આજનું રાશિફળ ૨૮ નવેમ્બર ૨૦૨૨ : આજે આ રાશિ વાળા લોકો પર મહાદેવની વિશેષ કૃપા થશે, ધન પ્રાપ્તિનું બોનસ પણ મળશે

Posted by

મેષ રાશિ

મેષ રાશિ વાળ લોકો માટે આજનો દિવસ અનેક બાબતોમાં ખુબ જ ખુશહાલ રહેશે. આજે તમને બિઝનેસમાં સારા પરિણામ મળી શકે છે. બિઝનેસમાં સારી એક્ટિવિટીનાં કારણે તમારા વેચાણમાં વધારો જોવા મળશે. સોના-ચાંદીની જ્વેલરી સાથે કૃત્રિમ જ્વેલરીનાં વેચાણમાં પણ તેજી જોવા મળશે. નોકરિ કરતી મહિલાઓનું કામનું પ્રદર્શન સારું રહેશે. સાથે જ આજે જમીન કે મકાન સંબંધિત કામ પણ પુરી સાવધાનીથી કરવા.

વૃષભ રાશિ

નક્ષત્રોની ચાલ મુજબ વૃષભ રાશિ વાળા લોકો માટે આજનો દિવસ વેપારમાં મુશ્કેલી વાળો રહેશે. આજે બિઝનેસમાં કોઈ પાર્ટી કે ગ્રાહક સાથે વિવાદ થવાની શક્યતા છે. શક્ય તેટલી વહેલી તકે વિવાદોનો ઉકેલ લાવવો નહિતર માનસિક તણાવ વધી શકે છે. આજે કેટલીક મહત્વની વસ્તુઓની ખરીદીમાં તમારા પૈસા ખર્ચ થઈ શકે છે. તમે સામાજિક કાર્યમાં વ્યસ્ત રહેશો. આર્થિક લેવડ-દેવડમાં આજે કોઈપણ પ્રકારની બેદરકારી રાખવી નહિ. આયાત-નિકાસને લગતા વ્યવસાય કરનારા લોકો સફળતા પ્રાપ્ત કરી શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિ વાળા વેપારી વર્ગનાં લોકો માટે આજનો દિવસ ઉત્તમ રહેવાનો છે. આજે તમને બિઝનેસમાં સારા પરિણામ મળશે પરંતુ સાથે જ તમારે ભાગદોડ વધારે કરવી પડી શકે છે. બિઝનેસમાં જમીન, ફ્લેટ, ઘર અને દુકાન સાથે જોડાયેલા કોઈપણ સોદા વિશે કોઈપણ વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી શકે છે. નોકરી વ્યવસાયમાં ઓફિસમાં સારું વાતાવરણ રહેશે અને કામ પણ સરળતાથી પુરા થતાં રહેશે. આજે નોકરિયાત લોકોનો ટાર્ગેટ પુરો થઈ શકે છે, જેનાં કારણે અધિકારીઓ દ્વારા તમારી પ્રશંસા થશે.

સિંહ રાશિ

સિંહ રાશિ વાળા લોકો માટે આજનો દિવસ બિઝનેસમાં બદલાવ લાવનાર સાબિત થઈ શકે છે. વ્યવસાયમાં કેટલાક કર્મચારીઓનાં વિભાગો બદલી શકે છે. કેટલીક મહિલા કર્મચારીઓની ભરતી પણ થઈ શકે છે. આજે બિઝનેસ સાથે જોડાયેલી યોજનાઓ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નોકરિયાત વર્ગમાં બદલી થવાની શક્યતા વધારે છે. ઓફિસનાં કામથી નાની યાત્રા પણ થઈ શકે છે. અત્યારે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખજો નહીંતર તમારું બજેટ બગડી શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિ વાળા લોકો માટે આજનો દિવસ વેપારમાં ધન સંબંધીત તણાવ લાવનાર રહેશે. બિઝનેસમાં કામની ગતિ ધીમી રહેશે. વેપારીઓ તરફથી જુની ચુકવણી પરત કરવા પર ભાર મુકવામાં આવશે. કેટલીક પાર્ટીઓનું પેમેન્ટ ના મળવાથી માનસિક તણાવ વધશે. નોકરિયાતવર્ગમાં વિવાદથી બચવું. વિપરીત લિંગની વ્યક્તિઓ સાથે વાતચીત દરમિયાન માન-સન્માનનું ધ્યાન રાખવું. આજે અધિકારીઓ તમારાથી નિરાશ થઈ શકે છે.

તુલા રાશિ

આ અઠવાડિયે તુલા રાશિ વાળા લોકોનાં ભાગ્યમાં લાભ સાથે ખર્ચાઓનો યોગ પણ બની રહ્યો છે. અઠવાડિયાની શરૂઆતમાં તમે કેટલીક વાતોને લઈને ગુંચવાઈ શકો છો. એટલું જ નહી આજે કોઈ મહત્વપુર્ણ કામ અટવાય જવાનાં કારણે તમે મુશ્કેલી અનુભવશો પરંતુ અઠવાડિયાનાં ઉત્તરાર્ધમાં તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે. વેપારમાં અઠવાડિયાનાં અંતમાં લાભની સારી તક મળશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ વાળા લોકો માટે નવેમ્બરનું છેલ્લું અઠવાડિયું મિશ્રિત અનુભવ આપશે. જોકે આજે તમારે વ્યવસાય અને નોકરીમાં ખુબ જ કાળજીપુર્વક કામ કરવાની જરૂર રહેશે. અત્યારે તમારે જોખ વાળા કામથી તમારે દુર રહેવાની જરૂર રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં કોઈપણ પ્રકારની બેદરકારી રાખવી નહિ નહિંતર તમારું દુઃખ વધી શકે છે. જો તમને થોડી સમસ્યા હોય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવઓ. આજે તમારા ખર્ચાઓ વધારે થવાના છે તેથી તમારે તમારા બજેટ પર વધારે ધ્યાન આપવાની જરૂર રહેશે. હકિકતમાં આજે તમે કપડાની ખરીદી અને અન્ય શોખની વસ્તુઓ પર પૈસા ખર્ચ કરશો. આજે બાળકો સાથે તમારે સારો તાલમેલ રહેશે. તમને તમારા જીવનસાથીનો સહયોગ પણ મળશે. દિવસનાં અંતે કોઈ મિત્ર કે સંબંધી સાથે મુલાકાત થઈ શકે છે. લગ્ન કે સમારોહમાં હાજરી આપવાની પણ શક્યતા છે.

ધન રાશિ

ધન રાશિ વાળા લોકો માટે આજનો દિવસ ખુબ જ સુખદ રહેવાનો છે. આજે તમે તમારા ભવિષ્યને લઈને ખુબ જ ગંભીર દેખાશો. આજે તમે અગાઉનાં કામ અને ભવિષ્યની યોજનાઓ પર વિચાર-વિમર્શ કરશો. નોકરિયાત લોકો પર આજે ટાર્ગેટ પુરો કરવા માટે દબાણ રહી શકે છે. તમારા લક્ષ્યને પહોંચી વળવા માટે તમે ટીમ સાથે બેઠક પણ કરી શકો છો. જોકે વેપારી વર્ગના લોકો માટે આજનો દિવસ ખુબ જ લાભદાયક રહેવાનો છે. સંતોષજનક કમાણીથી રાહત અનુભવશો. જોકે આજે તમને ખર્ચાઓમાંથી થોડી રાહત મળી શકે છે. આજે ઘણા અસામાન્ય ખર્ચાઓ પણ તમને મુંઝવણમાં મુકી શકે છે. આજે તમને સલાહ આપવામાં આવે છે કે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાથી બચવું.

મકર રાશિ

આજે મકર રાશિ વાળ લોકોએ આર્થિક બાબતોમાં ધ્યાનથી વિચારવાની જરૂર રહેશે કારણ કે આયોજન કરતાં વધારે ખર્ચાઓ થવાનાં લીધે તમારું બજેટ બગડી શકે છે. જોકે પૈસાની દ્રષ્ટિએ આજનો દિવસ થોડો ચિંતાજનક રહી શકે છે. હકિકતમાં આ અઠવાડિયે તમે ઉધાર આપેલા પૈસા ક્યાંક ફસાઈ શકે છે. આ સિવાય જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમને લોન લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે. વ્યવસાયની દ્રષ્ટિએ મકર રાશિ વાળા લોકોને આજનો દિવસ થોડું ટેન્શન આપી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે આજનો દિવસ સામાન્ય રહેશે પરંતુ ખોરાક અને જીવનશૈલી પર ધ્યાન આપવું કારણ કે જે લોકો બિમાર છે, તેઓની સમસ્યાઓમાં વધારો થઈ શકે છે. આજે વિદ્યાર્થીઓનું મન થોડું વિચલિત થઈ જશે. અભ્યાસમાં એકાગ્રતાનો અભાવ રહેશે. જે લોકો લોન લેવા અથવા લોન ચુકવવા માંગતા હોય તેમનાં પ્રયત્નો સફળ થશે.

કુંભ રાશિ

આજનો દિવસ કુંભ રાશિ વાળા લોકો માટે ખુબ જ ખાટી-મીઠી યાદો લઈને આવશે. આજનાં દિવસની શરૂઆતમાં ખાસ કરીને સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા મહત્વપુર્ણ કાર્યો પુરા કરવા યોગ્ય રહેશે નહિતર બાદમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. નોકરી-ધંધામાં બુદ્ધિ અને કાર્યક્ષમતાનો લાભ મળશે. વળી આજે તમને અધિકારી વર્ગનાં લોકોનો સારો સહયોગ મળશે. તેથી તમને તમારા અધિકારીઓ સાથે તાલમેલ જાળવી રાખવાની સલાહ આપવામાં આવે છે. પારિવારિક જીવનની દ્રષ્ટિએ આજનો દિવસ મિશ્રિત રહેશે. તમને કોઈ શુભ કાર્ય અથવા પ્રસંગમાં ભાગ લેવાની તક મળી શકે છે. એટલું જ નહીં, આજે તમારા પૈસા પણ ખુબ ખર્ચ થઈ શકે છે. હકિકતમાં તમે તમારા જીવનસાથીને ખરીદી પર લઈ જઈ શકો છો. સંતાન પક્ષ તરફથી તમને સુખ મળશે. લવ લાઇફ તમારી રોમેન્ટિક રહેશે. ખાસ કરીને આજનાં દિવસનો અંત રોમાંચક રહેશે.

મીન રાશિ

મીન રાશિ વાળા લોકો માટે આજનો દિવસ અનેક બાબતોમાં લાભદાયી સાબિત થશે. આજે તમને થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી રાહત મળશે. આજે ધંધામાં તેજીનાં કારણે આ રાશિ વાળા લોકોની કમાણીમાં વધારો થશે. બૌદ્ધિક કાર્ય સાથે સંકળાયેલા આ રાશિ વાળા લોકોને તેમના કાર્યક્ષેત્રમાં આગળ વધવાની તક મળશે. આર્થિક મામલે આજનો દિવસ તમારા માટે ખુબ જ ફાયદાકારક રહેશે. આજે આર્થિક બાબતોમાં તમે જે પણ પ્રયત્નો કરશો તે બધામાં તમને સફળતા મળશે. આજે તમારા પારિવારિક જીવનમાં જીવનસાથીનો તમને સંપુર્ણ સહયોગ મળશે. તમને મિત્રોનો જરૂરી ટેકો પણ મળશે અને લોકો સાથે તમારો સંપર્ક વધશે. ભુતકાળમાં કરવામાં આવેલા રોકાણથી પણ તમને ફાયદો થશે. જે લોકો વાહન ખરીદવાની કોશિશ કરી રહ્યા છે, તેમની તે ઈચ્છા આજે પુરી થઈ શકે છે. આજે તમે કોઈ ટ્રિપ પર પણ જઈ શકો છો. દિવસનાં અંતે તમારા પર કેટલાક ખર્ચાઓ પણ આવી શકે છે.