આજનું રાશિફળ ૧૭ મે ૨૦૨૩ : આજે આ પાંચ રાશિ વાળા લોકો પર મહેરબાન રહેશે ગણપતિ બાપ્પા, ઉર્જા તથા ઉત્સાહમાં વધારો થશે

Posted by

મેષ રાશિ
તમારો આજનો દિવસ સારો રહેશે. નવી મિત્રતાનાં કારણે તમને ભવિષ્યમાં પણ લાભ થઈ શકે છે. આજે લેવામાં આવેલ નિર્ણય પર તમારે કાલે ફરીથી નવી રીતે વિચાર કરવો પડશે. વિદ્યાર્થીઓને શિક્ષામાં થોડી મુશ્કેલી રહેશે, જેનાં માટે તેમણે પોતાના સિનિયર તથા ગુરુજી પાસે મદદ લેવી પડશે. સંતાન દ્વારા કોઈ એવું કામ કરવામાં આવશે, જેનાથી તમારું મન પ્રસન્ન થશે. તમે સામાજિક માન-સન્માન પ્રાપ્તિની સાથે સમાજ સેવા કરવામાં અગ્રેસર રહેશો.

વૃષભ રાશિ
આજે તમે તમારી મહત્વાકાંક્ષાની પુર્તિ કરવામાં સફળ થશો પરંતુ તમને અમુક આર્થિક કષ્ટમાંથી પણ મુક્તિ મળશે કારણ કે તમે તમારું થોડું કરજ ઉતારવામાં સફળ થશો. મિત્રો સાથે થયેલી મુલાકાતથી આનંદ મળશે. સ્વયંને લઈને સંકોચ ના રાખો પરંતુ વિશ્વાસુ લોકોની વચ્ચે જ રહો. તમારા લગ્નજીવનમાં તકરાર થતી રહેશે. તમારો આજનો દિવસ સારો પસાર થશે. તમારી વાતોથી અમુક લોકો પ્રભાવિત થશે.

મિથુન રાશિ
આજે તમને તમારા માતા-પિતાનો પુરો સહયોગ મળશે. પરિવારનો માહોલ આનંદદાયક રહેશે. પતિ પત્નિ ક્યાંક બહાર ફરવા જઈ શકે છે. પ્રેમ સંબંધો માટે આજનો દિવસ સારો છે. પ્રેમ વ્યક્ત કરી શકો છો. કોઈ વાતને લઈને ચિંતા રહેશે અને તમને તેનો જલ્દી રસ્તો મળશે. આજે કામમાં તમારું ફોકસ સારું રહેશે. ભાગ્ય પણ તમારા પક્ષમાં રહેવાનું છે. સ્વાસ્થ્ય પ્રમાણે તમારો આજનો દિવસ સારો રહેવાનો છે. કુંવારા લોકો માટે લગ્નનાં સારો પ્રસ્તાવ મળશે.

કર્ક રાશિ
વ્યવસાયનાં સ્થાન પર તમારો પ્રભાવ રહેશે. પાર્ટનર તમારી દરેક વાત સમજવાની કોશિશ કરશે. તમારું મન ભ્રમિત રહેશે. ભાઈ-બહેનમાં મતભેદ વધી શકે છે. પરિવારની સાથે આનંદપુર્વક સમય પસાર કરશો. પતિ-પત્નિમાં તણાવ દુર થશે. તમારા કામનાં વખાણ થશે અને અધિકારીઓ તમારાથી પ્રસન્ન રહેશે. આર્થિક લાભ મેળવવા માટે આજે તમારે થોડી વધારે મહેનત કરવી પડશે. તમે કોઈ નવા કામની યોજના બનાવશો.

સિંહ રાશિ
આજે કોઈ આ અધુરા કામ પુરા થવાથી તમને નવા અનુભવ થશે, જેમાં તમને ભાગ્યનો પણ સાથ મળશે. વિદ્યાર્થીઓનો આજનો દિવસ તેમના માટે સારો રહેશે. કોઈ જુના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે. તમારે ખોટા ખર્ચાઓ ના વધે, તેનું ધ્યાન રાખવું. તમારી વાતોને મહત્વ મળશે. તેમને ધ્યાનથી સાંભળીને લોકો તેના પર અમલ કરશે.

કન્યા રાશિ
પારિવારિક કલેશ દુર થશે. આજે તમે તમારા શત્રુઓને તમારી ઉપર હાવી ના થવા દો અને તેમને પરાસ્ત કરવામાં સફળ થશો. સ્વસ્થ તન-મનથી આજે તમે તમારા બધા કામ પુરા કરી શકશો. પરિણામરૂપે આજે તમારામાં ઉર્જા તથા ઉત્સાહ નજર આવશે. ભાઈ બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. મિત્ર મંડળની સાથે આનંદપુર્વક દિવસ પસાર કરશો. પોતાનાં લોકોની વચ્ચે રિલેશનમાં સુધારો થશે. બિનજરૂરીની પરેશાનીમાં તમારો આજનો દિવસ ખરાબ ના કરવો. આજે તમારા પરિવારમાં સંપત્તિને લઈને થોડો વિવાદ થઈ શકે છે.

તુલા રાશિ
આજે મહત્વપુર્ણ કાર્યો પુરા કરવામાં તમારે અમુક અડચણોનો સામનો કરવો પડી શકે છે. કામમાં સારો ફાયદો થશે. આજનાં દિવસની શરૂઆત તમારા માટે સારી રહેશે. પરિવારનાં સભ્યો તરફથી સુખ અને સહયોગ મળશે. વધારે નફો લેવાની લાલચમાં નુકશાન ના થાય તેનું ધ્યાન રાખવું. જીવનસાથીનો સહયોગ મળી શકે છે. ઘરમાં ઓછો અને બહાર વધારે સમય પસાર થશે. સંતાન સંબંધીત કોઈ મહત્વપુર્ણ કામ પુરા થશે. તમારી યોજનાઓ સફળ થશે.

વૃશ્ચિક રાશિ
આજનો દિવસ સ્પષ્ટતા સાથે તમારી વાત બીજાની સામે મુકવાનો છે. ધાર્મિક કામમાં રસ વધશે. તમે લગ્ન અથવા શુભ કાર્યમાં ભાગ લેશો. તમારા મનમાં પ્રસન્નતા રહેશે. આજે વડીલો અને સજ્જનોનું સન્માન કરવામાં તમે સૌથી આગળ રહેશો. મહેમાન આવવાની સંભાવના છે. તમારું મનોબળ ઊંચું રહેશે. બિઝનેસમાં સ્પર્ધાની તક મળશે. તમે કોઈ નવા કાર્યની યોજના બનાવશો. આવકના સ્ત્રોતોમાં પણ વધારો થવાની સંભાવના છે.

ધન રાશિ
આજે તમને તમારા જીવનસાથીનો ટેકો અને સાથ મળશે. સંબંધોમાં નિકટતા રહેશે. સંતાનનાં શિક્ષણને લગતી કોઈ મોટી ચિંતામાંથી મુક્તિ મેળવી શકો છો. આજે તમે તમારા જીવનસાથી સાથે ભવિષ્યની યોજનાઓ અંગે પણ ચર્ચા કરી શકો છો. તમારે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને કેટલાક નિર્ણય લેવા પડશે. શરૂઆતમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. બિનજરૂરી ઝઘડાઓથી બચવું સારું છે. જો તમે કોઈ મિલ્કત ખરીદવા અને વેચવાનું વિચારી રહ્યા છો તો તેમાં સાવચેત રહો.

મકર રાશિ
માતા-પિતા પાસેથી પૈસા મળવાનાં યોગ છે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. બિઝનેસમેનને સારો આર્થિક લાભ મળી શકે છે. સાથે જ ખાવા-પીવાની વસ્તુઓ સાથે જોડાયેલા કામ કરતા લોકોને પણ અપેક્ષા મુજબ પરિણામ મળવાની સંભાવના છે. આજનો દિવસ તમને સામાજિક, આર્થિક અને પારિવારિક ક્ષેત્રોમાં લાભ થવાનો સંકેત આપે છે. કામનાં ક્ષેત્રમાં થોડું ટેન્શન ચાલી રહ્યું હતું તો તેમાંથી પણ છુટકારો મળશે.

કુંભ રાશિ
આજે તમારા સકારાત્મક વલણનાં કારણે તમે દરેક પરિસ્થિતિને અનુકુળ થવામાં સફળ થશો. તમારા જીવનસાથી સાથે કોઈ વાતને લઈને તકરાર થઈ શકે છે. લાકડાનાં કામ કરતા લોકોને આજે સારો આર્થિક લાભ થઈ શકે છે. તમારા કામમાં વધારો થશે. પૈસાની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે. જીવનસાથી અને પુત્ર તરફથી તમને સારા સમાચાર મળશે. આજનો દિવસ સકારાત્મક અને કુશળતાપુર્વક પસાર થશે. તમને તમારા સાસુ-સસરા તરફથી માન-સન્માન મળી શકે છે.

મીન રાશિ
આજે તમે કામમાં સફળતા અને પ્રતિસ્પર્ધીઓ પર જીત મેળવીને ખુશ રહેશો. પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો મજબુત રહેશે. ઉતાર-ચઢાવમાં તમને તેમનો સાથ મળશે. સ્વાસ્થ્ય નબળું રહેશે. ભાગદોડનાં કારણે આજે તમે ખુબ જ થાક અનુભવશો. ઘણા દિવસોથી ચાલી રહેલી પૈસાની સમસ્યાઓ ખતમ થઈ જશે. તમારો આર્થિક પક્ષ મજબુત રહેશે પરંતુ આજે કોઈપણ પ્રકારનું લાંબાગાળાનું રોકાણ ના કરવું.