આજનું આર્થિક રાશિફળ ૨૯ માર્ચ ૨૦૨૩ : ધન અને મકર સહિત આ પાંચ રાશિ માટે ભાગ્યશાળી હશે ગુરૂવાર, નોકરીમાં પ્રાપ્ત થશે સફળતા

Posted by

મેષ આર્થિક રાશિફળ

મેષ રાશિ વાળા લોકો માટે આજનો દિવસ આર્થિક બાબતમાં સામાન્ય રહેશે. અમુક બાબતમાં તમને લાભ થશે તો અમુક બાબતમાં તમને હાની થઈ શકે છે. તમને જીવનસાથીનો સહયોગ તથા સાનિધ્ય પ્રાપ્ત થશે. સંતાનનાં વધારે ખર્ચાઓ જોઈને તમે પરેશાન થઈ શકો છો અને નિરાશાજનક સમાચાર મળી શકે છે. સાંજનાં સમયે તમારું કોઈ અધુરું કામ પુરું થવાથી તમારું મન પ્રસન્ન રહેશે. રાત્રીનો સમય હરવા-ફરવામાં પસાર થઈ શકે છે.

વૃષભ આર્થિક રાશિફળ

વૃષભ રાશિ વાળા લોકો માટે આજનો દિવસ આર્થિક બાબતમાં સરેરાશ રહેશે. આજે તમે દરેક રીતે સંતુષ્ટ રહેશો. રાજકારણનાં ક્ષેત્રમાં કરેલા પ્રયાસોમાં સફળતા મળશે. આજે કોઈ સરકારી વિભાગમાં અધુરું રહી ગયેલું તમારું કોઈ કાર્ય પુરું થઈ શકે છે. નવા અનુબંધની પ્રાપ્તિથી તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. રાત્રે તમારી પાસે અમુક એવા લોકો આવી શકે છે, જેની સાથે વાત કરીને તમારો મગજ ખરાબ થઈ શકે છે.

મિથુન આર્થિક રાશિફળ

મિથુન રાશિ વાળા લોકોએ આજે દરેક બાબતમાં સાવધાની રાખવી જોઈએ. કોઈ મુલ્યવાન વસ્તુ ખોવાઇ જવાની કે ચોરી થવાની સંભાવના રહેલી છે. શિક્ષા કે પ્રતિયોગીતામાં તમારા મન અનુસાર પરિણામ મળવાથી તમારું મન ખુબ જ પ્રસન્ન રહેશે. કોઈ અધુરું કાર્ય પુર્ણ થવાથી તમારા ઉત્સાહમાં વધારો થઈ શકે છે. મિત્રો સાથે કોઈ પાર્ટીમાં જવાનું વિચારી શકો છો. બજેટ જોઈને ચાલવું અને સમજી-વિચારીને ખર્ચાઓ કરવા.

કર્ક આર્થિક રાશિફળ

કર્ક રાશિ વાળા લોકોનો આજનો દિવસ શુભ રહેશે અને આજે તમને ઉત્તમ સંપત્તિની પ્રાપ્તિનાં સંકેત મળી રહ્યા છે. આજીવિકાનાં ક્ષેત્રમાં તમારી પ્રગતિ થશે. માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. સંતાન પ્રત્યેની તમારી જવાબદારી પુરી થશે અને તમારું મન પ્રસન્ન રહેશે. યાત્રાની સ્થિતિ સુખદ રહેશે અને ક્યાંક જવાનું પ્લાનિંગ બનાવી શકો છો. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત સુખદ સમાચાર મળવાથી તમે ખુશ રહેશો.

સિંહ આર્થિક રાશિફળ

આજે સિંહ રાશિ વાળા લોકોનું ભાગ્ય તેમને સાથ આપી શકે છે અને આજે તમને આવકનાં નવા સ્ત્રોત મળશે. વાણીની સૌમ્યતા તમને માન-સન્માન આપશે. શિક્ષા અને પ્રતિયોગીતામાં વિષેશ સફળતા મળશે. જોકે આજે કોઈ કારણે વધારે ભાગદોડ રહેશે. કોઈ શારીરિક રોગ થવાની સંભાવના છે. શત્રુઓ અંગતમાં લડીને જ નષ્ટ થઈ જશે. આજે તમારે ખોટા ખર્ચાઓ પર પણ નિયંત્રણ રાખવાની જરૂર રહેશે.

કન્યા આર્થિક રાશિફળ

આજે કન્યા રાશિ વાળા લોકોનાં ભાગ્યમાં વધારો થઈ શકે છે. રોજગાર અને વ્યવસાયનાં ક્ષેત્રમાં ચાલુ પ્રયાસોમાં અકલ્પનીય સફળતા પ્રાપ્ત થશે. સંતાન પક્ષ તરફથી પણ સંતોષજનક સુખદ સમાચાર મળશે. બપોર બાદ કોઈ કાયદાકીય વિવાદ કે કોર્ટના કેસમાં જીત પ્રાપ્ત થવાથી તમને ખુશી થશે. શુભ ખર્ચ અને યશ-કિર્તિમાં વધારો થવાની સંભાવના છે. ભાગ્ય પણ તમને સાથ આપશે.

તુલા આર્થિક રાશિફળ

તુલા રાશિ વાળા લોકોનું ભાગ્ય તેમને સાથ આપશે અને આજે તમારી આસપાસ સુખદ વાતાવરણ રહેશે. પરિવારના તમામ સભ્યોની કમાણી વધશે અને ખુશીઓ વધશે. ઘણા દિવસોથી ચાલી રહેલા વ્યવહારોની સમસ્યા હલ થઈ શકે છે. હાથમાં પુરતા પૈસા મળવાનો આનંદ મળશે. વિરોધીઓનો અંત આવશે અને નજીક અને દુરની યાત્રા થઈ શકે છે. રોમેન્ટિક સંબંધો મજબુત થશે અને તમે ખુશ થશો.

વૃશ્ચિક આર્થિક રાશિફળ

વૃશ્ચિક રાશિ વાળા લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે. આજે તમારા પૈસા કેટલાક રોગોમાં ખર્ચ થઈ શકે છે અને તમારે ભાગદોડ કરવી પડશે. આજનો દિવસ રોગોની તપાસમાં પસાર થશે. તેનાં વિશે કોઈ સારા ડોક્ટરની સલાહ લેવી. આજે તમારી સામે અચાનક કેટલાક ખર્ચાઓ આવી શકે છે, જે તમારે મજબુરીમાં કરવા પડશે.

ધન આર્થિક રાશિફળ

કરિયર અને આર્થિક મામલે ધન રાશિ વાળા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. વિરોધીઓ પણ તમારા વખાણ કરશે. આજે સરકારી અધિકારીઓ સાથે સારા સંબંધો રાખવાનો લાભ તમને મળશે. સાસરીયા પક્ષ તરફથી નોંધપાત્ર ધન લાભ થઈ શકે છે. આજે તમારા પૈસા કોઈ મિત્રની મદદ માટે પણ ખર્ચ થઈ શકે છે. આવું કરવાથી તમે પોતાના પર ગર્વ અનુભવશો અને મનમાં સંતુષ્ટ રહેશો.

મકર આર્થિક રાશિફળ

મકર રાશિ વાળા લોકોનું ભાગ્ય સાથ આપી રહ્યું છે અને આજે તમને આર્થિક બાબતોમાં સફળતા મળશે. આજીવિકાનાં ક્ષેત્રમાં ચાલી રહેલા નવા પ્રયત્નો સફળ થશે અને તમને કોઈ સારી સંસ્થા તરફથી ઇન્ટરવ્યુ માટે કોલ આવી શકે છે. ગૌણ કર્મચારીઓ તરફથી તમને આદર અને ટેકો મળશે. સાંજે કોઈ ઝઘડામાં ના પડવું. રાત્રે મહેમાનો આવવાની સંભાવના છે. માતા-પિતાનું ખાસ ધ્યાન રાખવું, તમને આશીર્વાદ મળશે.

કુંભ આર્થિક રાશિફળ

કુંભ રાશિ વાળા લોકો માટે આજનો દિવસ મુશ્કેલી વાળો રહી શકે છે. તમારા સ્વાસ્થ્ય અને સુખમાં વિક્ષેપ આવી શકે છે. શનિનો ઉદય થઈ રહ્યો છે, તેનાં કારણે બિનજરૂરી વિવાદો થઈ શકે છે અને તમારે કોઈ કારણ વિના મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કોઈ ખરાબ સમાચાર સાંભળીને તમારે અચાનક યાત્રા પર જવું પડી શકે છે તેથી સાવચેત રહેવું અને વિવાદથી દૂર રહેવું.

મીન આર્થિક રાશિફળ

મીન રાશિ વાળા લોકો માટે આર્થિક મામલે આજનો દિવસ ચિંતાજનક રહેશે. આજના દિવસે પરિવારમાં કોઈ ખર્ચાઓ કરવા માટે તમારે કોઈ યોગદાન આપવું પડી શકે છે. સંબંધીઓ સાથે આજે કોઈ વ્યવહાર ના કરવો નહિતર તમારા સંબંધ બગડવાનું જોખમ રહેલું છે. ધાર્મિક ક્ષેત્રોની યાત્રા અને ગુણકારી કાર્યોમાં પૈસા ખર્ચ થઈ શકે છે. મુસાફરી કરતી વખતે સાવચેત રહેવું. કિંમતી ચીજવસ્તુઓની ચોરી થઈ શકે છે, કાળજી રાખવી.