મેષ આર્થિક રાશિફળ : તમને સંતાન પક્ષ તરફથી જે પણ ચિંતા હતી, આજે તેનું સમાધાન થઈ જશે. તમને તમારા પ્રિયજન અને પરિજનોનો પુરો સહયોગ મળશે. બપોર થી લઈને સાંજ સુધીમાં રાજ્ય તરફથી થોડી પરેશાની થઈ શકે છે, તેથી સાવધાન રહેવું
વૃષભ આર્થિક રાશિફળ : આજનો દિવસ તમારા પ્રિયજનો સાથેનાં સંબંધમાં કોઈને શારીરિક કષ્ટ થવાની સુચના આપી રહ્યો છે. ખોટા ખર્ચાઓ અને વિવાદથી દુર રહેવું. કોઈ સંબંધ તરફથી ધન પાછું મળવાની સંભાવના રહેલી છે. સાંજ થી લઈને મોડી રાત સુધીમાં પરિજનો સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રાનું સુખ પ્રાપ્ત થશે. શુભ ખર્ચાઓ થવાથી તમારી કીર્તિ વધશે.
મિથુન આર્થિક રાશિફળ : આજનો દિવસ તમારા પ્રિયજનોથી અંતર વધવાની સ્થિતિ ઉત્પન કરશે. તમારા સમય અનુસાર કામ થવામાં વિઘ્નો રહેશે. આજનો દિવસ તમારા માટે સારો નહી રહે પરંતુ સાંજ સુધીમાં તમારા મનને સંતોષ મળશે. મોટી માત્રામાં ધન હાથમાં આવવાથી તમારા મનોબળમાં વધારો થશે. ભાઈનાં સહયોગથી વ્યવસાયમાં સારો લાભ થવાની સંભાવના રહેલી છે.
કર્ક આર્થિક રાશિફળ : આજે તમારા માન અને સન્માનમાં વધારો થશે. તમારી યોજનાથી વ્યાવસાયિક કાર્યમાં લાભ થવાથી શત્રુઓનું મનોબળ તુટી જશે. ઘરનાં તથા સારા ગુણવાળા લોકો સાથે તાલમેલ વધશે. વ્યવસાયમાં ભાગીદારો સાથે સારો તાલમેલ રહેશે. સાંજથી લઈને મોડી રાત સુધીમાં અચાનક અતિથિનાં આગમનથી ખર્ચાઓમાં વધારો થઈ શકે છે.
સિંહ આર્થિક રાશિફળ : આજે શુભ ખર્ચાઓ તમારી કીર્તિમાં વધારો કરશે. નોકરી કરતા લોકોને આજે અધિકારીઓનો સહયોગ મળશે. પૈસાની લેવડદેવડ કરતા સમયે સાવધાની રાખવી. ભાગ્યનો ઉદય, ધન- ધર્મમાં વધારો, શત્રુઓમાં વધારો, પ્રબળ વિરોધીઓ થવા પર પણ સાંજ સુધીમાં અંતમાં સર્વત્ર વિજય વિભુતિ સફળતાની પ્રાપ્તિ થશે.
કન્યા આર્થિક રાશિફળ : આજે કામકાજ વધારે રહેવાનાં કારણે માનસિક તણાવ વધારે રહેશે. તમને સંતાન તરફથી ચિંતા રહેશે. અમુક રોગોથી શારીરિક કષ્ટ થવાની સંભાવના રહેલી છે. તેમ છતાં તમારા વ્યવસાયમાં લાભ તથા જીવનસાથીનું પુર્ણ સુખ અને સહયોગ મળવાથી તમારું મનોબળ વધશે.
તુલા આર્થિક રાશિફળ : મોટી માત્રામાં આર્થિક લાભ થશે. પ્રિયજનો તરફથી તમને ઇચ્છિત સુખ અને સહયોગ મળશે. વેપારીઓ વ્યવસાયમાં વધારો કરવાની યોજનાઓ પુરી કરી શકશે. સાંજ થી લઈને રાત સુધીમાં શુભ કાર્યોમાં સામેલ થવાનો અવસર મળશે. ખાણીપીણી પર ખાસ ધ્યાન રાખવું નહિતર બંનેમાં મુશ્કેલી આવી શકે છે.
વૃશ્ચિક આર્થિક રાશિફળ : આજે તમે સંતાન પક્ષને લઈને ચિંતામાં રહેશો. સંતાનને શારીરિક પીડાને કારણે તમે પરેશાન થઈ શકો છો. સ્થાન પરિવર્તન થવાનો સંદર્ભ મજબુત રીતે સ્થાપિત કરવામાં આવશે. આજે આર્થિક લાભ થશે પરંતુ નફા કરતા વધારે ખર્ચાઓનાં કારણે ઉદાસી રહેશે. કામનાં ક્ષેત્રમાં શત્રુ પક્ષ તમારા પર હાવી થવાનો પ્રયત્ન કરશે, સાવધાન રહેવું.
ધન આર્થિક રાશિફળ : આજો દિવસ તમને શારીરિક અને આર્થિક શક્તિ આપશે. સારા ગુણો ધરાવતા લોકો સાથે વધેલા સંબંધનાં કારણે અધિકારીઓ તમારા પક્ષમાં રહેશે. ઉત્તમ માર્ગોથી પુરતી આવક થશે પરંતુ આવકનાં પ્રમાણમાં ખર્ચાઓ વધારે થશે. સાંજે તમને આધ્યાત્મિક કે ભગવાનનાં દર્શન કરવાનો અવસર મળશે.
મકર આર્થિક રાશિફળ : ભાઈ-બહેન અને બિઝનેસમાં સહયોગી સાથે વિવાદની સ્થિતિનાં કારણે તમારો આજે આખો દિવસ મુશ્કેલી વાળો રહેશે. આજે બિનજરૂરી વિવાદોથી તમે પરેશાન થઈ શકો છો. સાંજે સંપત્તિથી લાભ અને જીવનસાથી તરફથી સારો સહયોગ મળવાથી સંતોષ મળશે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સારો લાભ થવાની સંભાવના છે.
કુંભ આર્થિક રાશિફળ : આજે તમને બિઝનેસમાં સતત ફાયદો થવાની સંભાવના છે. કૌટુંબિક વ્યવસાયમાં પિતાનાં સંપર્કોથી તમને સારો લાભ થશે. ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છો તો કોઈ કારણથી પરેશાની થવાની સંભાવના છે. સાંજ થી લઈને રાત સુધીમાં નજીકની યાત્રા થવાની શક્યતા છે. લાંબાગાળાનું રોકાણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
મીન આર્થિક રાશિફળ : આજનાં દિવસે તમને આર્થિક લાભ થવાની સંભાવના રહેલી છે. માનસિક તણાવથી બચવા માટે ધીરજ અને વિનમ્રતાથી કામ કરો. જો તમે નોકરી કરી રહ્યાં છો તો આજે તમારા કામ અને અધિકારોમાં વધારો થઈ શકે છે, જેનાં કારણે તમારી આસપાસનાં અન્ય સહકર્મીઓમાં કડવાશ વધવાથી પરેશાની થઈ શકે છે પરંતુ તમારી કાર્ય કુશળતાથી તમે સાંજ સુધીમાં દરેક બાબતને સામાન્ય બનાવશો.