મેષ રાશિ
આજે તમને માતા-પિતાનો સહયોગ મળશે. દૈનિક કાર્યમાં અનિયમિતતા રહેશે. સ્વાસ્થ્ય સારું રહે તેના માટે સારી રીતે એક્ટિવિટી કરતા રહેવું જોઈએ. કોઈ સારી ગેમ રમો જેથી કરીને તમારું શરીર સ્વસ્થ રહે. આજે અંગત જીવન સંબંધિત કોઈ મહત્વપુર્ણ નિર્ણય લેતા પહેલા કોઈની પાસેથી સલાહ અવશ્ય લો. સામાજિક કાર્ય સાથે જોડાયેલા લોકોની મદદ માટે તમારે તત્પર રહેવું જોઈએ. નોકરીની તૈયારી કરતા યુવાનો પ્રયાસ કરવામાં કોઈ કસર નહિ છોડે.
વૃષભ રાશિ
વૃષભ રાશિ વાળા લોકો પોતાના બજેટ પર નજર રાખે અને જરૂરિયાતથી વધારે ખર્ચાઓ ના કરે. જીવનસાથી કોઈ કામમાં તમારી સલાહ લેશે. તમે તમારા સુખમાં વધારાનો અનુભવ કરશો. દરેક ચિંતા દુર થશે. ધનની આવક સારી રહેશે. કોઈ મહિલાનાં કારણે તમને લાભ થશે. તમને કોઈ સારા સમાચાર મળશે. શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રહેશો. કોઈને પૈસા ઉધાર આપવા નહિ નહિતર પાછા મેળવવામાં મુશ્કેલી થઈ શકે છે.
મિથુન રાશિ
આજનો દિવસ શાંતિથી પસાર થશે. તમે મીઠી વાણી અને વિનમ્ર વ્યવહાર રાખવો. વાતચીત કરતા સમયે તમારા શબ્દોનો પ્રયોગ સંભાળીને કરવો. તમારી વાણી તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. પૈસાની બાબતમાં તમારો આજનો દિવસ ભાગ્યશાળી રહેવાનો છે. ઓછા પ્રયાસમાં તમને સારા પૈસાની પ્રાપ્તિ થઈ શકે છે. રાજકારણમાં કોઈ ઉચ્ચ નેતાના આશીર્વાદ પ્રાપ્ત થશે. બાળકો સાથે વિવાદ કડવાશ ઉત્પન્ન કરશે.
કર્ક રાશિ
આજે કોઈ ફસાયેલા પૈસાની પ્રાપ્તિ થઈ શકે છે. ભાવનામાં આવીને કોઈપણ નિર્ણય ના લો. આજે તમે થોડા તણાવમાં રહેશો. વ્યવસાયમાં કોઈ મહત્વનો લાભ પ્રાપ્ત થઈ શકે છે. આજે તમને વ્યવસાયમાં લાભ પ્રાપ્ત થઈ શકે છે. જોકે તેને મેળવવામાં થોડી ઘણી બધી મહેનત પણ કરવી પડશે. પરિવારના લોકોનાં સ્વાસ્થ્યને લઈને ચિંતામાં રહેશો. ખાસ કરીને માતા પિતા અને બાળકોનું સ્વાસ્થ્ય તમને પરેશાન કરી શકે છે.
સિંહ રાશિ
આજે તમારું મન અનેક પ્રકારની ચિંતાથી ગ્રસ્ત થશે. તમારું મન ઉદાસ થઈ શકે છે. વધારે પડતો તણાવ અને ચિંતા કરવી, તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. મોજ મસ્તી કરવા માટે તમારી પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખો અને મનોરંજન પર જરૂરિયાતથી વધારે ખર્ચાઓ કરવાથી બચો. રસ્તા પર વધારે પડતી સ્પીડમાં ગાડી ના ચલાવો. પૈસાનું આગમન થઈ શકે છે. આજે તમે પોતાનામાં સુસ્તી અને કમજોરી મહેસુસ કરશો. અમુક સારા સંપર્ક સ્થાપિત થશે.
કન્યા રાશિ
આજનો દિવસ તમારા માટે ઘણો સાર્થક રહેશે. રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ સારો છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. સરકારી નોકરીયાત લોકોનું ટ્રાન્સફર થઈ શકે છે. વ્યવસાયમાં આવકમાં વધારો થઈ શકે છે. તમે અનુભવ કરશો કે મોટી સંખ્યામાં લોકો તમારી તરફ આકર્ષિત થઈ રહ્યા છે. જીવનસાથી સાથે વિવાદમાં ના પડો. તમારી વાણી અને વ્યવહાર પણ નિયંત્રણ રાખવું. બીજાની સમસ્યા તથા કાર્યને ઉકેલવામાં તમારી મહત્વપુર્ણ ભુમિકા રહેશે.
તુલા રાશિ
આજે તમારા મનમાં ઉત્સાહ રહેશે, જેનાં કારણે તમારો આજનો આખો દિવસ હસી-ખુશીમાં પસાર થશે. તમારું પારિવારિક જીવન આનંદમય રહેશે. કોઈ કાર્ય પુર્ણ થવાથી તમારું મન પ્રસન્ન રહેશે. બિઝનેસમાં સામાન્ય ફાયદો થશે. નોકરીમાં પ્રગતિ શક્ય છે. ઘરમાં મહેમાનોની અવરજવર રહેશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શુભ છે. સ્નેહીજનો તરફથી કોઈ ગિફ્ટ મળી શકે છે. સાંસારિક જીવન સુખમય રહેશે. આજે દિવસભર મનમાં પ્રસન્નતા રહેશે.
વૃશ્ચિક રાશિ
આજે તમને પરિવારનો પુરો સહયોગ મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારો આજનો દિવસ સારો રહેશે. સત્તાવાર લોકોએ સતર્ક રહેવું પડશે. બિઝનેસમાં રોકાણ કરવા માટે પ્લાનિંગ કરી શકો છો, જે પણ નિર્ણય લો તે ખુબ જ વિચારીને લેવો નહિતર નુકસાનીનો સામનો કરવો પડી શકે છે. ધાર્મિક કાર્યોમાં તમારો સહયોગ આપો, જીવનમાં ખુશીની લાગણી રહેશે. તમારી કારકિર્દી વિશે ગંભીરતાથી વિચારો. તમારા કામમાં બદલાવ આવી શકે છે.
ધન રાશિ
આજે તમારા સ્વભાવ અને વ્યક્તિત્વથી સૌ કોઇ ખુશ રહેશે. મિત્રની પાર્ટીનું આમંત્રણ ઘરે આવી શકે છે. ઓફિસમાં તમારા કામ માટે બોસ તમારી પ્રશંસા કરશે. બિનજરૂરી યુક્તિઓમાં પડવું નહિ, તમને જે ગમે તે કરો, જે તમને આનંદ અને સંતોષ આપે છે. વિપરીત લિંગ પ્રત્યે આકર્ષણ વધશે. કલાના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ રહેવાનો છે. આજે લોકો તમારી વાતોથી ખુબ જ પ્રભાવિત થશે.
મકર રાશિ
કોઈપણ પારિવારિક મુદ્દાને ચતુરાઈથી ઉકેલવો પડશે. સંપત્તિ અથવા નાણાકીય વર્તનને લગતા નિર્ણયો કાળજીપુર્વક લો. કામકાજમાં આજનો દિવસ સારો રહેશે. માતા-પિતા તમારા કામમાં તમારી મદદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. પ્રેમીઓ વચ્ચે થોડો વિવાદ થઈ શકે છે. તમારા મનપસંદ જીવનસાથી સાથે વાતચીત અથવા મળવાની સંભાવના ઓછી થઈ શકે છે. ધાર્મિક કાર્યોથી ભક્તિ પ્રગટ થશે અને તમારા મનની અશાંતિ દુર થશે.
કુંભ રાશિ
વાહન ચલાવતી વખતે બેદરકારી ના રાખવી. આજે તમારા મનમાં કોઈ નકામી મુંઝવણ રહેશે, જેને લઈને તમે પરેશાન થશો પરંતુ તમે તમારા મનની કેટલીક સમસ્યાઓ માતા સાથે શેર કરી શકો છો. પ્રોપર્ટીમાંથી સારું વળતર મળવાના સંકેત છે, આર્થિક સ્તરે ઉછાળો આવશે. આજે તમે એવી માહિતી મેળવી શકો છો, જેને મેળવવા માટે તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતાં. કામનાં ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે તમારે ખુબ જ મહેનત કરવી પડશે. તમારી વાણીને અનિયંત્રિત ના થવા દો.
મીન રાશિ
આજે કોઈપણ નવું કામ શરૂ કરવા માટે પહેલા તેના વિશે વિચારી લેવું, બાદમાં જ નિર્ણય લો. આર્થિક સ્થિતિ ઘણી નબળી પડી શકે છે. કામનાં ક્ષેત્રમાં પરેશાનીઓ આવશે અને કામ પણ વધી શકે છે. આજે તમે દુશ્મનોને હરાવી શકશો. વધુ પડતું કામ પણ તણાવ વધારી શકે છે. વધુ પડતો તણાવ અને ચિંતા કરવાની ટેવ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તમારું પારિવારિક જીવન સુખમય અને આનંદમય રહેશે.