મેષ રાશિ – પગારદાર લોકોને આજે તેમના કામમાં સારા પરિણામો મળશે અને તેમના સાથીદારો તરફથી પ્રશંસા મળશે. યુવાનોને કામમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે, આગળ વધવા પર અવરોધો તો આવતા જ રહે છે તેથી તેમનો સામનો કરવો. મુસાફરી માટે આજનો દિવસ સારો નથી તેથી મુસાફરી ના કરો તો સારું રહેશે. તમારે નસીબ કરતાં તમારા કર્મ પર વધારે વિશ્વાસ કરવાની જરૂર છે. પારિવારિક સમસ્યાઓ અંગે તમારે થોડું સાવધાન રહેવું જોઈએ.
વૃષભ રાશિ – આજે તમને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે. બિઝનેસ કે નોકરીમાં જુની ભુલોને લઈને તમારા મનમાં ડર રહી શકે છે. જુના રોગો ફરીથી તમારી સામે આવી શકે છે, તેથી ઇગ્નોર ના કરો અને જુના રોગોને લઈને બેદરકારી ના રાખવી. તમારા મનમાં રહેલી હતાશાને છોડી દો. કોઈની પારિવારિક બાબતોમાં દખલગીરી ના કરવી નહિતર બદલામાં તમને તણાવ આવી શકે છે.
મિથુન રાશિ – તમારી રાશિમાં ધન લાભ થવાના યોગ બની રહ્યા છે. અચાનક તમને ધન લાભ થઈ શકે છે. પૈસા ખર્ચ કરતી વખતે સાવચેત રહો. ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેશે. વિદેશથી આયાત-નિકાસનો ધંધો કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. કામનાં ક્ષેત્રમાં પડકારો આવશે પરંતુ તમે તેમાંથી બહાર નીકળવામાં સફળ થશો. જીવનસાથી સાથેની સમસ્યાઓ દુર થશે. લગ્નજીવનમાં મધુરતા રહેશે.
કર્ક રાશિ – આજે તમારા પારિવારિક જીવનમાં શાંતિ રહેશે. પ્રોપર્ટી સાથે જોડાયેલા બિઝનેસમેન સારો નફો મેળવી શકશે જ્યારે અન્ય વેપારીઓને પણ બિઝનેસની દ્રષ્ટિએ નાની-નાની ટ્રિપ્સ કરવી પડી શકે છે. બિનજરૂરી ખર્ચાઓથી પણ તમે દુ:ખી થઈ શકો છો. રાજકારણ સાથે જોડાયેલા લોકોએ જનસેવા પર વધુ ધ્યાન આપવું જોઈએ. કામનાં ક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓની કૃપાથી નવી અને સારી પોસ્ટ મળી શકે છે.
સિંહ રાશિ – આજે ગ્રહો સિંહ રાશિના લોકો સાથે છે. નાની નાની વાતોમાં તમને ખુશી મળશે. કામનાં ક્ષેત્રમાં ક્લેશ થઈ શકે છે. વિરોધીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દબાણ લાવી શકે છે. ધીરજથી કામ લેવું. વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ અનુકુળ છે. વિચાર્યા વગર પૈસાનું રોકાણ ના કરવું. પરેશાન રહેશો. પરિવારના કોઈ સભ્ય તરફથી તમને સારા સમાચાર મળશે. જો તમે નોકરીમાં પરિવર્તન વિશે વિચારી રહ્યા છો તો પગારને પ્રાધાન્ય આપો.
કન્યા રાશિ – આજનો દિવસ તમારા માટે પડકારજનક રહેશે. પરિવારમાં દરેક સાથે સારો તાલમેલ જાળવવાના પ્રયત્નો તમારા માટે ખુબ જ સારા રહેશે. વાહન કાળજીપુર્વક ચલાવવું. આજે કોઈપણ નવા કામની શરૂઆત કરવાનું ટાળો. વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા નહિ મળે, જેનાં કારણે મનમાં તણાવ રહી શકે છે. જો કોઈ તમારી પાસે આર્થિક મદદ માટે આવે છે તો તેને નિરાશ ના કરો. પારિવારિક સંબંધોમાં પ્રેમ વધશે.
તુલા રાશિ – આજે ભાઈઓ અને વડીલોના અભિપ્રાય સાથે આગળ વધો. સામાજિક કામ કરવાની પ્રેરણા મળશે. તમારું સ્વાસ્થ્ય અને વ્યવસાય સારો રહેશે. તમને તમારા બાળકોનો સંપુર્ણ સહયોગ મળશે. આજે વધારે પડતી વિચારસરણીનો ભોગ ના બનો. માન-સન્માન મળશે. ભાગ્ય તમને સાથ આપશે. આજે તમે તમારી છુપાયેલી વિશેષતાનો ઉપયોગ કરી શકો છો. તમારે તમારા સમયનો સારો ઉપયોગ કરવો પડશે તો જ તમે કોઈ કામમાં સફળ થઈ શકશો.
વૃશ્ચિક રાશિ – નોકરિયાત લોકોને લાભ મળવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ માટે શ્રેષ્ઠ સમય જઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ અને ખેલાડીઓને તેમની કારકિર્દી માટે ખુબ જ સારી રમત-ગમતની દુનિયાથી ફાયદો થશે અને તે મેચ જીતવાની તેમની સંભાવના વધારે છે. વૃદ્ધોની સેવા અને તેમની સાથે પસાર કરેલો સમય તમને માનસિક શાંતિ આપશે. પ્રાપ્ત ધન તમને તમારી અપેક્ષા મુજબ નહિ મળે.
ધન રાશિ – આજે તમારી નોકરી કે બિઝનેસમાં તમારી પ્રતિષ્ઠા અને પદ વધારે રહેશે. પરિવારમાં સારા કામ થવાની સંભાવના છે. ભાઈ-બહેનને રોજગારની તક મળશે. ભાઈ-બહેનના સુખમાં વધારો થવાની સંભાવના છે. વેપાર-ધંધામાં નવી તક મળશે. કામ પ્રત્યે સજાગ અને સતર્ક રહેવાની જરૂર છે. બાકી રહેલા પૈસા પાછા લેવાના તમારા પ્રયત્નો સફળ થશે. કોઈ મોટી સમસ્યાનો ઉકેલ મળશે. જીવનસાથી સાથેની સમસ્યાઓ દુર થશે.
મકર રાશિ – આજે તમારી સુખ-સુવિધાઓમાં વધારો થશે. વિદ્યાર્થીઓ સફળ થશે. આજે તમે મુસાફરી કરી શકો છો. લગ્નજીવન સુખદ રહેશે. નોકરીમાં અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે. ધાર્મિક સંગીતમાં રુચિ વધશે. ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો. ચિંતા કરવાથી તમારો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાઈ જશે. આ ટેવ તમને ચીડિયા અને બેચેન વ્યક્તિ બનાવી શકે છે. બિનજરૂરી વિવાદોમાં પડવાનું ટાળો.
કુંભ રાશિ – આજે તમારા પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. યાત્રા મનોરંજક રહેશે. કોઈપણ શુભ કાર્યમાં ભાગ લેવાની તક મળશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણશો. તમારા કર્મ પર વિશ્વાસ કરવો અને કામને આયોજનબદ્ધ રીતે કરવા સારું ફળદાયી બની શકે છે. આજે દિવસભર તમને નફાની તક મળતી રહેશે, જેનાથી તમારા આર્થિક ફંડમાં પણ વધારો થશે.
મીન રાશિ – જુના અધુરા કામો આજથી ફરી શરૂ થઈ શકે છે. આજે તમારા પાર્ટનરને થોડો સમય આપવો નહિતર તે ગુસ્સે થઈ શકે છે તેથી બાબત વધારે ખરાબ થાય તે પહેલાં તેને નિયંત્રિત કરો અને તેમના માટે કંઈક નવું કરવાનો પ્રયાસ કરો. તમારું પારિવારિક જીવન આનંદમય રહેશે. તમે માનસિક તણાવની પકડમાં આવી શકો છો. તમારો આર્થિક પક્ષ મજબુત રહેશે. બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડની મુલાકાત થશે. તમે કોઈને આપેલા પૈસા પાછા મળશે.