મેષ રાશિ
આજે તમારી આસપાસનું વાતાવરણ ખુશીઓથી ભરપુર રહેશે અને તમે વૈભવશાળી વાતાવરણનો આનંદ ઉઠાવશો, જેનાથી તમે પોતાને આનંદમય મહેસુસ કરશો. આજે તમને મોટી માત્રામાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે, જેનાથી તમે સંતુષ્ટ મહેસુસ કરશો અને તમારા ભવિષ્યને લઈને સંતુષ્ટ રહેશો. તમે તમારા બાળકોનાં ભવિષ્ય માટે આજે થોડું રોકાણ પણ કરી શકો છો.
વૃષભ રાશિ
આજે સાંજ થી લઈને રાત સુધીમાં તમે કોઈ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો, જેમાં થોડા પૈસા પણ ખર્ચ થશે. શત્રુઓ આજે પ્રબળ થશે. સ્વાસ્થ્ય માટે આજનો દિવસ થોડો પરેશાની વાળો રહી શકે છે એટલા માટે તમારે ખાવા-પીવાની અનિયમિત આદતોથી બચવું પડશે અને આળસનો ત્યાગ કરવો પડશે જેથી કરીને તમે એક સ્વસ્થ વ્યક્તિ જેવુ જીવન જીવી શકો.
મિથુન રાશિ
જો તમે ઘર, દુકાન વગેરે ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેમાં રોકાણ કરવા માટે આજનો દિવસ સારો રહેશે અને તમને ભાગ્યનો પુરો સાથ મળશે. આજે તમે તમારા વ્યવસાય માટે એક મહત્વપુર્ણ યોજના શરૂ કરવાના છો, જેને પુરું થવામાં એક વર્ષનો સમય લાગી શકે છે. જેમાં તમે આર્થિક લાભની પણ અપેક્ષા રાખી શકો છો. પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તેમાં તમને સફળતા જરૂર મળશે.
કર્ક રાશિ
આજે તમારી ઓફિસ અને વ્યવસાયનો માહોલ તમારા માટે અનુકુળ રહેશે, જેનો તમારે પુરો ફાયદો ઉઠાવવો પડશે. તમે તમારા વ્યવસાયને આગળ વધારવા માટે નિરંતર પ્રયાસ કરતા રહેશો. ભાઈ-બહેનો સાથેનાં સંબંધ મધુર થશે. સાસરિયા પક્ષ તરફથી પણ તમને માન-સન્માન મળી શકે છે. આજે તમે અમુક એવા ખર્ચાઓ કરશો, જેને તમારે ના ઈચ્છવા છતાં પણ કરવા પડશે, જેમાં તમારા પૈસા પણ વધારે ખર્ચ થશે.
સિંહ રાશિ
તમે તમારા સંસાધનો તમારા પાર્ટનર પાસેથી મેળવવામાં સફળ રહેશો. વ્યક્તિગત સંબંધ ઉત્તમ નહીં રહે અને સહયોગપુર્ણ નહીં રહે. જો તમારા સ્વાસ્થ્યમાં કોઈ સમસ્યા ચાલી રહી હતી તો તે આજે દુર થઈ જશે, જેનાથી તમે વિભિન્ન કાર્યને કરવામાં સક્રિય રૂપથી ભાગ લેશો અને તેમાં તમે સફળતા પણ પ્રાપ્ત કરશો. જીવનસાથી આજે તમને કોઈ ગિફ્ટ કે સરપ્રાઈઝ આપી શકે છે.
કન્યા રાશિ
જો તમારા પરિવારમાં ઘણા સમયથી કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તે આજે કોઈ મહાન વ્યક્તિનાં હસ્તક્ષેપથી પારિવારિક વિવાદ ઉકેલાઈ જશે અને તમારી રચનાત્મક ક્ષમતામાં વધારો થશે. જો આજે તમારે કોઈ નિર્ણય લેવો છે તો તે પહેલા પરિસ્થિતિનું આંકલન કરીને લો અને પછી તમારા દિલ અને મગજ બંનેની વાત સાંભળીને નિર્ણય લો. સંતાનને સારું કાર્ય કરતાં જોઈને તમારા મનમાં પ્રસન્નતા રહેશે.
તુલા રાશિ
આજે સાંજે મિત્રો સાથે મનોરંજનનાં કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશો. આજે તમે તમારા જીવનસાથી સાથે કેટલીક જરૂરી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો. આજે તમને વ્યાવસાયિક ભાગીદારી અને સંબંધોથી લાભ થશે પરંતુ વ્યક્તિગત સંબંધોની દ્રષ્ટિએ અમુક સંબંધો તમારા જીવનમાં સમસ્યાઓનું કારણ બની શકે છે.
વૃશ્ચિક રાશિ
આજે શારીરિક અને માનસિક રીતે પરેશાન હોવા છતાં પણ તમે જે પણ કામ કરશો, તે પુરી હિંમતથી કરશો અને તેમાં તમને સફળતા પણ મળશે. આજે કામનાં સ્થળ અને પરિવારમાં પણ તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે, આવી સ્થિતિમાં તમે વિજેતા બનીને સામે આવશો. પરીક્ષામાં સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવાની જરૂર છે.
ધન રાશિ
આજે તમારે તમારા સ્વાસ્થ્ય અને આર્થિક સંસાધનો પર ધ્યાન આપવાની જરૂર છે તો જ તમારું વાહન સાચા માર્ગ પર સરળતાથી ચાલશે. તમારે અન્ય લોકોનાં કામમાં વધારે સમય અને વધુ પડતી ઉર્જા બગાડવાની જરૂર નથી કારણ કે આવા લોકો એક પછી એક માંગણીઓ કરતા રહેશે. સામાજિક અને ધાર્મિક કાર્યમાં તમારું મહત્વ વધશે. તમારો આત્મવિશ્વાસ વધશે.
મકર રાશિ
આજે તમે પરિવર્તનના નિર્ણાયક તબક્કે ઉભા છો. મુશ્કેલ સમયમાંથી પસાર થતી વખતે યાદ રાખો કે અંધારા પછી એક સવાર ચોક્કસ હોય છે. આજે તમે સત્યનો સામનો કરશો. પરિવારમાં કેટલીક સમસ્યાઓ ઉભી થઈ શકે છે. તમારા બાળકો આજે તમારા પારિવારિક વ્યવસાયમાં તમારી મદદ કરી શકે છે. આજે તમને કોઈ મહિલા મિત્ર તરફથી લાભ મળવાની સંભાવના છે.
કુંભ રાશિ
આજે તમારે તમારા મન પ્રમાણે કામ કરવું પડશે અને દરેક બાબતમાં વધુ પડતું કામ કરવાનું ટાળવું પડશે અને જીવનનાં કડવા અનુભવોમાંથી બોધપાઠ લેવો પડશે અને તમારા ભુતકાળને ભુલીને વર્તમાનમાં આગળ વધવું પડશે. આજે તમને તમારા કામનાં ક્ષેત્રમાં ઘણો ફાયદો થવાની સંભાવના છે. બહારનાં ખાવા-પીવાથી બચવું નહિતર સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓ થઈ શકે છે.
મીન રાશિ
આજ સુધી તમે જે અપેક્ષાઓ રાખી હતી, તે આજે પુરી થશે અને તમારું મન ખીલી ઉઠશે. અંગત સંબંધોને લગતા કેટલાક મામલામાં વિવાદ ઊભો થઈ શકે છે પરંતુ તમારે તમારી વાણી પર સંયમ રાખવો પડશે. ખાસ કરીને એ જાણીને કે જ્યારે જરૂર પડે ત્યારે તમને તમારા પરિવારનાં સભ્યોનો સહયોગ નહીં મળે. આજે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનાં નવા માર્ગ ખુલશે.