દિવાળીનાં દિવસે આ સમયે માતા લક્ષ્મી ઘરમાં આવે છે, તે સમય અત્તરનો આ ઉપાય કરશો તો આખું વર્ષ ઘરમાં પૈસાની તંગી નહિ થાય

દિવાળીનો પર્વ હિન્દુ ધર્મમાં ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીની પુજા કરવામાં આવે છે. દિવાળીનો પર્વ આવવામાં હવે થોડા જ દિવસો બાકી છે અને આ દિવસોમાં જો જ્યોતિષશાસ્ત્રનાં આ ઉપાયો કરવામાં આવે તો દિવાળી સુધી માતા લક્ષ્મીનાં આશીર્વાદથી શુભ-લાભનાં યોગ બનવાના શરૂ થઈ જશે.

દિવાળીનો પર્વ આવવામાં હવે થોડા દિવસો જ બાકી છે અને આ દિવસ માતા લક્ષ્મીને દિવાળી પર ઘરે બોલાવવા માટે ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. જ્યોતિષ વિજ્ઞાનમાં જણાવવામાં આવ્યું છે કે દિવાળી આવતા પહેલા આ ઉપાયો કરવામાં આવે તો માતા લક્ષ્મીનાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સાથે જ દિવાળી પહેલા તમારા જીવનમાં શુભ-લાભનાં યોગ બનવાના શરૂ થઈ જાય છે. જ્યોતિષશાસ્ત્રનાં આ ઉપાયો વધારે ખર્ચાળ પણ હોતા નથી અને સાથે જ વધારે સમય લેવા વાળા પણ હોતા નથી. આ ઉપાયો કરવાથી તમારું નસીબ પણ ચમકી જાય છે. તો ચાલો આપણે જાણી લઈએ આ ઉપાયો વિશે.

આ ઉપાયો થી માતા લક્ષ્મીનાં આશીર્વાદ મળશે

દિવાળીનાં પર્વને મહાપર્વ કહેવામાં આવે છે અને આ શુભ દિવસ પર ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીની પુજા કરવામાં આવે છે. તમે અત્યારથી દિવાળીનાં પર્વ સુધી દરરોજ કનકધારા સ્ત્રોતનાં પાઠ કરો. કનકધારા સ્ત્રોતનાં પાઠ કરવાથી માતા લક્ષ્મી ખુબ જ પ્રસન્ન થાય છે અને દિવાળીનાં દિવસે જ્યારે તમે માતા લક્ષ્મીની પુજા કરશો તો તે સ્વયં ઉપસ્થિત રહેશે. કનકધારા સ્ત્રોતનાં પાઠ કરવાથી આદિ શંકરાચાર્યએ સોનાનો વરસાદ કરાવ્યો હતો. આ પાઠને ખુબ જ ચમત્કારીક અને લાભદાયી માનવામાં આવે છે.

ધનતેરસનાં દિવસે કરો આ ઉપાય

પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને આર્થિક સ્થિતિને મજબુત બનાવવા માટે ધનતેરસનાં દિવસે વ્રત રાખો. વ્રતમાં ભગવાન કુબેર દેવ અને માતા લક્ષ્મીની પુજા કરો અને માતા લક્ષ્મીને મોગરા તથા ગુલાબનું અત્તર અર્પિત કરો. માન્યતા છે કે આવું કરવાથી તમારા જીવનની દરેક પરેશાનીઓ દુર થઈ શકે છે અને કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબુત થાય છે, જેનો ફાયદો લગ્નજીવન અને કાર્યક્ષેત્રમાં મળે છે.

દર શુક્રવારે કરો આ ઉપાય

જીવનમાં હંમેશા પ્રગતિ અને માતા લક્ષ્મીનાં આશીર્વાદ મેળવવા માંગો છો તો દર શુક્રવારે ઘરની પાસે કુવામાં કાચું દુધ નાખો. માન્યતા છે કે આવું કરવાથી નસીબ ચમકી જાય છે અને પ્રગતિની સાથે ધનમાં વધારો પણ થાય છે. સાથે જ કુંડળીમાં સ્થિત ગ્રહોનાં અશુભ પ્રભાવમાંથી પણ મુક્તિ મળે છે. દિવાળી સુધીમાં તમને તેનાં ફાયદાઓ જોવા મળી જશે.

ઘરે લઈ આવો આવી ગણેશ-લક્ષ્મીજીની મુર્તિ

માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘરમાં સ્ફટિકનાં ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મી લઈ આવો અને નિયમિત તેની પુજા શરૂ કરી દો. સાથે જ જો તમે ધનતેરસ અને દિવાળી પર તેમની મુર્તિની પુજા કરશો તો તે શુભ રહેશે. સ્ફટિકનાં શ્રી ગણેશ અને માતા લક્ષ્મીજીની પુજા કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ ધીરે-ધીરે સમાપ્ત થઈ જાય છે અને કરજ માંથી મુક્તિ મળી જશે. સાથે જ જો તમે કોઈ જરૂરી કામ થી બહાર જઈ રહ્યા છો તો શ્રી ગણેશ અને માતા લક્ષ્મીનાં ચરણોને સ્પર્શ કરીને જશો તો તે કામ પણ જરૂર પુરું થઈ જશે.

લક્ષ્મીજીની પુજામાં આ ઉપાયો કરો

જો તમે ઈચ્છો છો કે ઘરમાં હંમેશા માતા લક્ષ્મીજીની રહે તો દિવાળીનાં દિવસે માતા લક્ષ્મીજીની પુજામાં ૧૧ કોડી પર હળદર તથા કુમકુમ લગાવો. બાદમાં માતાજીનાં ચરણોમાં અર્પિત કરીને તેની પુજા કરો. તેનાં બીજા દિવસે આ કોડીને લાલ કપડામાં રાખીને તમારી તિજોરી કે અલમારીમાં રાખી દો. આવું કરવાથી ઘરમાં બરકત થાય છે અને ધન-સમૃદ્ધિનાં યોગ બનવાના શરૂ થઈ જાય છે.

દિવાળીનાં દિવસે લક્ષ્મીજીની પુજા કરતી વખતે કોઈપણ લક્ષ્મી મંદિરમાં જઈને જરૂર મુજબ સુગંધિત ધુપ, અત્તર અને કેસર અર્પિત કરો. બીજા દિવસથી આ કેસરનું તિલક અને અત્તર લગાવીને કામ પર જવાથી આખું વર્ષ તમને સફળતા મળશે. દિવાળીનાં દિવસે સાંજે દિવાળી પુજા કરતા પહેલા તમારે કોઈપણ ગરીબ પરણિત સ્ત્રીને તમારી પત્નિ દ્વારા સુહાગની સામગ્રી આપવી જોઈએ. આ સામગ્રીમાં પરફ્યુમ અવશ્ય રાખવું જોઈએ તેનાથી આખું વર્ષ માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે અને તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહી રહે.