મેષ લવ રાશિફળ
નવી આશાઓ તમને આજે તમારા લવ પાર્ટનર અને પરિવારની નજીક લાવશે. આજે તમે તમારા પ્રેમીની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકો છો. પરિવાર પણ આ બાબતમાં તમારી સાથે રહેશે. નોકરીમાં ટ્રાન્સફર તમને તમારા જીવનસાથી અને બાળકોથી દુર કરી શકે છે. આજે પાર્ટનરની રોમાન્સ કરવાની રીત શારીરિક સંતોષ આપવામાં નિષ્ફળ જશે. તમે તમારા જીવનસાથી સાથે મુવી ડેટ પર જઈ શકો છો. સિંગલ લોકો પોતાનાં પાર્ટનરને જોઈને મંત્રમુગ્ધ થઈ જશે.
વૃષભ લવ રાશિફળ
આજે લગ્નનાં યોગ બની રહ્યા છે પરંતુ સંબંધ બનતા-બનતા બગડી શકે છે. તમારે એક સુંદર જીવનસાથીની જરૂર છે અને તમારી તે ઇચ્છા જડલી પુર્ણ થવાની છે. નવા લવ પાર્ટનરની શોધ પુરી થવાની તૈયારીમાં છે. આજનો દિવસ છોકરીઓ માટે સારો છે. આજે પાર્ટનરનો રોમાન્સ આંખોથી શરૂ થઈને દિલ સુધી પહોંચશે. પાર્ટનર તરફથી તમને ક્યુટ ગિફ્ટ મળી શકે છે. તમે એકલા મુસાફરી કરવાની યોજના બનાવશો.
મિથુન લવ રાશિફળ
આજે તમે એકલા રહેશો. આજે તમારા પિતાજીની તબિયત બગડી શકે છે. ઓફિસમાંથી બ્રેક લઈ શકો છો. જીવનસાથી સાથે લગ્ન પહેલા પસાર કરેલી ક્ષણોને યાદ કરીને તમે લાગણીશીલ થઈ જશો. તમારે લવ લાઈફમાં કોઈ વાતને કારણે પાર્ટનરથી અંતર આવી શકે છે. સિંગલ લોકો તેમના ટેન્શનને દુર કરવાનો પ્રયાસ કરશે.
કર્ક લવ રાશિફળ
આજે તમે તમારા પરિવારને પુરો સમય આપશો. તેમની નાની-નાની જરૂરિયાતોનું ધ્યાન રાખો. તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે ક્યાંક બહાર જવાનું વિચારી શકો છો. તમારા જીવનસાથી અથવા પ્રેમી સાથે ખોટું ના બોલવું નહિતર તેનાથી સંબંધોમાં તણાવ પેદા થશે. તમારા લગ્નજીવનમાં રોમાન્સનાં અભાવને દુર કરવા માટે ભાગીદારો પોતાનું સંપુર્ણ યોગદાન આપશે. પ્રેમીઓ હિલ સ્ટેશન જેવા વિસ્તારમાં ફરવા જઈ શકે છે. સિંગલ લોકો ઘરના કામકાજમાં વ્યસ્ત રહેશે.
સિંહ લવ રાશિફળ
માતા-પિતા તરફથી લગ્ન માટે ગ્રીન સિગ્નલ મળવાનું છે. આજે જ તમારી સમસ્યા તમારા ગુરુ અથવા શિક્ષકને કહો કારણ કે યોગ્ય માર્ગદર્શન તમારા જીવનમાં પ્રગતિ લાવશે. બાળકોનું ધ્યાન રાખો, સ્વાસ્થ્ય બગડી શકે છે. જીવનસાથીની આત્મીયતાનો આનંદ માણતા પહેલા, સાવચેતીનું ધ્યાન રાખો. પાર્ટનરની ભુલ સારા સંબંધમાં પણ તણાવ પેદા કરશે.
કન્યા લવ રાશિફળ
કેતુ તમારા પ્રેમની ભાવના પર પરિવહન કરી રહ્યું છે. તમારી સ્પષ્ટ વાણીનાં કારણે ક્યારેક તણાવનો માહોલ રહેશે. સંતાનના શિક્ષણ અંગે ચિંતા થઈ શકે છે. લાઈફ પાર્ટનર તમને પુરો સપોર્ટ કરશે, તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે ફોન પર વાત કરી શકશો. સોશિયલ મીડિયા પર વધારે સમય પસાર થશે. જીવનસાથી તરફથી આજે તમને લગ્નનો પ્રસ્તાવ મળશે. અન્ય લોકો ખુલ્લેઆમ તેમના જીવનનો આનંદ માણશે. સિંગલ લોકો પોતાનો સમય સોશિયલ મીડિયા પર પસાર કરશે.
તુલા લવ રાશિફળ
આજે તમે તમારી લવ લાઈફનો ભરપુર આનંદ માણશો. તમારા જીવનસાથી આજે તમારો સાથ આપશે. સુખ-મસ્તીનો માહોલ રહેશે. પ્રેમી સાથે સેલ્ફી ફોટો પાડીને તમે તમારી ખુશીની ક્ષણો પોતાનાં મિત્રો સાથે શેર કરશો. આજે રોમાન્સની તમામ હદો પાર કરીને નવવિવાહિત કપલ એકબીજામાં ખોવાઈ જશે. અન્ય લોકોને લવ લાઈફમાં રોમાન્સની કમી જોવા મળશે. સિંગલ લોકો જાહેર સ્થળે કોઈને પોતાનું દિલ આપી શકે છે.
વૃશ્ચિક લવ રાશિફળ
આજે તમારી ગર્લફ્રેન્ડ સાથે મિત્રતા અને સંબંધ મજબુત રહેશે. આજે ભાવનાત્મક સ્તર પર નોંધપાત્ર ફેરફારો થઈ શકે છે. લવ પાર્ટનરની આજે તમામ શંકા-કુશંકાઓ દુર થઈ જશે. ધ્યાન રાખો કે કોઈ નજીકના મિત્ર સાથે વિવાદ થઈ શકે છે. પાર્ટનરનો લુક આજે તમને ઘાયલ કરી દેશે. પાર્ટનર સાથે રોમાન્સ કરવાનું ભુત સવાર થશે. આજે દિવસ દરમિયાન તમે પ્રેમના સપના જોશો. સિંગલ લોકોને પાર્ટનરનો કોઈ પ્રતિસાદ નહિ મળે.
ધન લવ રાશિફળ
પ્રેમ સંબંધો માટે તમારો આજનો દિવસ સારો નથી. લવ પાર્ટનર સાથે ઝઘડો થઈ શકે છે. પિતા સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. પતિ-પત્નિની વચ્ચે પણ વિવાદ થઈ શકે છે. આજનો દિવસ શાંતિથી પસાર કરવા માટે ધીરજ રાખો. સાંજ સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. સિંગલ લોકોને આજે પાર્ટનર તરફથી મિત્રતાની ઓફર મળશે. લવ પાર્ટનર રોમેન્ટિક ડેટ પર જવાનું વિચારી શકે છે. જીવનસાથીનો ગુસ્સો પરેશાની વાળો રહેશે.
મકર લવ રાશિફળ
આજે તમારા જીવનમાં ખુશીની ક્ષણો આવશે. પાર્ટનર સાથે સાંજનો કાર્યક્રમ મોબાઇલ પર બનાવવામાં આવશે. આજે તમે તમારા પ્રેમ સંબંધમાં નવી તાજગી અનુભવશો. લગ્નનાં યોગ પણ બની રહ્યા છે. જે યુવક-યુવતિઓને લગ્નમાં રસ હોય તેમણે આજે પોતાના લવ પાર્ટનરને પોતાનાં દિલની વાત કરવી જોઈએ. નિર્ણય તમારા પક્ષમાં રહેશે.
કુંભ લવ રાશિફળ
સિંગલ લોકો બીજાને રોમાન્સ કરતાં જોઈને તેમને પોતાનાં પર દયા આવશે. લવ કપલ રોમાન્સની મજા માણવા માટે ક્યાંક બહાર ફરવા જશે. પરણિત લોકો પોતાનાં પરિવારને શુભ સમાચાર આપશે. આજે તમે તમારા પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો. બાળકો તમને કેટલીક વસ્તુઓ વિશે ફરિયાદ કરી શકે છે. તેમની જરૂરિયાતો પુરી કરવાનો પ્રયાસ કરો. સહકર્મચારીઓ સાથે ઓફિસમાં તણાવ રહી શકે છે, ધીરજ રાખો.
મીન લવ રાશિફળ
તમારા પ્રેમ સંબંધોને ગંભીરતાથી લો. યુવતિઓ માટે આજનો દિવસ ખુબ જ સારો રહેવાનો છે. તે આજે પોતાનાં સપનાનાં રાજકુમાર સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકે છે. જે યુવક-યુવતિઓ એકલા છે, તેમને આજે પોતાનો પાર્ટનર મળી શકે છે. પ્રેગ્નેન્સીમાં પાર્ટનરનો સપોર્ટ અને કેર જોઈને તમારું મન પ્રસન્ન થઈ જશે. આજે જ્યારે તમને તમારા પાર્ટનર દ્વારા ઇગ્નોર કરવામાં આવશે ત્યારે તમને ખુબ જ દુ:ખ લાગશે. જીવનસાથીનાં પરિવારને મળવાની યોજના બનશે.