરોજ મ્યુઝિક સાંભળવાથી બ્લડપ્રેશર ઓછું થઈ શકે છે. વળી વર્ષ ૨૦૧૫ માં “libertpub.com ૨૧” માં છપાયેલા આ એક નાના અધ્યયન પરથી જાણવા મળે છે કે એક્યુપંચર પણ સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડપ્રેશર બંનેને ઓછું કરવા માટેની ખુબ જ સારી રીત છે.

ડાર્ક ચોકલેટ ખાઓ

ડાર્ક ચોકલેટ બ્લડપ્રેશરને ઓછું કરવાની પ્રભાવી રીત માંથી એક છે પરંતુ તેમાં ૬૦ થી ૭૦% કોકો હોવું જોઈએ. ડાર્ક ચોકલેટ પર કરવામાં આવેલા અધ્યયનની સમીક્ષામાં મળી આવ્યું છે કે  દરરોજ ચોકલેટનાં બે સ્કેવર ખાવાથી બ્લડપ્રેશર અને શરીરમાં આવવાવાળા સોજાને ઓછો કરવામાં ખુબ જ મદદ મળે છે. હાવર્ડ ટીએચ ચેન સ્કુલ ઓફ પબ્લિક હેલ્થ અનુસાર ચોકલેટમાં ફ્લેવોનોઈડ્સ પર્યાપ્ત માત્રામાં હોય છે, જે બ્લડ વેસેલ્સ્ ને પહોળું કરવા માટે સારું છે.

લસણનું સેવન કરો

તાજા  લસણની અર્કનું સેવન કરવાથી હાઈપર ટેન્શનની સમસ્યામાંથી મુક્તિ મળે છે. વર્ષ ૨૦૧૨ માં હેલ્થમાં છપાયેલા એક સમીક્ષામાં  હાઇબ્લડ પ્રેશરવાળા ૮૭% પર થયેલા એક અધ્યયનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં લસણ ખાવા વાળામાં ડાયસ્ટોલિકમાં 6 mm hg ની ઉણપ અને 12 mm hg ની  સિસ્ટોલિક મળી આવી હતી. જો તમારી જીવનશૈલીમાં અહીં જણાવવામાં આવેલી રીતને  અપનાવ્યા છતાં પણ બ્લડપ્રેશર ઓછું થતું નથી તો તમારે ડોકટર દ્વારા આપવામાં આવેલી દવા લેવા પર વિચાર કરવો જોઈએ. આ તમારી સ્થિતિમાં ખુબ જ સુધારો કરી શકે છે. દવાઓ વિશે તમારા ડોક્ટર સાથે વાત કરો.

નોંધ : આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ પર અમે એવો દાવો કરતા નથી કે તે સંપુર્ણ રીતે સત્ય અને સચોટ છે. અમારી ટિપ્સ અપનાવતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લેવી.