આજનું રાશિફળ ૨૧ મે ૨૦૨૩ : આજે આ ૩ રાશિ વાળાની કુંડળીમાં બની રહ્યા પ્રગતિનાં યોગ, આજે સારા સમાચાર મળશે, જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે

Posted by

મેષ રાશિ
આજે તમે તમારા પોતાના લોકોની સાથે તમારી જુની યાદો શેર કરશો, જેનાથી તમે સુખદ  અનુભુતિ મહેસુસ કરશો. હાલમાં જ થયેલા કોઈ નુકસાનની ભરપાઈ થશે. તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરવાની પણ યોજના બનાવી શકો છો. પારિવારિક જીવનમાં સ્થિતિઓ અનુકુળ રહેશે. આજે ગાયને લીલું ઘાસ ખવડાવો, તમારા જીવનમાં સુખની પ્રાપ્તિ થશે. આજે વિવાદમાં ના પડવું અને કોઈપણ કાર્ય માટે વધારે આતુર ના થવું. સંતાનને ખોટા કાર્યની તરફ અગ્રેસર જોઈને તમારું મન દુઃખી થશે.

વૃષભ રાશિ
આજે તમે અમુક નવા કામ કરવાનું વિચારી શકો છો. આજનો દિવસ તમારા માટે થોડી મુશ્કેલી વાળો છે. સાસરિયા પક્ષનાં કોઈ વ્યક્તિ પાસેથી જો આજે તમે પૈસા ઉધાર લીધા હતાં તો તે તમારા રિલેશન બગાડી શકે છે. ભાઈ કે બહેન તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારા કામકાજને વ્યવસ્થિત કરવા પર ધ્યાન આપવું. પૈસા સાથે જોડાયેલા અમુક નવા અવસર તમને મળી શકે છે. લગ્ન લાયક લોકો માટે ઉત્તમ લગ્નનાં પ્રસ્તાવ આવી શકે છે.

મિથુન રાશિ
આજે તમને તમારા અંતર આત્માનો અવાજ અવશ્ય સાંભળવા મળશે. જો કોઈ નિર્ણય લેવામાં પરેશાની થઈ રહી છે તો કોઈની સલાહ લો. વિદ્યાર્થીઓનું મન પ્રસન્ન રહેશે અને અભ્યાસમાં મન લાગશે. મિત્રોની સાથે ક્યાંક ફરવા જવાનો પ્રોગ્રામ બની શકે છે. તમે તમારા બાળકોની સાથે સારો સમય પસાર કરશો. તમે તમારી બુદ્ધિ તથા ચતુરાઈનો પરિચય આપીને સરળતાથી તમારા બધા કાર્ય પુરા કરી શકશો. તમારું લગ્નજીવન સુખદ રહેશે. આજે તમારે તમારી આવશ્યકતા અને પ્રાથમિકતાને લઈને સ્પષ્ટ રહેવું.

કર્ક રાશિ
આજનો દિવસ તમારા માટે શુભ છે. સાસરિયા પક્ષ તરફથી સારા સમાચાર મળશે. પ્રતિસ્પર્ધીઓને પરાજિત કરવામાં સફળ સાબિત થશો. આજે તમારી મુલાકાત કોઈ જુના મિત્ર સાથે થઈ શકે છે. ભાઈ-બહેન સાથે ખોટા વિવાદમાં પડવાથી બચવું. પારિવારિક માહોલ શાંત રહેશે. પરિશ્રમનું ઉચિત પરિણામ ના મળવાથી થોડી નિરાશા મહેસુસ કરશો. ઘરમાં સંબંધીઓનું આગમન થઈ શકે છે. વ્યવસાયમાં વડીલ વ્યક્તિનાં માર્ગદર્શનનો તમને લાભ મળશે.

સિંહ રાશિ
પ્રેમી પાર્ટનર સાથે તમારા સંબંધ મધુર રહેશે અને તમે એકબીજાની ભાવનાને સમજશો. રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સારો દિવસ છે. માન-સન્માનની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થીઓને કોઈ સારો પ્રસ્તાવ મળી શકે છે. પરિવારમાં ચાલી રહેલી સમસ્યાનું સમાધાન થશે. બધાની સાથે હરવા-ફરવાના પ્રોગ્રામ બની શકે છે. આજે તમને અમુક મનોરંજન કાર્ય કરવાનો અવસર મળી શકે છે. કોઈની સાથે નવો સંબંધ બની શકે છે, જેનાથી તમને નવી ઉર્જા મહેસુસ થશે.

કન્યા રાશિ
આજે તમને કોઈ મોટો ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. આજનો દિવસ સુખ-શાંતિ અને આનંદમાં પસાર થશે. મિત્રોની સાથે સારો દિવસ પસાર થશે. વિદ્યાર્થીઓને કોઈ વિશેષ શિક્ષકોની મદદ લેવી પડશે. તમારા વ્યવસાયમાં ફસાયેલા પૈસા તમને પ્રાપ્ત થઈ શકે છે. તમારા પરિવારિક જીવન માટે આજનો દિવસ મુશ્કેલ હોય શકે છે. જે લોકો ઓનલાઈન કોઈ નોકરી શોધી રહ્યા છે, આજે તેમને કોઈ શુભ સુચના સાંભળવા મળી શકે છે.

તુલા રાશિ
આજે તમે જેટલી વધારે મહેનત કરશો એટલા જ સારા પરિણામ મળશે. જીવનસાથી તમારી પાસેથી કોઈ મોટી માંગણી કરી શકે છે. જો તમે તમારા સ્વાસ્થ્યની વાત કરો છો તો સતત બેસીને કામ કરવાનું ટાળો નહિતર તમને પીઠ અથવા કમરને લગતી કોઈપણ સમસ્યા થઈ શકે છે. તમે તમારા દેખાવનાં પરિવર્તનનાં વિચારો તરફ આકર્ષિત થઈ શકો છો. તમારી સમસ્યાને હલ કરવા માટે તમે કોઈ નજીકનાં વ્યક્તિની મદદ મેળવી શકો છો. સકારાત્મકતા વધશે.

વૃશ્ચિક રાશિ
આજે તમે તમારા મિત્રો અથવા પરિવારના સભ્યોને મળી શકો છો. બિઝનેસ ક્લાસનાં ગ્રાહકો સાથે પૈસાને લઈને વિવાદ કરવાથી બચો. કામ સાથે જોડાયેલી દરેક નાની-નાની વાત પર ધ્યાન આપો. તમારું પારિવારિક જીવન તણાવથી ભરેલું રહી શકે છે પરંતુ તમારે પરિસ્થિતિનો ચાલાકીપુર્વક સામનો કરવો પડશે. આજે તમારા પરિવાર સિવાય અન્ય કોઈને તમારી મદદની જરૂર હોય તો તેમને મદદ કરવામાં સંકોચ ના કરવો. બાકી રહેલી યોજનાઓ પુર્ણ થવા તરફ આગળ વધશે. ઈચ્છાશક્તિને મજબુત કરીને તમે પરિસ્થિતિને પોતાના પક્ષમાં કરી શકો છો.

ધન રાશિ
આજે તમે માનસિક રીતે પરેશાન અને મુંઝવણમાં રહેશો. તમે કોઈ નક્કર નિર્ણય લઈ શકશો નહી, જે તમને તણાવમાં રાખશે. યુવાનોને કરિયરમાં મોટી સફળતા મળી શકે છે. ખાણીપીણી પર ખાસ ધ્યાન આપવું, તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્રો અને પરિવાર તમને પુરો સાથ આપશે. તમે તમારા લક્ષ્યને પુર્ણ કરવા વિશે વિચારશો. જીવનસાથી સાથે કોઈ ને કોઈ વાતનાં કારણે વિવાદ થઈ શકે છે. તમે જે ભુલો કરો છો તેને સમજવાનો પ્રયાસ કરો.

મકર રાશિ
આજે તમને તમારું જ કોઈ વ્યક્તિ દગો આપી શકે છે. તમારાથી કોઇની સાથે ખરાબ વ્યવહાર થઈ શકે છે. જોકે તમારા મિત્રો તમને ભરપુર ટેકો આપવાનું ચાલુ રાખશે. જો તમે તમારી કોઈ અધુરી વ્યાવસાયિક યોજનાઓ પર ફરીથી કામ શરૂ કરવા માંગો છો તો તમારા માર્ગમાં કોઈ મોટી અડચણ આવી શકે છે પરંતુ તમારે સકારાત્મક રહેવાની જરૂર છે. અચાનક ધન લાભ થવાની સંભાવના રહેલી છે. આજે તમે કેટલાક ખાસ લોકોને મળશો. તમને પોતાનાં પર આત્મવિશ્વાસ વધી શકે છે.

કુંભ રાશિ
આજે તમે સંજોગોનો લાભ ઉઠાવીને પોતાના કામ પુરા કરી શકો છો. તમારે દરેક કામમાં ધીરજ રાખવી પડશે. કોર્ટનાં કેસોમાં સફળતા મળશે. વ્યાવસાયિક રૂપે તમે લોકપ્રિયતા અને પ્રશંસા મેળવશો. જોકે આજે વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું. વેપાર-ધંધાના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને લાભ મળવાનો છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. જે વ્યક્તિ માટે મનમાં ક્રોધ ઉત્પન્ન થતો હોય તેના પર કાબુ મેળવવાનો પ્રયાસ કરો.

મીન રાશિ
મુસાફરી કરવા માટે આજનો દિવસ સારો નથી. હરીફો અને મિત્રોના વેશમાં આવેલા દુશ્મનો તેમના પ્રયત્નોમાં નિષ્ફળ જશે. કાર્ય સંબંધિત પ્રયત્નોમાં સફળતા મળવાની પ્રબળ સંભાવના છે. યોગ્ય રીતે કામ કરશો તો તમારી આવક વધી શકે છે. આ સિવાય કાર્યસ્થળ પર તમારી સ્થિતિ મજબુત રહેશે. ઘરની બહાર પુછપરછ થશે. તમારી આસપાસનાં લોકો દ્વારા તમારી પ્રશંસા કરવામાં આવશે. તમારા વિચારોમાં સ્થિરતા લાવવાનો પ્રયાસ કરો.