તો શું હવે પછી તારક મહેતામાં ક્યારેય પણ જોવા નહી મળે દયાબેન અને ટપુ, સામે આવ્યુ આ મોટું કારણ

લોકપ્રિય ટીવી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” એ હંમેશા લોકોને હસાવવાનું કામ કર્યું છે. આ શો ની સાથે સાથે શો ના સ્ટાર્સ પણ લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય થયા છે. પાછલા ૧૨ વર્ષોમાં આ શો ના કલાકારો એ લોકોની વચ્ચે પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે. પરંતુ પાછલા થોડાક દિવસોથી અમુક સ્ટાર્સ આ શો થી દૂર થઈ ગયા છે. ફક્ત એટલું જ નહીં આ પહેલા પણ અમુક સ્ટાર્સ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો” ને છોડી ચૂક્યા છે. જો કે હવે આ કલાકારોને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે તો ચાલો જાણી શું છે આ સમાચાર.

ખરેખર શો છોડીને ગયેલા અમુક સ્ટાર્સના વિશે સમાચાર મળી રહ્યા છે કે તે હવે ક્યારેય પણ આ શો માં ફરી પાછા જોવા નહી મળે. જણાવી દઈએ કે પાછલા ૧૨ વર્ષોથી અમુક કલાકાર સતત પોતાનું શાનદાર પાત્ર ભજવી રહ્યા છે તો અમુક સ્ટાર્સ એ આ શો નો સાથ છોડી દીધો છે. તો તેમને બીજા કલાકારોએ રિપ્લેસ કર્યા છે. તમને યાદ અપાવી દઇએ કે હાલમાં જ નેહા મહેતા જે આ શો માં અંજલી મહેતાનું પાત્ર ભજવી રહી હતી તેમણે આ શો છોડી દીધો છે. જો કે તેમની જગ્યાએ તરત જ સુનૈના ફોજદારને રિપ્લેસ કરી લેવામાં આવી હતી.

ટપુ

ટપુનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધી પણ આ શો સાથે શરૂઆતથી જોડાયેલ હતાં. સતત આઠ વર્ષ સુધી લોકોને હસાવ્યા અને પછી અચાનક તેમણે આ શો ને અલવિદા કહી દીધું. તેમણે પોતાના એક ઇન્ટરવ્યૂમાં આ શો ને છોડવાનું સ્પષ્ટ કારણ જણાવ્યુ હતું. તેમણે કહ્યું હતું કે એપિસોડમાં ખુબ જ નાનો રોલ હોય છે. તેથી મને તેમાં મારું ભવિષ્ય જોવા મળતું ના હતું તો મેં આ શો ને છોડવાનો નિર્ણય કર્યો. યાદ અપાવી દઇએ કે ભવ્ય ગાંધી આ શો માં જેઠાલાલ અને દયાબેનના પુત્ર ટપુ નું પાત્ર ભજવી રહ્યા હતા.

દયાબેન

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો નું સૌથી મહત્વપૂર્ણ પાત્ર એટલે કે દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી પણ આ શો ને છોડી ચૂકી છે. તે વર્ષ ૨૦૧૭ માં મૈટરનીટી લીવ પર ગયા હતાં અને ત્યારબાદ તે ફરી આ શો માં પાછા ફર્યા નથી. જ્યારે આ શો ના દર્શકો દયાબેનના રૂપમાં દિશા વાકાણી પરત ફરે તેવું ઈચ્છે છે. ફક્ત દર્શકો જ નહી પરંતુ આ શો ના મેકર્સ પણ દિશા વાકાણીને પરત લાવવાના પ્રયાસો કરી ચૂકી છે. પરંતુ હવે લાગી રહ્યું છે કે દિશા આ શો માં પરત ફરવાના મૂડમાં નથી.

સોનુ

જીલ મહેતાના શો છોડયા બાદ સોનુંનું પાત્ર નિધિ ભાનુશાલીએ ભજવ્યું હતું અને તેમણે ક્યારેય પણ જીલની ખોટ પડવા ના દીધી. નિધિએ પોતાની ખૂબ જ સારી એક્ટિંગથી લોકોનું દિલ જીતી લીધું હતું. જો કે નિધિએ પણ પોતાની ઉચ્ચ શિક્ષા માટે આ શો છોડી દીધો અને હવે  સોનુંનું પાત્ર પલક સિધવાની ભજવી રહી છે.

રોશન સિંહ સોઢી

તારક મહેતાના ઉલ્ટા ચશ્મા માં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહે પણ પોતાના અંગત કારણોસર આ શો છોડી દીધો છે. જોકે તેમની જગ્યાએ સો મેકર્સે બલવિંદર સિંહને રિપ્લેસ કરવામાં આવ્યા છે.

બાવરી

આ શોમાં બાઘાની ગર્લફ્રેન્ડ બાવરીનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ મોનિકા ભદોરિયાએ અચાનક શો છોડી દીધો છે. તેમણે સતત ૬ વર્ષ સુધી આ શોમાં કામ કર્યું. આજ કારણ છે કે તેમના ફેન્સ આજે પણ મોનિકા ભદોરિયાને બાવરીના રૂપમાં યાદ કરે છે.

રીટા રિપોર્ટર

આ શોમાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવનાર પ્રિયા આહુજાએ પણ પોતાના અંગત કારણોસર આ શો ને અચાનક અલવિદા કહી દીધું છે. ત્યારબાદ રીટા રિપોર્ટરનું પાત્ર મિહીકા વર્મા ભજવી રહી છે.