મેષ રાશિ
આજે ભાગીદારીમાં કરવામાં આવેલા કામ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. લોકોની દખલગીરી તમારા લગ્નજીવનમાં પરેશાનીઓ ઉભી કરી શકે છે પરંતુ તમારે શાંત રહેવું તમારા માટે ફાયદામાં રહેશે. કોઈ મિત્ર તમારી સહનશક્તિ અને સમજણશક્તિની પરીક્ષા લઈ શકે છે. ભાઈ-બહેન વચ્ચે પ્રેમ વધશે. બપોર બાદ તમારી ચિંતામાં વધારો અને ઉત્સાહ ઓછો થઈ શકે છે. સંવેદનશીલતામાં વધારો થશે. મિત્રો સાથે પ્રવાસનું આયોજન કરી શકશો અને સાથે જ આર્થિક બાબતમાં પણ કાર્ય કરશો. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. તમે તમારા પ્રિય દ્વારા કહેલી વાતો પ્રત્યે સંવેદનશીલ થશો. બહેનનો સ્નેહ તમને પ્રોત્સાહન આપશે.
વૃષભ રાશિ
આજે તમે કોઈ ખાસ વ્યક્તિને મળી શકો છો. તમારા માન-સન્માનમાં વધારો થશે. ઘણા સારા અવસર તમારી રાહ જોઈ રહ્યા છે પરંતુ તમારે તેના માટે સંપુર્ણ રીતે સમર્પિત રહેવનાઈ કોશિશ કરવી પડશે, જે હાલનાં સમયમાં તમારા માટે થોડી મુશ્કેલ લાગી રહી છે. સહકર્મી સાથે વાતમાં મધુરતા લાવવી. આજનો દિવસ તમારા માટે પ્રગતિશીલ રહી શકે છે. સંભવ હોય તો નવા કાર્ય બપોર પહેલા જ સંપન્ન કરી લો. સમય તમારા આત્મ-વિશ્વાસમાં વધારાના સંકેત આપી રહ્યો છે. તમારા માન-સન્માનમાં વધારો થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન થવાની સંભાવના રહેલી છે. કોઈ મોટા કામ તરફ અગ્રેસર થશો. નવા સંપર્કનો લાભ મળશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે.
મિથુન રાશિ
આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સાથે જ સામાજિક વર્ચસ્વમાં વધારો થશે. આજે તમારા પરિવારનાં લોકો તમારાથી ખુશ રહેશે અને ઘરમાં સુખ-શાંતિ રહેશે. વિવાદને પ્રોત્સાહન ના આપવું. તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચી શકે છે. શારીરિક કષ્ટ સંભવ છે. નવી યોજનાઓ બનશે. તમારે પોતાના પર નિયંત્રણ રાખવું. વધારે ક્રોધિત ના થવું નહિતર તેનાથી તમારા કામ બગડી શકે છે. આર્થિક તંગીથી પરેશાન રહેશો. આજે તમારી કાર્યક્ષમતા વધશે અને તેનાથી તમારા સંબંધમાં ટેન્શન ઓછું થશે. આવક વધારવાની કોઈ નવી રીત તમારા મગજમાં આવી શકે છે. અમુક મહત્વપુર્ણ જવાબદારી પણ તમને મળી શકે છે.
કર્ક રાશિ
આજે તમારી આર્થિક ચિંતા હલ થવાની સંભાવના રહેલી છે. એવા લોકો સાથે જોડાવાથી બચવું, જે તમારી પ્રતિષ્ઠાને આઘાત પહોંચાડી શકે છે. જુના મિત્રો સાથે મતભેદ દુર થશે. ધર્મ-કર્મ પ્રત્યે આસ્થા વધશે. બૌદ્ધિક કાર્યથી લાભ થશે. તમારે ચિંતા મુક્ત થઈને તમારા નજીકના મિત્રો અને પરિવાર વચ્ચે ખુશીનો સમય શોધવાની જરૂરિયાત રહેશે. અશ્વસ્થતા તમારા પર હાવી રહેશે. ધીરજ તથા વિવેકનો સાથ જાળવી રાખવો પડશે. અમુક આર્થિક અને પારિવારિક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે. પરિવર્તનની આકાંક્ષા પણ રહેશે અને વધારે ઉત્સાહ અને તત્પરતાથી કાર્યમાં વિઘ્નો ઉત્પન્ન થઈ શકે છે.
સિંહ રાશિ
આજે તમારે સાવધાન રહેવાની જરૂરિયાત રહેશે. તમે તમારા પ્રિયના વર્તનને લઈને વધારે સંવેદનશીલ રહેશો. અપુર્ણ કાર્ય પુર્ણ થશે. મિત્રો, સ્નેહીજનો તરફથી ઉપહાર મળશે. વ્યવસાયનાં ક્ષેત્રમાં નવા સંપર્કથી ભવિષ્યમાં લાભ થવાની સંભાવના નજર આવી રહી છે. આજે તમને હળવા દુખાવાની ફરિયાદ રહી શકે છે એટલા માટે તમારા માટે તે સમય સારો રહેશે જ્યારે તમે બહાર જઈને તાજી હવા અને વ્યાયામનો લાભ ઉઠાવી શકો છો. રોજગારમાં તમારા વખાણ થશે. આજે દરેક લોકો તમારી પ્રશંસા કરશે, જે હંમેશાથી તમે સાંભળવા માંગતા હતાં. પાડોશી અને ભાઈબંધો સાથે તમારા સંબંધ સૌહાર્દપુર્ણ રહેશે. નિર્ધારિત દરેક કામ પુરા થશે.
કન્યા રાશિ
આજે ઉન્નતિનાં માર્ગ પ્રશસ્ત થશે. નવી યોજનાઓ આકર્ષક રહેશે અને સારી આવકનો માર્ગ સાબિત થશે. યાત્રાથી તરત લાભ તો નહીં થાય પરંતુ તેનાં કારણે સારા ભવિષ્યની પાયો જરૂર રાખવામાં આવશે. શારીરિક અને માનસિક રૂપથી તમે પોતાને તંદુરસ્ત મહેસુસ કરશો. લાગણીનાં પ્રવાહમાં વધારે તણાઇ ના જવું, તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. બપોર બાદ તમારો દિવસ મનોરંજનનાં કામમાં પસાર થશે. ધંધામાં ભાગીદારો તરફથી લાભ મળશે. આજે યાત્રાનો કાર્યક્રમ પણ બની શકે છે. અધુરા કામ પણ સમયસર પુરા થઈ જશે. આજે પૈસાની કોઈપણ લેવડદેવડ સાવધાનીથી કરવી. નાની પરેશાનીઓ તમને ચારેય બાજુથી ઘેરી લેશે. પરેશનીઓથી બચવા માટે મગજ શાંત રાખવું.
તુલા રાશિ
આજે તમને બિઝનેસમાં સફળતા મળી શકે છે. વિદેશી સંબંધોથી લાભ થવાની સંભાવના રહેલી છે. કામમાં સફળતા અને ખ્યાતિ પ્રાપ્ત કરવા માટે આજનો દિવસ શુભ રહેશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. મિત્રો તરફથી તમને ખુશી મળશે. આજે તમારી આર્થિક સ્થિતિ અનુકુળ રહેશે, તમે ખુબ જ મહેનતુ છો અને તમને તમારી મહેનતનું પુરું ફળ પણ મળશે. દુરની કોઈ યાત્રા થશે. સકારાત્મક વિચારો દ્વારા તમારી દરેક સમસ્યાઓ દુર થઈ શકે છે. અંગત બાબતો નિયંત્રણમાં રહેશે. કામનાં ક્ષેત્રમાં ખુબ જ મહેનત કરવી પડશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું. સંપત્તિ ખરીદવા માટે આજનો દિવસ શુભ છે.
વૃશ્ચિક રાશિ
આજે ઓફિસમાં કોઈની સાથે બુરાઈ કરવામાં મુશ્કેલી આવશે. આજે અમુક લોકો બિનજરૂરી વાતચીતમાં પણ સમય બગાડી શકે છે. કોઈ અન્ય રીતે પણ અવરોધો ઉભા કરશે. તમારા મનમાં ભવિષ્યને લઈને કોઈ શંકા રહેશે. સંજોગોનાં લીધે તમારે મજબુરીમાં અમુક ફેરફારો કરવા પડશે. જો તમે તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તે તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. પરિવાર પર હાવી થવાની તમારી આદતોને છોડી દેવાનો સમય આવી ગયો છે. જીવનનાં ઉતાર-ચઢાવમાં તમારા જીવનસાથી સહયોગ આપવો. તમારું બદલાયેલું વર્તન તેમના માટે ખુશીનું કારણ સાબિત થશે.
ધન રાશિ
આજે તમારે જરૂર કરતા વધારે કામ કરવું પડી શકે છે. આજે વધારે કામનાં કારણે તમે તમારા સ્વભાવમાં ચીડિયાપણાનો અનુભવ કરશો. કામમાં અપેક્ષા મુજબની સ્થિતિ રહેશે. પરસ્પર ચર્ચાથી લાભ થશે. માનસિક મુંઝવણ રહેશે. લાંબી બિમારીને નજરઅંદાજ ના કરવી નહિતર ભવિષ્યમાં કોઈ મોટી સમસ્યા આવી શકે છે. આજે માત્ર સમજી-વિચારીને જ રોકાણ કરવું તમારા માટે ફળદાયી રહેશે તેથી તમારી મહેનતની કમાણીનું સમજી-વિચારીને રોકાણ કરવું. કોઈ વૃદ્ધ વ્યક્તિનું સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનું કારણ બનશે. આજે તમારી અંદરનું સત્ય જાણવાનો પ્રયત્ન કરો. તમારા દિલ ને જે યોગ્ય કામ લાગે એ જ કરવું. કોઈ કામમાં મન ના માને તો તે કામ ના કરવું.
મકર રાશિ
આજે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો અંત આવશે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. ચાલાક લોકો થી સાવધાન રહેવું. બિઝનેસમાં વિચારશીલ નિર્ણયો લેવા. ઘરમાં શુભ કાર્ય થવાના યોગ છે. વ્યાવસાયિક બાબતોમાં ભાવનાત્મક નિર્ણયો ના લેવા. જીવનસાથી સાથે થોડો સંઘર્ષ થઈ શકે છે. તમારે તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી પડશે કારણ કે તે અનિચ્છનીય હોય શકે છે. આજે કોઈપણ બાબતમાં વધારે ઉત્સાહ ના બતાવવો. તમારો ઉત્સાહ તમને નુકસાન પહોંચાડી શકે છે. કોઈની સાથે વાત કરતા પહેલા વિચારો કે તમારે શું કહેવાનું છે, તમારી વાણી પર નિયંત્રણ રાખવું.
કુંભ રાશિ
આજનો દિવસ તમારા માટે પીડાદાયક રહી શકે છે તેથી સાવચેત રહેવું. પરિવાર અને બાળકો સાથે મતભેદ થઈ શકે છે. સાંજે પ્રેમી સાથે રોમેન્ટિક રહેશો. જે પણ તમને મળે છે તેની સાથે નમ્રતાથી અને આનંદથી વર્તન કરવું. જો તમે બહાર જવાનું વિચારી રહ્યા હોવ તો તે તમારા માટે વધારે સારું રહેશે. ગેરસમજણ દુર થશે. તમારા મજબુત મનોબળ અને સંપુર્ણ આત્મવિશ્વાસથી દરેક કાર્ય સફળતાપુર્વક પુર્ણ થશે. વ્યવસાયનાં ક્ષેત્રમાં તમારી પ્રતિભા વધી શકે છે. બાળપણની યાદો તમારા મનમાં રહેશે પરંતુ આ કામમાં તમે તમારી જાતને માનસિક તણાવ આપી શકો છો. તમારું કઠોર વલણ તમારા મિત્રો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.
મીન રાશિ
આજે તમને બાળકો તરફથી સારા સમાચાર મળવાની સંભાવના રહેલી છે. મિત્રોનો સહયોગ પણ મળશે. તમારું મન અશાંત રહેશે પરંતુ કોઈ ખોટો નિર્ણય લેવામાં આવશે નહી. તમને કોઈ સારા વ્યક્તિની સલાહ મળશે. દરેક સમસ્યાનો ઉકેલ મળશે. તમારા સારા કામનાં કારણે તમને કોઈ મોટી પોસ્ટ મળી શકે છે. આધ્યાત્મિકતા અને દૈવીય શક્તિ તમને મદદરૂપ સાબિત થશે. કોઈ કારણસર તમારા પરિવારનાં સભ્યો વચ્ચે તણાવની સ્થિતિ બની શકે છે. કોઈ ધાર્મિક સ્થળ પર જવાની સંભાવના રહેલી છે. અંગત જીવનમાં સફળતા મેળવવા માટે તમારે સકારાત્મક ઉર્જા સાથે મહેનત કરવી પડશે.