આજનું આર્થિક રાશિફળ ૨૮ મે ૨૦૨૩ : આજનો આજે ધનની બાબતમાં શું કહે છે તમારા નસીબનાં ગ્રહો, વાંચો તમારું આજનું આર્થિક રાશિફળ

Posted by

મેષ આર્થિક રાશિફળ
આર્થિક સ્થિતિ માટે ઉતાર-ચઢાવથી ભરપુર રહેશે. ખર્ચાઓમાં આવતી તેજી તમારા મગજને ગરમ રાખશે, તેનાથી નાની-નાની વાતો પર લોકો સાથે ઝઘડો થઈ શકે છે પરંતુ રાહતની વાત એ રહેશે કે તમારી દૈનિક આવક સારી રહેશે. ફસાયેલા પૈસા પાછા મળવાથી તમને શાંતિ થશે. તમારા ક્યાંકથી પૈસા આવવાના હતાં, જે અટકી રહ્યા હતાં, તે તમને પ્રાપ્ત થઈ શકે છે. તમારા વધતાં ખર્ચાઓ પર તમારે ધ્યાન આપવું પડશે નહિતર થોડી સમસ્યા થઈ શકે છે.
શુભ અંક – ૫
શુભ રંગ – લાલ

વૃષભ આર્થિક રાશિફળ
આર્થિક રૂપથી તમારી પરેશાનીમાં કમી આવશે. જે કામ લાંબા સમયથી નથી થઈ રહ્યા, તે હવે ધીરે-ધીરે થવા લાગશે અને તમને તમારા ફસાયેલા પૈસાની પ્રાપ્તિ થશે. ધન પ્રાપ્તિનાં દ્વાર વધારવા માટે તમારી જે પણ કોશિશ કરી રહ્યા છો, તે સફળ થશે. કોઈ નવી જગ્યાએ નોકરી પ્રાપ્ત થવાથી તમને સારી આવક પ્રાપ્ત થશે, જેનાથી તમારા ઇન્કમ વધવાના યોગ બનશે. મિત્રોની મદદથી પણ તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે.
શુભ અંક
શુભ રંગ વાદળી

મિથુન આર્થિક રાશિફળ
તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના રહેલી છે કારણ કે ભાગ્ય તમારી સાથે રહેશે. તમારી આવક સારી રહેશે. દૈનિક રૂપથી પણ આવક સારી થવાની સ્થિતિ નિયંત્રણમાં રહેશે. તમારે કોઈપણ વાતનું ટેન્શન લેવાથી બચવું જોઈએ અને તમારી આવકને સારી દિશામાં કેવી રીતે પ્રયોગ કરવામાં આવે તેના પર ધ્યાન આપવું જોઈએ. પરિવારનાં લોકો માટે પણ સારી ખરીદી કરશો અને ઘરેલુ સામાન લઈને આવશો. ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આજનો દિવસ સારો હોય શકે છે પરંતુ એક્સપર્ટની સલાહ લઈને જ આગળ વધવું.
શુભ અંક – ૪
શુભ રંગ ભુરો

કર્ક આર્થિક રાશિફળ
આર્થિક રૂપથી તમારો આજનો દિવસ સારો રહેવાનો છે. આવકમાં વધારો થશે. કરેલા પ્રયત્નોનાં કારણે તમને આર્થિક રૂપથી સારું રિઝલ્ટ મળશે. પહેલા ક્યાંક લગાવેલા પૈસા પણ સારું રિટર્ન આપી શકે છે. કરજ મુક્તિનાં યોગ બની રહ્યા છે. મિત્રોને લઈને સારી પાર્ટી કરી શકો છો પરંતુ તેમાંથી અમુક મિત્રો તમને આર્થિક મદદ પણ કરશે. બિઝનેસમાં સારો સપોર્ટ મળશે અને પરિવાર પણ તમને મદદગાર થશે.
શુભ અંક
શુભ રંગ – પીળો

સિંહ આર્થિક રાશિફળ
આર્થિક રૂપથી આજનો દિવસ સારો રહેવાથી તમારી સારી આવક થશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ માટે આજનો દિવસ સારો રહેશે. ખર્ચાઓ સારી રીતે કરવા તમારા માટે જરૂરી રહેશે કારણ કે તમારા ખર્ચાઓ તમારા હાથમાંથી નીકળી ગયા હોય તો તેને સાંભળવા મુશ્કેલ થશે અને આવક પર પણ તેનો બોજ રહેશે. તમારે પોતાને આર્થિક મજબુતી આપવા માટે થોડી બચત યોજનાનો સહારો લેવો પડશે. સંતાન માટે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આજનો દિવસ સારો છે.
શુભ અંક – ૭
શુભ રંગ – મરૂન

કન્યા આર્થિક રાશિફળ
તમારા માટે ધનની સ્થિતિ જોવામાં આવે તો આજનો દિવસ સારો રહેશે. તમારા પ્રયાસો સફળ થશે અને ઇન્કમ પ્રાપ્ત થશે. ફસાયેલા પૈસા પરત મળવાના યોગ બનશે. કોઈ મિત્ર જેની પાસે પૈસા ઉધાર લીધા હતાં, તમને તે પૈસા પાછા આપી શકે છે. ઇન્વેસ્ટમેન્ટ કરેલા પૈસા પણ આજે સારું રિટર્ન પ્રદાન કરી શકે છે. દેણું ચુકવવા માટે આજનો દિવસ સારો છે. જેટલું બની શકે તમારું દેણું ચુકવી દો. પારિવારિક લોકોનાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યા પૈસા ખર્ચનું કારણ બની શકે છે પરંતુ તેમ છતાં પણ તમને રાહત રહેશે.
શુભ અંક
શુભ રંગ – નારંગી

તુલા આર્થિક રાશિફળ
પૈસા માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમે રોકાણ માટે જે પદ્ધતિઓ અપનાવી છે, તે તમને સારા પૈસા આપશે. દેણું ઘટશે અને કેશ મની પણ તમારા હાથમાં આવશે તેથી આ દિવસ તમને ખુશીઓ આપશે. આજે તમે કોઈની મદદ માટે પૈસા ખર્ચ કરી શકો છો.
લકી નંબર : ૩
લકી રંગ : કાળો

વૃશ્ચિક આર્થિક રાશિફળ
આર્થિક સ્થિતિ માટે તમારો આજનો દિવસ સારો રહેવાનો છે. તમારી પાસે પૈસાનો સારો પ્રવાહ રહેશે અને એક કરતા વધુ રીતે પૈસા આવવાની સંભાવના રહેશે. જો તમે પૈસા મેળવવા માટે ક્યાંક અરજી કરી હોય તો તમે બેંકમાંથી લોન મેળવી શકો છો અથવા તમને સરકારી યોજનાથી પણ પૈસા મળશે. સ્થાવર મિલ્કતને લઈને કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે અને સંપત્તિનાં વેચાણથી પૈસા મેળવી શકાય છે. નોકરીમાં પણ સારા પૈસા મળવાનાં યોગ છે.
લકી નંબર : ૫
લકી રંગ : લીલો

ધન આર્થિક રાશિફળ
આજનો દિવસ તમારા માટે પૈસાની દ્રષ્ટિએ થોડો નબળો રહેવાની સંભાવના છે તેથી પૈસાની લેવડ-દેવડ સમજી વિચારીને કરવી. આજે કોઈપણ વ્યક્તિને પૈસા ઉધાર ના આપો કારણ કે તે પાછા મળવાની સંભાવના ઓછી રહેલી છે. રોકાણ કરવા માટે આજે સારો દિવસ નથી પણ જો તે ખુબ જ મહત્વપુર્ણ છે તો વધુ પડતું વિચારીને થોડા ઓછા પૈસાનું રોકાણ કરો. વેપારમાં કોઈ કામમાં તમારે પૈસા રોકવા પડી શકે છે, જે અચાનક તમારી આર્થિક સ્થિતિને બગાડી શકે છે.
લકી નંબર : ૯
લકી રંગ : ગુલાબી

મકર આર્થિક રાશિફળ
પૈસાની બાબતમાં તમારો આજનો દિવસ સારો રહેશે. સ્થાવર મિલ્કતને લઈને લીધેલા નિર્ણયોથી પૈસા આવશે. તમે લાંબા સમયથી નસીબ અજમાવી રહ્યા છો, તેવી પ્રોપર્ટી મળી શકે છે અને તમારી એક પ્રોપર્ટી વેચીને સારી એવી રકમ તમારા હાથમાં આવી શકે છે, જેથી તમે તમારા કેટલાક અધુરા કામ પુરા કરશો.
લકી નંબર : ૫
લકી રંગ : મોરપંખી

કુંભ આર્થિક રાશિફળ
પૈસાની લેવડ-દેવડને લઈને તમારો આજનો દિવસ ખુબ જ નબળો છે તેથી કોશિશ કરો કે આજે કોઈને પૈસા ના આપો કે કોઈની પાસેથી પૈસા ના લો. આજે બિનજરૂરી ખર્ચાઓ ખુબ જ થઈ શકે છે અને તેનાં કારણે તમે પરેશાન થઈ શકો છો, તેથી ખુબ જ સમજી વિચારીને ખર્ચાઓ કરવા અને તમારા પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો આગ્રહ રાખો. પૈસાના રોકાણ માટે આજનો દિવસ સારો છે તેથી તમે ખુબ જ કાળજીપુર્વક ક્યાંક રોકાણ કરી શકો છો.
લકી નંબર : ૬
લકી રંગ : જાંબલી

મીન આર્થિક રાશિફળ
આર્થિક રીતે તમારો આજનો દિવસ સારો રહેવા તરફ ઈશારો કરી રહ્યો છે. તમારા ખર્ચાઓ હવે ઓછા થશે અને તમારા નિયંત્રણમાં આવશે. બીજી બાજુ આવક પણ સારી ગતિથી વધશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબુત થશે અને તમે આર્થિક રીતે સફળ થવા લાગશો. પરિવારમાં કોઈને પૈસાની જરૂર પડી શકે છે. આવી સ્થિતિમાં તમારા માટે તેમની મદદ કરવી સારી રહેશે, કોઈ નુકસાન થશે નહીં પરંતુ કોઈપણ બહારના વ્યક્તિને પૈસા ઉધાર આપવાનું ટાળો.
લકી નંબર : ૨
લકી રંગ : નારંગી