મેષ રાશિ – આજે કોઈની સાથે બિનજરૂરી વિવાદમાં ના પડવું. લાભદાયી યોજનાઓથી વેપારમાં વધારો થઈ શકે છે. કામનાં ક્ષેત્રમાં કામ વધારે હોવાનાં કારણે તણાવ થઈ શકે છે, તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. ખર્ચાઓ વધારે થવાનાં કારણે માસિક બજેટમાં ઉથલ-પાથલ રહેશે. તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવુ. આજે તમારા અધુરા કામ આગળ વધશે. પરિવારમાં તણાવ રહી શકે છે. બિઝનેસમાં નફો થઈ શકે છે. પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી.
વૃષભ રાશિ – આજે તમે માનસિક રીતે હળવાશ અનુભવશો. સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને પ્રમોશન મળી શકે છે. તમારું પારિવારિક જીવન સારું રહેશે. કોઈ શુભ પ્રસંગમાં ભાગ લઈ શકો છો. આજનાં દિવસે કોઈ ગરીબ વ્યક્તિને ચોખાનું દાન કરવાથી શુભ ફળ મળશે. આજનો દિવસ બહુ ફાયદાકારક નથી તેથી તમારા બજેટ પર નજર રાખવી અને જરૂરિયાત કરતા વધારે ખર્ચાઓ ના કરવા. લગ્નજીવનમાં ચાલી રહેલ તણાવ ખતમ થઈ જશે.
મિથુન રાશિ – આજે તમારા અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. તમારા જીવનમાં પ્રેમ, સુખ અને શાંતિ રહેશે. ઓફિસમાં નવા ઉચ્ચ અધિકારીઓ સાથે કામ કરવાની તક મળશે. બિઝનેસના સંબંધમાં મુલાકાત થઈ શકે છે. તમે તમારી વાણીમાં મધુરતા જાળવી રાખશો. તમે એક મધુર વાણીથી દરેકનું દિલ જીતી લેશો. વ્યવસાય સંબંધિત દરેક વસ્તુ કાળજીપુર્વક કરવાની જરૂર છે. સંપત્તિ સંબંધિત કામમાં પણ નુકસાન થવાની સંભાવના છે.
કર્ક રાશિ – આજે કોઈ તમારો વિરોધ નહિ કરે. તમારી પોતાની બહુ ચિંતા ના કરો. યુવાનો માટે કરિયર ગ્રોથની શક્યતા છે. આજે પિત્તાશયના દર્દીઓને આરોગ્યને લગતી બાબતો અંગે સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. કામનાં ક્ષેત્રમાં સહકર્મીઓના સહયોગથી કામ થશે. કલા અને સંગીતના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ શુભ છે. ભાગીદારી અને વ્યાવસાયિક ભાગીદારોથી દુર રહેવું. નાની-નાની સમસ્યાઓ મોટી બનીને તમારી સામે આવશે.
સિંહ રાશિ – આજે તમારી આસપાસના કેટલાક લોકો સાથેના સંબંધો સુધરી શકે છે. તમે કામનાં સ્થળની કેટલીક અધુરી યોજનાઓ પણ શરૂ કરી શકો છો. જો તમને તમારા મિત્રોનાં કારણે થોડો તણાવ હોય તો તે પણ સમાપ્ત થઈ જશે. આજે તમારે લોન લેવી પડી શકે છે. તમે કોઈ બાળપણના મિત્રને મળી શકો છો, તે તમારી જુની યાદોને પાછી લાવશે. તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. રોકાણ કરતાં સમયે તમામ પાસાઓની સંપુર્ણ તપાસ કરો.
કન્યા રાશિ – આજે યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે વધારે સારી તક મળશે. જરૂરિયાતમંદને ભોજન કરાવો, તમારો મુડ સારો રહેશે. તમે તમારા બાળકોને લઈને ચિંતિત થઈ શકો છો. તમે તમારા માતા-પિતા સાથે ખરીદી કરવા જઈ શકો છો. આજે તમારા જુના મિત્રો સાથે વાતચીત કરી શકો છો. તમને પૈસા કમાવવાના નવા માર્ગ મળી શકે છે. મિત્રોની મદદ મળી શકે છે. આધ્યાત્મિક કામમાં રુચિ વધશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે.
તુલા રાશિ – આજે તમને કોઈ ખુબ જ રોમાંચક સમાચાર મળી શકે છે. ભાઈ-બહેન અને મિત્રોનો સહયોગ મળશે. તમે તમારા વધતા કરજમાંથી પણ ઘણા હદ સુધી છુટકારો મેળવશો, જેના કારણે તમે રાહતનો શ્વાસ લેશો. જો તમે કોઈ પાર્ટ ટાઈમ કામ કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે પણ સમય કાઢવો સરળ રહેશે. પરિવારની કોઈ વ્યક્તિ તમને આર્થિક સ્થિતિ અંગે નિરાશ કરશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ.
વૃશ્ચિક રાશિ – આજે તમે નવા લોકો સાથે મિત્રતા કરશો. પારિવારિક વ્યસ્તતાનાં કારણે તમે કામનાં ક્ષેત્રમાં વધારે સમય પસાર નહીં કરી શકો પરંતુ મોટાભાગનું કામ ઘરેથી ફોન દ્વારા પુર્ણ કરવામાં આવશે. બીજાની બાબતોમાં દખલગીરી કરવાથી તમારા આત્મ-સન્માન પર પણ નકારાત્મક અસર પડી શકે છે. આવનારા પડકારોનો સામનો તમે પુરા જોશ અને ઉત્સાહથી કરશો અને આ પડકારોને પાર કરવામાં પણ તમે સફળ થશો.
ધન રાશિ – આજે તમારા પરિવારમાં ઘરના વડીલોનો પુરો સહયોગ મળી શકે છે. નોકરી શોધનારા લોકોએ આર્થિક રીતે સક્ષમ બનવાની જરૂર રહેશે. કોઈ વાતને લઈને તમારા મનમાં ચિંતા રહેશે. કામની બાબતમાં યાત્રા કરી શકો છો. લેવડ-દેવડનાં મામલામાં સાવધાન રહો નહીં તો પાછળથી નુકસાન ઉઠાવવું પડી શકે છે. તમે નવા લોકોને મળશો, જે તમને ભવિષ્યમાં નફો કરવામાં મદદ કરી શકે છે. વેપાર દ્વારા સારો નફો મેળવી શકો છો.
મકર રાશિ – રચનાત્મક કામમાં પૈસાનું રોકાણ કરી શકો છો. કામની બાબતમાં કરવામાં આવેલા પ્રયત્નો તમને સારા પરિણામ આપશે. નવા બિઝનેસ, ડીલ અને નવી નોકરી માટે તમામ પ્રકારની ઓફર મળી શકે છે. જીવનસાથી સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવી શકો છો, જેનાથી તમારા બંનેનું મન ખુશ થશે અને તમને જીવનમાં કંઈક નવું અનુભવવા પણ મળશે. કામનાં ક્ષેત્રમાં તમારી બુદ્ધિમત્તાની કુશળતાનાં દમ પર તમે દરેક કામને સમયસર પુર્ણ કરશો.
કુંભ રાશિ – આજે તમે તમારા સપના પુરા કરી શકશો અને પરિવારના સભ્યો તરફથી તમને ખુબ જ પ્રેમ મળશે. સ્વાસ્થ્ય સંબંધીત પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે, ખાણીપીણી પર ધ્યાન આપો. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, પૈસાની લેવડ-દેવડ અંગે સાવચેત રહેવું. ખર્ચાઓ વધારે થશે. કામ પ્રત્યે તમારી મહેનત અને સમર્પણ દેખાશે. કામની માંગણીના અવરોધો દુર થશે અને લાભની સ્થિતિનું નિર્માણ થશે. તમે તમારા લવ પાર્ટનર સાથે મનોરંજક સમય પસાર કરશો.
મીન રાશિ – વેપાર-ધંધાને લગતા મામલાઓ આજે સામાન્ય રહેશે. તમારો વ્યવસાય અને રોજગાર સારો ચાલશે. નોકરીમાં સારો ધન લાભ થશે. પદ-પ્રભાવ વધવાના સંકેત છે. વેપારીઓ માટે લાભની સ્થિતિ છે. પિતાના કામમાં તમારા સહયોગની પ્રશંસા થશે. તમે તમારા સાથીદારો સાથે ગેરસમજણ ઉભી કરી શકો છો. મહેનત કરીને જ સફળતા મેળવી શકો છો. ઘરનાં કામની ગતિ ધીમી થઈ શકે છે.