મેષ રાશિફળ – આજે ધન હાનિ થવાની સંભાવના છે. ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરતી વખતે ખાસ ધ્યાન રાખવું. આજે રોકાણ કરતા પહેલા વિદ્વાનો કે જાણકાર લોકોની સલાહ જરૂર લો. ઉતાવળ ના કરો અને ધીરજ રાખો.
વૃષભ રાશિફળ – આજે તણાવની સ્થિતિ રહેશે. આજે આર્થિક લાભ મેળવવા માંગતા હોવ તો નકારાત્મકતાનો ત્યાગ કરવો. ખોટી રીતે પૈસા કમાવવા વિશે વિચારવું નહીં. મહેનત કરો, આજે નવા લોકોને મળશો. આળસથી દુર રહો.
મિથુન રાશિફળ – તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું નહિતર આજે મળેલો નફો પણ નુકસાનમાં ફેરવાય શકે છે. આજે તમને જે તક મળે, તેને નફામાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરો. વિરોધીઓ માર્ગમાં અવરોધો ઉભા કરવાનો પ્રયાસ કરશે. કાર્યોને સમયસર પુર્ણ કરો.
કર્ક રાશિફળ – આજે વધારે વિચારવુ તમારા માટે નુકશાનદાયક હોય શકે છે. આજની માર્કેટની સ્થિતિ રોકાણને પ્રેરિત કરી શકે છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ કરી શકો છો. નવા કાર્યની શરૂઆત પણ કરી શકો છો.
સિંહ રાશિફળ – આર્થિક લાભ થવાની શક્યતા છે. અહંકારથી દુર રહેવાનો પ્રયત્ન કરો. મુંઝવણની સ્થિતિમાં આજે ધન સંબંધિત કોઈ કામ ના કરવું નહિતર તમારે ગંભીર નુકસાન સહન કરવું પડી શકે છે.
કન્યા રાશિફળ – બુધ આજે તમારી રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. બુધ તમારી રાશિ એટલે કે કન્યા રાશિનો સ્વામી છે. લાભની સ્થિતિ બની શકે છે. સખત મહેનતમાં વિશ્વાસ રાખો. આજે તમને સંપર્કોનો લાભ મળશે અને પૈસા પણ પ્રાપ્ત થશે.
તુલા રાશિફળ – આયોજન વગર કામ કરવાથી નુકસાન થઈ શકે છે તેથી આજનાં દિવસનો કાર્યક્રમ નક્કી કરો અને તે પ્રમાણે કાર્યો પુર્ણ કરવાનો પ્રયાસ કરો. આજે પૈસા ઉધાર આપવાનું અને લેવાનું ટાળો.
વૃશ્ચિક રાશિફળ – કેતુ તમારી રાશિમાં બેઠો છે. કેતુ આજે તમને મળતા લાભને અસર કરી શકે છે તેથી સજાગ અને સાવચેત રહો. આજે સંકુચિત માનસિકતા સાથે કોઈ કામ ના કરો. આજે લોકો સાથે ઉત્સાહથી મુલાકાત કરો, તમને લાભની તક મળશે.
ધન રાશિફળ – લોન લેવા વિશે વિચાર આવી શકે છે. ખુબ જ જરૂરી હોય ત્યારે જ આ દિશામાં પગલા લો નહિતર સમયની રાહ જુઓ અને મર્યાદિત સંસાધનોથી લાભ મેળવવાનો પ્રયાસ કરો. આજે કામ વધારે રહેશે. ચિંતા ના કરો અને ધીરજ રાખો.
મકર રાશિફળ – શનિ તમારી રાશિમાં બેઠો છે અને આજે શનિ વક્રી પણ છે તેથી આજે તમારે વધારે મહેનત કરવી પડી શકે છે અને ધીરજ રાખો. આજે તમે વડીલો પાસેથી સારી સલાહ મેળવવામાં સફળ થશો. આર્થિક લાભ માટે સમયસર કામ પુર્ણ કરો.
કુંભ રાશિફળ – ગુરુ તમારી રાશિમાં બેઠો છે. આજે સોમવાર છે. ગુરુનો પ્રભાવ વધારવા માટે આજે ભગવાન શ્રી વિષ્ણુની પુજા કરો. આજે તમને વડીલોનો સારો સહયોગ મળશે. નવું કાર્ય શરૂ કરવાની સ્થિતિમાં ગતિ પ્રાપ્ત કરી શકાય છે.
મીન રાશિફળ – તમારા મનને શાંત રાખવાનો પ્રયાસ કરો. આજે ઓછા સમયમાં વધારે પૈસા મેળવવાની ઇચ્છા તમારી કાર્યકુશળતા પર અસર કરી શકે છે તેથી આયોજન કરો અને કામ કરો. અજાણ્યા અને છુપાયેલા દુશ્મનો અને હરીફોથી સાવચેત રહો.