આજનું રાશિફળ ૦૩ ડિસેમ્બર ૨૦૨૨ : શનિદેવનાં આશીર્વાદથી આ ૬ રાશિ વાળા લોકોને જીવનનાં તમામ કષ્ટોમાંથી મળશે છુટકારો

Posted by

મેષ રાશિ

મેષ રાશિ વાળા લોકોનો આજનો દિવસ ખુબ જ ભાગ્યશાળી રહેવાનો છે. તમારા જે પણ કામ અધુરા છે, તે સફળતાપુર્વક પુરા થશે. તમને ઘણા સ્થાનમાંથી ધન પ્રાપ્તિ થવાનાં યોગ બની રહ્યા છે. આજનો દિવસ તમારા માટે ખુબ જ શુભ રહેવાનો છે. જે લોકોનાં લગ્ન નથી થયા તે લોકોને લગ્નનો સારો પ્રસ્તાવ મળી શકે છે. પરિવારમાં નાની-નાની વાતો પર વિવાદ થઈ શકે છે. આજે તમારા નજીકનાં કોઈ વ્યક્તિના આગમનનાં કારણે તમારા ઘરમાં ખુશીનો માહોલ રહેશે. આજે સ્વજનો સાથે કોઈ વ્યવહાર કરવાનો હોય તો સમજી વિચારીને કરવો કારણ કે આવું કરવાથી ગેરસમજણ ઉભી થઈ શકે છે. પતિ-પત્નિ વચ્ચે નાના-મોટા ઝઘડા થઈ શકે છે પરંતુ પ્રેમ તો રહેશે જ.

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા લોકોને આજનાં દિવસે સકારાત્મક ફળ પ્રાપ્ત થશે. હવે તમારો સમય ખુબ જ શુભ રહેવાનો છે. તમારી સ્વાસ્થ્ય સંબંધિત બધી જ સમસ્યાઓ દુર થશે. જો તમે કોઈ નવા કામ ની શરૂઆત કરવા માંગો છો તો તમે નવા વર્ષથી કરી શકો છો. તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. આજે પરિવારમાં હાસ્ય અને મજાક-મસ્તીની સ્થિતિ જોવા મળશે. તમામ સભ્યોમાં ખુશ નજર આવશે. તમારે પારિવારિક વ્યવસ્થા તેમજ વ્યક્તિગત કાર્યો અંગે જાગૃત રહો. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ વધારે પડતી ભાગદોડનાં લીધે તમને શારીરિક થાક લાગી શકે છે. જોકે ઘરનાં કોઈ સભ્યનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા લોકોનો આજનો દિવસ ધન, વ્યવસાય, લવ, મેરેજ, અભ્યાસ તમામ વસ્તુઓ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થવાનો છે. તેમનાં જીવનમાં ઘણા બધા મોટા બદલાવ આવશે. તમને અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે છે. તમારા જીવનમાંથી ધન  સંબંધિત પરેશાનીઓ દુર થશે. જો તમે વિદેશમાં શિક્ષણ ગ્રહણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા યોગ બની રહ્યા છે. તમારા પરિવારમાં કોઈ જુની વાતને લઈને ઝઘડો થવાથી વિવાદ વધી શકે છે. સાથે જ તમને સલાહ આપવામાં આવે છે કે આજે કોઈપણ અજાણ્યા વ્યક્તિને મળતી વખતે ખાસ સાવધાની રાખવી જરૂરી રહેશે. વળી આજે તમારા પારિવારિક તણાવની અસર તમારા વ્યવસાય પર જોવા મળી શકે છે.

કર્ક રાશિ

આજે કર્ક રાશિ વાળા લોકોનાં સુખ સાધનોમાં વધારો થશે. તમારા અધુરા કામ સફળતાપુર્વક પુરા થશે. તમને નવું વાહન અને મકાનનું સુખ પ્રાપ્ત થઈ શકે છે. તમારી માતાનાં સ્વાસ્થ્યમાં સુધારો આવશે. નવા વર્ષમાં તમારા માટે ખુબ જ શુભ સમય આવવાનો છે. તમને તમારા નસીબનો પુરો સાથ મળશે. પરણિત સંબંધોમાં મધુરતા આવશે અને પરસ્પર એકબીજાની નજીક આવશો. આજે પરિવારનાં સભ્યોનાં કામમાં વધારે દખલગીરી કરવી નહિ. આવું કરવાથી તેઓ ગુસ્સે થઈ શકે છે. આજે તમે તમારા બાળક તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. આજે માનસિક તણાવ વધી શકે છે. એટલું જ નહીં આજે ડાયાબિટીસથી પ્રભાવિત દર્દીઓને તકલીફ પડી શકે છે તેથી તમારા આહાર પર ધ્યાન આપવું.

સિંહ રાશિ

સિંહ રાશિ વાળા લોકોનો આજનો દિવસ શુભ રહેશે. જો તમે વિદેશમાં અભ્યાસ કરવા માંગો છો તો તમારા માટે આજનો દિવસ અનુકુળ રહેશે. આજે તમને ધન, વૈભવ અને અભ્યાસનાં ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થશે. તમારા ફસાયેલા પૈસા તમને પરત પ્રાપ્ત થશે. પરિવારમાં નાની નાની વાતોને લઈને વિવાદ વધી શકે છે. આજે તમને સંતાન સંબંધીત કોઈ સારા સમાચાર મળી શકે છે, જેનાથી તમારું મન ખુબ જ ખુશ થઈ જશે, એટલું જ નહીં આજે તમારા પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ પણ થઈ શકે છે. આજે તમને કમરમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે. ભુજંગ આસન કરવાથી લાભ થશે.

કન્યા રાશિ

આજે કન્યા રાશિ વાળા લોકોની ધન સંબંધિત તમામ પરેશાનીઓ દુર થશે. આજથી તમારા ઘરમાં પૈસાનો વરસાદ થશે. તમારા ફસાયેલા પૈસા તમને પાછા મળી શકે છે. આજથી તમારા જીવનમાં સારા યોગ બની રહ્યા છે. આજે તમારા પરિવારમાં વાદ-વિવાદની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. વળી આજે તમને પરિવારનાં સભ્યોમાં પરસ્પર મતભેદ પણ વધતા જોવા મળશે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ શોધશો તો પરિવારમાં દરેક લોકોને રાહત મળશે. આજે અપચો/કબજિયાત વગેરે સમસ્યાઓ તમારી પરેશાનીનું કારણ બની શકે છે. તમારી ખાણીપીણીની ટેવમાં સુધારો કરવો.

તુલા રાશિ

આજે તુલા રાશિ વાળા લોકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમારી આવકનાં સ્ત્રોત વધશે પરંતુ તમારી પાસે પૈસા નહીં ટકે. તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવા પડી શકે છે. તમારા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળશે અને તમામ સભ્યો એકબીજાને સહયોગ આપશે. ઘરનાં વૃદ્ધ લોકો સાથે વાદ-વિવાદમાં ના પડવું અને તેમનો અભિપ્રાય સાંભળવો તમારા માટે ઉપયોગી સાબિત થશે. શુભ કાર્યમાં આજની સાંજ સ્નેહીજનો સાથે આનંદમાં પસાર થશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ વાળા લોકોને આર્થિક લાભ મળવાનો છે. કોર્ટનાં કેસમાં નિર્ણય તમારી ફેવરમાં આવશે. તમારા પરિવારમાં સુખ-શાંતિ રહેશે. તમને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના રહેલી છે. તમારો આવનારો સમય તમને ખુબ જ શુભ ફળ આપનાર સાબિત થશે. પરિવારમાં કંઇક ને કંઇક મનોરંજન માટે ચાલતું રહેશે. પ્રિયજનો અને મિત્રો સાથે પાર્ટી પણ થઈ શકે છે. મહેમાનો કેટલાક લાંબુ રોકાવા માંગશે જેનાં લીધે તમારા ઘરનું કામકાજ થોડું વધશે. સાંજે તમે ધાર્મિક સ્થળ પર જશો અને ત્યાં થોડો સમય પસાર કરશો.

ધન રાશિ

આજે ધન રાશિ વાળા લોકોને ઘરની જમીન કે સંપત્તિમાં લાભ થશે. જે લોકો વેપારી છે, તેમને વેપારમાં મોટો ધન લાભ થવાની સંભાવના રહેલી છે. હાલનાં સમયમાં ધન રાશિ વાળા લોકો પર શનિની સાડાસાતી ચાલી રહી છે પરંતુ તમારી રાશિનો સ્વામી લાભકારી સ્થાન પર માર્ગી થઈ ગયો છે તેથી આવનારા સમયમાં તમને ઘણો લાભ મળવાનો છે. પતિ-પત્નિ વચ્ચે વિવાદ થઈ શકે છે. ઘરની સુખ-શાંતિ માટે ક્રોધ પર નિયંત્રણ રાખવું. સંતાનનાં લગ્નનો પ્રસંગ મજબુત અને અંતિમ સ્વરૂપ ધારણ કરી શકે છે. તમારી માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઘરની જરૂરી વસ્તુઓની ખરીદીમાં સાંજ સુધીનો સમય પસાર થશે.

મકર રાશિ

આજે તમને ઓછી મહેનતમાં વધારે સફળતા મળશે. નોકરીયાત લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે.. તમને તમારી મહેનતનું ફળ ખુબ જ જલ્દી મળવાનું છે. પતિ-પત્નિનાં સંબંધોમાં પ્રેમ અને નિકટતા વધશે અને સાથ પણ મળશે. આજે સંતાન પક્ષ તરફથી તમને સારા સમાચાર મળશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. માંગલિક કાર્યોનું આયોજન પણ સ્થાનિક સ્તરે થઈ શકે છે. આજે તમે સાંજનો સમય પરિવારનાં સભ્યો સાથે પસાર કરવાનું પસંદ કરશો.

કુંભ રાશિ

આજે કુંભ રાશિ વાળા લોકોનાં જીવનની પૈસા સંબધિત તમામ સમસ્યાઓ દુર થશે અને તમે કરોડપતિ પણ બની શકો છો. તમારું પૈસાથી ભરેલું જ રહેશે. કોઈ બહારી વ્યક્તિનાં હસ્તક્ષેપનાં કારણે તમારા પરિવારમાં વિવાદની ઉત્પન્ન થઈ બની શકે છે. મિત્રોની મદદથી તમને ઘરના જુના અધુરા કામ કરવાની તક પણ મળશે. આજે પુણ્ય કાર્યો પાછળ થોડો ખર્ચ વધારે થઈ શકે છે. આજનો સાંજનો સમય પરિવારનાં સભ્યો સાથે પસાર કરશો.

મીન રાશિ

મીન રાશિ વાળા લોકોનો સમય તણાવ સાથે પસાર થઈ રહ્યો હતો પરંતુ હવે તમારી બધી જ ચિંતાઓ દુર થશે અને સમાજમાં તમારું માન-સન્માન વધશે. તમારું નસીબ તમને ભરપુર સાથ આપશે. તમારા જીવનમાંથી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દુર થશે. તમારી આર્થિક સ્થિતિ મજબુત થશે. તમારા લગ્નજીવનમાં વિવાદ અને ઝઘડાની સ્થિતિ વધશે. કોઈ નજીકનાં મિત્રની સલાહ અને સહયોગથી તમે તમારા કામને પુરું કરી શકો છો તેથી સમયનો ફાયદો ઉઠાવી શકો છો. તમારે ઘરની કેટલીક જરૂરી વસ્તુઓની ખરીદી કરવી પડી શકે છે. તમારા ખિસ્સાનું ખાસ ધ્યાન રાખવું.