મેષ રાશિ
આજે તમારે સફળતા મેળવવા માટે બે ગણી મહેનત કરવી પડશે. આજે નોકરીયાત લોકોને ઓફિસમાં નક્કી સમય પર પોતાનાં કામ પુરા કરવાની સલાહ આપવામાં આવે છે. જો આજે તમારું કોઈપણ કામ અધુરું રહી જાય તો તમારે બોસનાં ગુસ્સાનો સામનો કરવો પડશે. પૈસાની બાબતમાં તમારો આજનો દિવસ ખર્ચાળ રહેવાનો છે. આજે તમારે ધીરજ રાખવી પડશે. આવનારા સમયમાં તમારી દરેક પ્રકારની પરેશાનીઓ જાતે જ ઉકેલાય જશે.
વૃષભ રાશિ
વ્યવસાયમાં નવા સ્ત્રોત પ્રાપ્ત થશે, જેનાથી તમે વધારે પૈસા કમાઇ શકો છો. ઈજા પહોંચવાની સંભાવના છે. સ્વાસ્થ્યથી પરેશાન રહેશો. તમારી દિનચર્યામાં નુકસાન કે ઈજા પહોંચી શકે છે. તમે તમારા કામને લઈને થોડા વિચારમાં રહેશો પરંતુ તમે કોઈ નિર્ણય નહિ લઈ શકો. અચાનક પરિસ્થિતિ બગડી શકે છે. આજનાં દિવસે ગાયને રોટલી ખવડાવો. તમારો આજનો દિવસ સારો પસાર થશે. કપડાનાં વેપારીઓ માટે આજનો દિવસ સારો રહેશે.
મિથુન રાશિ
આજે પરિવાર તરફથી મળતા સુખમાં કમી આવી શકે છે. તમારી જરૂરિયાતો આરામથી પુરી થશે. કોઈની મદદથી તમે તમારી પરેશાનીમાંથી બહાર નીકળવામાં સફળ થશો. કામનાં ક્ષેત્રમાં હરીફો તરફથી કોમ્પિટિશન મળી શકે છે. આજે કોઈપણ બાબતને હળવાશમાં લેવાની કોશિશ ના કરવી. એવું વિચારો કે તમે શું કરશો, જેનાથી તમારા જીવનમાં ખુશીઓ આવે. આજે સામાજિક રૂપથી તમને યશ-કીર્તિ મળશે. નોકરીમાં થોડી પરેશાની રહેશે.
કર્ક રાશિ
આજે તમને તમારા જીવનમાં મોટા બદલાવ જોવા મળશે. પરિસ્થિતિ તમારા પક્ષમાં સારું સમય નિર્માણ કરી રહી છે. વિરોધીઓ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે પરંતુ સફળ નહીં થઈ શકે એટલા માટે નિશ્ચિત રહો. કોઈ રચનાત્મક કામથી તમને ફાયદો થશે. તમારો થોડો સમય મોજ-મસ્તીમાં પસાર થશે. લગ્ન લાયક લોકોને જીવનસાથી મળવાનાં યોગ છે. તમારા સ્વભાવમાં ધીરજ તથા સંયમ રાખવો.
સિંહ રાશિ
આજે કોઈ ચિંતાનાં કારણે તમારું મન પરેશાન થઈ શકે છે. એનર્જીની કમી રહેશે. આજે વેપારીઓને સારો લાભ પ્રાપ્ત થશે. તમારા લગ્નજીવનમાં થોડો ઉતાર-ચઢાવ આવી શકે છે. નોકરીયાત લોકોને પ્રગતિ પ્રાપ્ત થશે. લાંબા સમયથી અધુરા રહેલા કામ પુરા કરવામાં સફળતા મળશે. તમે તમારા જીવનમાં લગભગ દરેક વસ્તુને લઈને સહજ અને પ્રસન્ન રહેશો. તમારા મનને કેન્દ્રીત કરવાનો પ્રયાસ કરો. સંબંધોમાં સુધારો થવાનાં યોગ બની રહ્યા છે.
કન્યા રાશિ
આજે તમારો દિવસ વિચારોમાં પસાર થશે. આજનાં દિવસે તમે જે પણ કામ શરૂ કરશો, તેમાં તમને સફળતા જરૂર મળશે. તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે તથા આંખોમાં તકલીફ થવાની સંભાવના છે. પરિવારની સાથે ક્યાંક ફરવા જવાનો પણ આજે તમને અવસર મળશે. તમને કોઈ બહુરાષ્ટ્રીય કંપનીમાંથી નોકરીનો સારો પ્રસ્તાવ મળી શકે છે. કામને લઈને આજે કોઈપણ પ્રકારની બેદરકારી રાખવી નહિ. લાગણીમાં આવીને તમારૂ ફોકસ ગુમાવશો નહિ.
તુલા રાશિ
લવમેટ માટે આજનો દિવસ શાનદાર રહેશે. જો જીવનમાં કોઈ પરેશાની છે તો તે ફક્ત તમારા આત્મવિશ્વાસની કમી છે. કોઈ કામમાં વિક્ષેપથી તમે માનસિક રીતે પરેશાન થઈ શકો છો. બિઝનેસમાં રોકાણ કરતા પહેલા ખુબ જ વિચારી લેવું. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે તમારો ઇરાદો તમારા મિત્રો સાથે વધારેમાં વધારે સમય પસાર કરવાનો રહેશે.
વૃશ્ચિક રાશિ
આજે કેટલીક એવી બાબતો બહાર આવશે, જે આગામી દિવસોમાં તમને મોટો ફાયદો કરાવી શકે છે. અગાઉની તમારી કોઈ ઈચ્છા પુરી થવાની સંભાવના છે, જેને લઈને તમારું મન પ્રસન્ન રહેશે. નોકરી સાથે જોડાયેલા લોકોને કામમાં સફળતા મળશે, સાથે જ બોસ સાથે સંબંધ મજબુત થશે. સવારે ઉઠીને જોગિંગ કરવા જવાથી દિવસભર તાજગીનો અનુભવ કરશો. કુટુંબમાં ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન થઈ શકે છે.
ધન રાશિ
આજે તમને મહત્વપુર્ણ કામમાં મોટા ભાઈ-બહેનની મદદ મળશે. તમારો આર્થિક પક્ષ પહેલા કરતા પણ વધુ મજબુત થશે. તમે બાળકો સાથે ક્યાંક જવાની યોજના બનાવશો. આજે તમને ધન લાભની તક મળશે. ભાગ્યની મદદથી તમારા કોઈ ખાસ કામ પુરા થશે. તમારી ખ્યાતિ વધશે અને તમે વિપરીત લિંગનાં લોકોને તમારી તરફ આકર્ષિત કરશો. વ્યાવસાયિક ડીલ માં સફળતા મળી શકે છે.
મકર રાશિ
આજે તમે પરિવાર અને મિત્રો સાથે ખુશીની ક્ષણોનો આનંદ માણી શકશો. કાર્ય સંબંધિત વસ્તુઓમાં ધીમે-ધીમે પ્રગતિ જોવા મળશે. બિઝનેસ સાથે જોડાયેલો કોઈ મોટો મુદ્દો આજે હલ થઈ શકે છે. તમારા લક્ષ્યોને પ્રાથમિકતા આપો. બીજા પાસેથી ગિફ્ટ મેળવવા માટે આજે સારો દિવસ છે. આજે તમે તમારી કોઈ નજીકની વ્યક્તિ દ્વારા છેતરાઈ શકો છો તેથી બેદરકારી રાખવી નહિ. પાર્ટનર સાથે રોમાન્સની કેટલીક તક મળશે. પ્રેમ સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.
કુંભ રાશિ
આજે તમને નવા પ્લાનની ઓફર મળશે. સંતાનની જવાબદારીઓ પુરી થશે. કામનાં ક્ષેત્રમાં સફળતા મળવાથી પણ તમને ફાયદો થશે. આજે તમારે કોઈની પણ વાત પર વિશ્વાસ કરવાથી બચવું પડશે નહિતર કોઈ તમને ગેરમાર્ગે દોરી શકે છે. તમારે ભાઈઓ સાથે કોઈ વિવાદ થઈ શકે છે. કોઈપણ બાબતમાં ઉતાવળ ના કરવી કે જીદ્દી વલણ અપનાવશો નહિ નહિતર તમને નુકસાન થઈ શકે છે. ધાર્મિક કાર્યમાં રુચિ વધશે.
મીન રાશિ
આજે તમારા વાહન સુખમાં વધારો થશે. તમે ખુશ રહેશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ફળદાયી સાબિત થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો. તમારું લગ્નજીવન સુખદ રહેશે. તમારે તમારા રોમેન્ટિક સંબંધોને નિયંત્રિત કરવાની જરૂર રહેશે. પગાર વધારા કે પ્રમોશનનાં સમાચાર આવે તો નવાઈ નહીં. ભાઈ-બહેન વચ્ચે પ્રેમ વધશે. પારિવારિક વાતાવરણ સારું રહેશે અને પરિવારનાં સભ્યોનો સહયોગ મળશે. કોઈ કાર્ય પુર્ણ થવાથી તમારો પ્રભાવ અને પ્રભુત્વ વધશે.