મેષ રાશિ
આજે જેમ-જેમ દિવસ પસાર થશે તેમ-તેમ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. ઓફિસનાં કામકાજમાં વધારે વ્યસ્તતાનાં કારણે તમારા જીવનસાથી સાથે તમારો સંબંધ તણાવપુર્ણ રહી શકે છે. તમારો જીવનસાથી દરરોજની જરૂરિયાતોને પુરી કરવાથી પાછળ રહી શકે છે, જેનાં લીધે તમારું મન ઉદાસ થવાની સંભાવનાં રહેલી છે. કોઈ આધ્યાત્મિક ગુરુ કે વડીલ તમારી મદદ કરી શકે છે. આજે તમારા ફસાયેલા પૈસા તમને પાછા મળશે અને તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવશે. વધારે પડતું કામ કરવાથી બચીને રહેવું કારણ કે તે માત્ર તમને તણાવ અને થાક જ આપશે. હસી-મજાકમાં કહેવામાં આવેલી વાતોને લઈને કોઈનાં પર શંકા કરવી નહિ.
વૃષભ રાશિ
આજે તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. આજે તમે કોઈ ઉત્સવ ઉજવવા માટે તૈયાર રહેશો. મિત્રો અને સંબંધીઓ ભેગા થઈને ખુબ જ મજા કરશે. વધારે પડતું કામ કરવાથી બચવું અને પુરતો આરામ કરવો. તમારા સંબંધને સમય આપો. કોઈપણ પ્રકારનાં વિવાદથી બચીને રહેવું. શિક્ષણનાં ક્ષેત્રમાં સફળતા મળવાનાં યોગ બની રહ્યા છે. વિરોધીઓ પરાસ્ત થશે. તમારા વ્યવસાયમાં આર્થિક તંગી રહેશે. પારિવારિક તણાવ ના લેવો. સાવધાની ના રાખવાથી પૈસા સંબંધિત નુકસાન સહન કરવું પડશે. સ્નેહનાં સંબંધોને જાળવી રાખવા માટે તમારે પરસ્પર સન્માન અને વિશ્વાસ રાખવાની જરૂર રહેશે. કામનું દબાણ અને પરિવારમાં મતભેદ તમારા તણાવનું કારણ બની શકે છે.
મિથુન રાશિ
આજનો દિવસ ખુબ જ ફળદાયી રહેશે. વ્યક્તિને જાણ્યા વગર પૈસાની લેવડદેવડ તમને નુકસાન કરાવી શકે છે. કોઈ સુંદર જગ્યાએ ફરવા જવાનાં યોગ બની રહ્યાં છે. આજે તમારી આવક અને તમારા વ્યવસાયમાં વધારો થવાનાં યોગ છે. કામમાં પણ ધીરજ રાખવાની કોશિશ કરવી. તમારા કામ માં વિલંબ થવાની સંભાવનાં છે. શત્રુ પક્ષ સામાન્ય રહેશે. માતાજીનું સ્વાસ્થય ખરાબ થઈ શકે છે. વાણીની મધુરતાથી બીજા લોકોનાં મન પર તમારી સકારાત્મક છાપ છોડી શકો છો. સંબંધીઓનું આગમન શુભ સમાચાર આપશે. વધારે ખર્ચાઓ થવાથી આર્થિક સ્થિતિ બગડી શકે છે. તમારા પરિવારિક જીવનમાં શાંતિ તથા ખુશહાલી રહેશે.
કર્ક રાશિ
આજે તમે લાગણીમાં આવી શકો છો. પ્રિયજનો સાથે મુલાકાત થશે. તમારા વિરોધીઓ પર તમે વિજય પ્રાપ્ત કરી શકશો. મધ્યાહન બાદ તમારી સ્થિતિમાં બદલાવ આવશે તથા માનસિક અને શારીરિક રૂપથી થોડી ચિંતાનો અનુભવ કરશો. વ્યવસાયી, ખાસ રીતે જેમને નાનો-મોટો વ્યવસાય છે, આજે કદાચ તેમણે પોતાનાં કર્મચારીઓને લઈને થોડી પરેશાનીઓનો સામનો કરવો પડશે. આવક વધવાનાં પ્રયાસમાં તમને જરૂર સફળતા મળશે. નવા કાર્યનો પ્રારંભ કરવા માટે આજનો દિવસ શુભ છે. ભાગદોડ કરવા છતાં તમારું સ્વાસ્થ્ય સંપુર્ણ રીતે દુરસ્ત રહેશે. સાવધાન રહો કારણ કે કોઈ તમારી છબીને બગાડવાની કોશિશ કરી શકે છે.
સિંહ રાશિ
તમારું જ્ઞાન અને તમારી મજાક-મસ્તી ચારેય તરફ લોકોને પ્રભાવિત કરશે. આજે તમારી આવકને વધારે સારી બનવવા માટે પ્રયાસ કરતાં રહો. આ દિશામાં તમને સારી સફળતા પ્રાપ્ત થશે. તમે જોશો કે તમારા દ્વારા લીધેલા નિર્ણય સફળ સાબિત થઈ શકે છે, જેનાથી તમારી પ્રસન્નતામાં વધારો થશે. તમારી ખાણીપીણી પર વધારે ધ્યાન આપવાની જરૂર રહેશે અને તમારી બેદરકારીનાં લીધે તમને પરેશાની થઈ શકે છે. એવું કંઈપણ કરવાથી બચવું જેના લીધે તમારે આખું જીવન પસ્તાવું ના પડે. સંબંધોમાં સુધારો થવાનાં યોગ બની રહ્યા છે. બધાનું સન્માન કરો. તમારા માટે અમુક નિર્ણયમાં સત્યતા હોય શકે છે. નવા બિઝનેસ માટે કરવામાં આવેલી પ્રયત્નો પણ સફળ થવાનાં યોગ છે.
કન્યા રાશિ
આજે તમે નોકરી તથા વ્યવસાયમાં પરિશ્રમથી સફળતા પ્રાપ્ત કરશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમે કોઈ ધાર્મિક કે સામાજિક ઉત્સવમાં સામેલ થઈ શકો છો. કોઈ મહિલા માટે આકર્ષણનું કેન્દ્ર બની શકો છો. કુંવારા લોકો માટે લગ્નનાં પ્રસ્તાવ આવી શકે છે. સાવધાની રાખો. પ્રેમ સંબંધોમાં સ્થિરતા આવી શકે છે. કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ સારો છે. ખુશી તથા ઉત્સાહની ભાવના તમારા મનમાં રહેશે. આત્મ વિશ્લેષણ તથા સાંસારિક વાતો માટે પોતાનાં મનને અનુશાસન આપવાથી તમને તણાવ કે ચિંતામાંથી બહાર આવવામાં મદદ મળશે.
તુલા રાશિ
આજે નકારાત્મક માનસિકતા સાથે વર્તન ના કરવાની તમને સલાહ આપવામાં આવે છે. તમારા ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. કાયદાકીય અડચણો દુર થશે. જીવનસાથીનો સહયોગ મળશે. દુષ્ટ લોકો નુકસાન પહોંચાડી શકે છે, ધ્યાન રાખવું. આજનો દિવસ સારો રહેશે. વેપાર કરતા લોકો મોટી ડીલ કરશે. આજે તમે તમારા બિઝનેસમાં કંઈક નવું કરવાની યોજનાઓ બનાવી શકો છો. તમારી યોજનાઓને વડીલો અને ભાઈઓનો સહયોગ મળશે. તમે આયોજનબદ્ધ રીતે આગળ વધશો. સફળતા જરૂર મળશે. તમારી કામગીરીમાં સુધારો થશે. નિર્ધારિત કાર્ય પુર્ણ ના થવાના કારણે તમે ખુબ જ નિરાશ થશો.
વૃશ્ચિક રાશિ
લાંબા ગાળાનાં આર્થિક આયોજન માટે આજનો દિવસ અનુકુળ રહેશે. આજે તમે તમારા જીવનસાથી સાથે દરેક સુખ મેળવી શકશો. આજે અસ્પષ્ટ અને અનૈતિક વર્તન તમને મુશ્કેલીમાં મુકી શકે છે. તમે સામાજિક કાર્ય માટે બહાર જશો અથવા પરિવાર સાથે પ્રવાસ પર જશો અને આનંદમાં સમય પસાર કરશો. આજનો દિવસ દરેક ક્ષેત્રમાં લાભદાયી રહેશે. કામકાજમાં સુધારો થશે. તમારે પ્રિયજનો અને મિત્રોને મળવું પડશે. પ્રિયજનો સાથે મુલાકાત રોમાંચક રહેશે. કેટલાક લોકોને પરિવારનાં સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. ઉતાવળમાં કામ બગડશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે.
ધન રાશિ
આજે માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. સંતાન અંગે ચિંતત રહી શકો છો. દુષ્ટ લોકો તમને નુકસાન પહોંચાડવાનાં પ્રયાસ કરશે તેથી કોઈની સાથે વાદવિવાદમાં પડવું નહિ. સમસ્યાને યોગ્ય રીતે અને અસરકારક રીતે હલ કરવી શક્ય છે. અધુરા કાર્યો પુરા થશે. રચનાત્મક કાર્યનો લાભ મળશે. પારિવારિક અને અંગત જીવનમાં ઉથલ-પાથલ થઈ શકે છે. જોકે સમજી-વિચારીને નિર્ણય લેશો તો પડકારો સામે લડી શકશો. વિચારશીલ વર્તન તમને ઘણી દુષ્ટતાઓથી બચાવશે. તમારું વર્તન તમને ખોટા સાબિત કરશે. શારીરિક પીડા તમને સ્વસ્થ રાખશે.
મકર રાશિ
આજે તમારા કામ મોડા પુરા થશે. તમે વધારે મહેનત કરશો પરંતુ તમને ઓછું ફળ મળશે. પારિવારિક કાર્યક્રમોમાં ભાગ લેશો. જીવનસાથી સાથે ગેરસમજણના કારણે વિવાદ થઈ શકે છે. સમાજમાં સારું સ્થાન મેળવી શકશો. સામાજિક કાર્યોમાં ભાગ લેવા માટે જવું પડશે. વડીલો અને મિત્રોનો સહયોગ મળશે. મિત્ર વર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થશે. નોકરી-ધંધામાં આવકમાં વધારો થવાનાં યોગ છે. આજે કેટલીક છુપી વાતો પણ તમારી સામે આવી શકે છે. નોકરીમાં તમને વધારાની જવાબદારી મળી શકે છે. ખુબ જ મહેનત કરવી પડશે. શારીરિક બિમારીઓ અને માનસિક ચિંતા રહેશે.
કુંભ રાશિ
આજે આખો દિવસ મોજ-મસ્તીમાં પસાર થશે. કંઈક રસપ્રદ વાંચીને માઇન્ડફુલ કસરત કરો. આકસ્મિક ધન ની પ્રાપ્તિ થઈ શકે છે. તમારે જમીન, સ્થાવર મિલ્કત અથવા સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર રહેશે. હતાશ ના થવું. ધર્મમાં આસ્થા વધશે. અચાનક લાભ થવાથી મન પ્રશ્ન થશે. મિત્રોનાં અભિપ્રાયોને અવગણશો નહી. ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કરો અને ફક્ત જરૂરી વસ્તુઓ જ ખરીદો. આજે પોતાનાં પર ધીરજ રાખવી નહિતર આજે તમને પાર્ટનર પાસેથી કંઈક સાંભળવા મળી શકે છે, જે તમારા માટે યોગ્ય નહીં હોય.
મીન રાશિ
આજે તમે આનંદનો અનુભવ કરશો. મોટા પ્રોપર્ટીની ડીલ થી મોટો ફાયદો થઈ શકે છે. એવા લોકો સાથે જોડાવાથી બચવું કે જે તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. જુની જવાબદારીઓનું સમાધાન થઈ શકે છે. તમે વિશ્વસનીય લોકો પાસેથી સમયસર યોગ્ય સલાહ અને મદદ મેળવી શકો છો. અભ્યાસમાં રસ ધરાવશો. બિઝનેસનાં કામથી યાત્રા થઈ શકે છે. ધીરજ રાખવી અને તમારા માટે કોઈ સારું કામ પણ કરશો. વિચારેલા દરેક કામ પુરા કરવાના પ્રયાસ કરો. પાડોશીઓ અને ભાઈ-બહેન સાથેનાં સંબંધો સૌહાર્દપુર્ણ રહેશે. નિર્ધારિત કાર્યો પુરા થશે. ભાગ્યમાં વધારો કરવાની તક મળશે. પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપીને ખુશ થશો.