મેષ આર્થિક રાશિફળ : આજે તમને ભાગ્યનો સાથ મળશે અને ઘણા પ્રયાસો બાદ બિઝનેસની કોઈ ખાસ ડીલ ફાઈનલ થઇ શકે છે. રાજ્યથી વિશેષ સન્માન પ્રાપ્ત થઈ શકે છે. ભૌતિક વિકાસનાં યોગ બની રહ્યાં છે. સાંજ બાદ ચંદ્રમાં મેષ રાશિમાં પ્રવેશ કરશે, તેના ફળ સ્વરૂપે ધાર્મિક ઉત્સવમાં સામેલ થવાનો અવસર પ્રાપ્ત થશે. સમાજમાં શુભ કામનાંથી તમારી કીર્તિ વધશે.
વૃષભ આર્થિક રાશિફળ : આજે તમારું ધ્યાન નવી યોજનામાં લાગશે. કોઈ દેવ સ્થાનની યાત્રા કરવાથી તમારા મનને શાંતિ મળશે. કાયદાકીય વિવાદમાં સફળતા, સ્થાન પરિવર્તનની યોજના સફળ થઈ શકે છે. આજનાં દિવસનાં ઉતરાધમાં ચિંતા હોવા છતાં પણ તમારા પરાક્રમમાં વધારો થશે. તમારા પરિવારમાં હર્ષ, મંગલમય પરિવર્તન તથા મનોરથ સિદ્ધ થશે. ઓફિસમાં તમારા અનુકુળ વાતાવરણ બનશે તથા તમારા સાથીઓ તમને સહયોગ કરશે.
મિથુન આર્થિક રાશિફળ : આજનો દિવસ ખુબ જ રચનાત્મક રહેશે. કોઈ રચનાત્મક અને આર્ટિસ્ટ કામને પુરા કરવામાં તમે આજનો દિવસ પસાર કરી શકો છો. જે કામ તમને સૌથી વધારે પ્રિય છે, આજે તે કરવા મળશે. આજે તમને રિલેક્સ થવામાં મદદ મળશે. કામનાં ક્ષેત્રમાં નવી યોજનાઓ પણ મગજમાં આવશે. તેમાં તમારા સિનિયરનો સહયોગ મેળવવાનો પ્રયાસ કરો.
કર્ક આર્થિક રાશિફળ : આજનો દિવસ ખુબ જ સર્જનાત્મક છે. જે પણ કામ ધગશ ની સાથે કરશો, આજે તેનું ફળ તમને મળી શકે છે. વ્યવસાયનાં અધુરા કામ પુરા થશે અને મહત્વપુર્ણ કામ પર ચર્ચા થશે. ઓફિસમાં તમારા વિચારોનાં પ્રમાણે માહોલ રહેશે અને તમારા સાથીઓ પણ તમને સહયોગ કરશે. સાંજે કોઈના લગ્નમાં જવાનો અવસર મળી શકે છે.
સિંહ આર્થિક રાશિફળ : આજનો દિવસ આમ તો ખુબ જ વ્યસ્ત રહેશે પરંતુ ધર્મ આધ્યાત્મિકની બાબતમાં તીર્થ સ્થાન માટે થોડો સમય કાઢવો સારો રહેશે. કામનાં ક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યોમાં વિઘ્નો ઉત્પન્ન કરવાની કોશિશ કરી શકે છે. એટલા માટે તમારા કામમાં સ્પષ્ટતા રાખો અને વિવાદથી બચો. સાંજનો સમય મંગલમય કામમાં પસાર થશે.
કન્યા આર્થિક રાશિફળ : આજે વાતચીત અને વ્યવહારમાં ધીરજ રાખવી નહિતર આસપાસનાં લોકો સાથે તકરાર થવાની પરિસ્થિતિ આવી શકે છે, એ વાત યાદ રાખવી. કોઈ શુભ મંગલ કાર્યની ચર્ચા થઈ શકે છે. ભાગ્ય પર વિશ્વાસ રાખવો અને આત્મવિશ્વાસ સાથે પ્રાર્થના કરવી. સાંજનાં સમયે તમારી આર્થિક સ્થિતિમાં વધારે સુધારો થશે.
તુલા આર્થિક રાશિફળ : આજનો દિવસ તમારા માટે લાભકારક રહેશે. કામની બાબત સાથે જોડાયેલા બધા વિવાદ આજે ઉકેલાઈ શકે છે. નવા પ્રોજેક્ટ પર પણ કંઈક કામ શરૂ થઈ શકે છે. જમીન સંપતિની બાબતમાં પારિવારિક કે પછી આસપાસનાં લોકો થોડી પરેશાની ઉભી કરવાની કોશિશ કરી શકે છે. રોકાણ કરતા પહેલાં એકવાર સ્થિતિને અવશ્ય સમજી લેવી.
વૃશ્ચિક આર્થિક રાશિફળ : આર્થિક પરિસ્થિતિની વાત કરીએ તો આજનો દિવસ ખુબ જ મજબુત રહેશે. આજે આખો દિવસ લાભનાં અવસર પ્રાપ્ત થશે, તેથી કાર્યશીલ રહો. પરિવારમાં સુખ, શાંતિ અને સ્થિરતાનો આનંદ ઉઠાવશો. નોકરી કે વ્યવસાયમાં થોડી નવીનતા લાવી શકો છો અને આગળ જઈને લાભ થશે. કામમાં નવો જીવ આવશે. દીર્ઘકાલીક રોકાણ કરવાથી સારો ફાયદો થશે.
ધન આર્થિક રાશિફળ : આજનો દિવસ સાવધાની અને સતર્કતાનો છે. બિઝનેસની બાબતમાં થોડું જોખમ ઉઠાવશો તો મોટો લાભ થવાની સંભાવના છે. રોજિંદા કામમાંથી થોડા નવા કામમાં હાથ અજમાવવો. કોઈ પોતાનાં લોકો માટે થોડા પૈસાની વ્યવસ્થા કરવી પડશે. નવો અવસર તમારી આસપાસ છે, તેને ઓળખવો તમારા હાથમાં છે.
મકર આર્થિક રાશિફળ : આજનો દિવસ સામાન્ય છે. ભાગીદારીમાં કરેલો વ્યવસાય ખુબ જ ફાયદો પહોંચાડશે. રોજિંદા ઘરનાં કામને પુરા કરવા માટે આજે સોનેરી અવસર છે. બની શકે છે કે આજે તમારે સંતાનની બાબતમાં કોઈ મોટો નિર્ણય લેવો પડે. ઈમાનદારી અને નિર્ધારીત નિયમોનું પાલન કરો. ઘણા પ્રકારના કામ એકસાથે હાથમાં આવવાથી ચિંતા વધી શકે છે.
કુંભ આર્થિક રાશિફળ : આજનો દિવસ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવા માટેનો છે. ઋતુ પરિવર્તન થવાથી રોગ ઉત્પન્ન થઈ શકે છે. ખાવા-પીવામાં બેદરકારી બિલકુલ પણ ના રાખવી. વ્યવસાયની બાબતમાં આજનો દિવસ સુખદ પસાર થશે. ઉતાવળમાં કોઈ ભુલ થઈ શકે છે, એટલા માટે દરેક કામ સમજી-વિચારીને કરવું.
મીન આર્થિક રાશિફળ : આજનો દિવસ લાભકારક રહેશે. વ્યવસાયમાં જોખમ ઉઠાવવાનું પરિણામ આજે હિતકારી રહેશે. પરેશાનીઓને ધીરજ અને પોતાના સારા વ્યવહારથી દુર કરી શકાય છે. તમારી બુદ્ધિનો પ્રયોગ કરીને તમે તે બધું જ મેળવી શકો છો, જેની તમને કમી રહી ગઈ છે. કોઈ સંકટગ્રસ્ત વ્યક્તિની મદદ કરશો તો તે તમારા માટે શુભ રહેશે.