મેષ રાશિ : આજે તમારે ઓફિસના કામમાં ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. પારિવારિક જવાબદારીઓમાં બેદરકારી રાખવી સારી નથી. વિદ્યાર્થીઓ આનંદમાં પોતાનો કિંમતી સમય ગુમાવી શકે છે, સાવચેત રહેવું. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળી શકે છે. કાર્ય સ્થળમાં તમારી સ્થિતિ પહેલા કરતા પણ સારી રહેશે. રોકાણ કરી શકો છો. સમયની સુસંગતતાનો લાભ લો. વ્યસ્તતાને કારણે સ્વાસ્થ્ય બગડી શકે છે.
વૃષભ રાશિ : આજે નોકરી અને વ્યવસાય તમારી સફળતાની ચાવી બની શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આજે તેમાં ઘટાડો થવાની શક્યતા છે. તમને ભારે થાક અને નબળાઇ અનુભવાશે પરંતુ ગભરાવાની જરૂર નથી. ધ્યેયને પહોંચી વળવા માટે તમારે તમારા પ્રયત્નો વધારવા પડશે. પ્રમોશન મળવાની પણ શક્યતા છે. વધુ પડતા કામના લીધે થાક લાગી શકે છે. તમને કોઈ મિત્રનો સહયોગ મળશે. યાત્રા સુખદ રહેશે.
મિથુન રાશિ : આજીવિકાના ક્ષેત્રમાં પ્રગતિ થશે. સ્વચ્છતા પ્રત્યે સહયોગ મળશે. જો તમારે કોઈ સંપત્તિ સંબંધિત વિવાદ ચાલી રહ્યો છે તો તમારે કોર્ટમાં જવું પડી શકે છે. જે લોકો વેપારના ક્ષેત્રમાં છે, તેમના અધુરા કામ પુરા થઈ શકે છે. આજે ઉચ્ચ સ્થાન પર કામ કરતી વખતે સતર્ક રહેવું. તમારા આગામી જીવનનો માર્ગ અને ધ્યેય નક્કી કરો. પરિવારના નાના સભ્યોના સ્વાસ્થ્ય અને અભ્યાસ અંગે ચિંતા રહેશે.
કર્ક રાશિ : ભવિષ્ય માટે આર્થિક યોજનાઓ બનાવવા માટે આજનો દિવસ સારો છે. ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું અને જોખમી સાહસો ટાળવા. વેપારની દ્રષ્ટિએ સકારાત્મક વિકાસની સંભાવના છે. જે લોકો નોકરી બદલવા માંગે છે અથવા નવી નોકરીની શોધમાં છે, તેમના માટે આજનો દિવસ સારો છે. સ્વાસ્થ્યની બાબતમાં વધારે સાવધાની રાખવી. તમારી ખાણીપીણી પર નિયંત્રણ રાખવું. પારિવારિક ચિંતાઓ રહેશે. તમને તમારા પ્રેમ અને બાળકોનો સહયોગ મળશે.
સિંહ રાશિ : આજનાં દિવસે કામમાં કોઈ મોટી ભુલ થઈ શકે છે. આજે અધિકારીઓ સાથે વૈચારિક મતભેદ વધશે. કોઈ રચનાત્મક કાર્ય કરવાથી તમને ફાયદો થશે. આજે વાહન ચલાવતી વખતે બેદરકારી ના રાખવી. વિદ્યાર્થીઓને સફળતા માટે ઘણી બધી તક મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે બધું જ સારું થશે. આજે તમે જે નવી માહિતી મેળવશો, તે તમને તમારા હરીફો કરતાં આગળ લઈ જશે. કોઈની સામે ખરાબ ભાષાનો ઉપયોગ ના કરવો.
કન્યા રાશિ : ઘરેલું મોરચે અધુરા રહેલા પ્રોજેક્ટ્સ ગતિ અને નિકટતાને પહોંચી વળશે. ઘરના નવીનીકરણ પાછળ ખર્ચાઓ થઈ શકે છે. કામનું ભારણ વધારે રહેશે અને સમયસર કામ પુર્ણ કરવા માટે પડકારો પણ મળશે, જેના કારણે ઉચ્ચ અધિકારીઓનાં ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. વાણી પર નિયંત્રણ રાખવું, કોઈપણ વિવાદમાં બિનજરૂરી રીતે ના પડો. વાહનની જાળવણી પાછળ વધારે ખર્ચાઓ થશે. નોકરો અને સહકર્મચારીઓ તરફથી કોઈ મુશ્કેલીની થવાની શક્યતા છે.
તુલા રાશિ : આજે માન-સન્માન વધી શકે છે. આજે શરીરને પુરતા આરામની જરૂર રહેશે. ઘરમાં ધન અને કિંમતી ચીજોને લઈને વધારે સાવધાની રાખવાની જરૂર છે. વિદ્યાર્થીઓને નિષ્ણાંત શિક્ષકોની સારી મદદ મળશે. જોખમી રોકાણોમાં પણ ફાયદો થશે. પરણિત અને પ્રેમ સંબંધોમાં કોઈપણ પ્રકારની દલીલમાં પડવાનું ટાળો. ધીરજથી કામ લેવું. સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોનું મનપસંદ જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ : પરિવારનાં સભ્યો તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. વ્યાવસાયિક રૂપે બાબતો સરળ રહેશે અને તમારી સારી પ્રગતિ થશે. આજનો દિવસ પરિવારનાં લોકો સાથે સારી રીતે પસાર થશે અને પરિવારના સભ્યો તરફથી પ્રેમ અને સમજદારી જોવા મળશે. તમે કોઈ સંશોધન પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરી શકો છો. તમારી આવકમાં વધારો થશે અને તમને આર્થિક લાભ મેળવવાના નવા માર્ગ પણ મળશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે. મિત્રો સાથે સમય પસાર કરી શકો છો.
ધન રાશિ : આજે પરિવારમાં તમારી માન-પ્રતિષ્ઠા વધશે. પરિવારમાં શુભ કાર્ય થઈ શકે છે. કોઈની સાથે નિષ્ક્રિય બેસીને સમય પસાર કરવા કરતાં તમારા કાર્યસ્થળમાં ચાલી રહેલી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું સારું છે. કાર્યક્ષેત્રમાં તમે તમારા સારા વ્યવહારથી વાતાવરણને સામાન્ય કરી શકશો. કોઈ મોટા કાર્યની જવાબદારી મળી શકે છે, જેમાં તમે સારું પ્રદર્શન કરશો. પૈસાને લગતા નિર્ણયો કાળજીપુર્વક લો. લાગણીઓનાં આધારે કોઈપણ નિર્ણય ના લેવો.
મકર રાશિ : આજે તમારું મન વધારે ખર્ચાઓનાં લીધે પરેશાન રહેશે. વડીલોના આશીર્વાદથી તમામ કામ સફળ થશે. આજે તમારા નકારાત્મક વિચારો તમારા સંબંધો પર ખરાબ અસર કરી શકે છે. મિત્રોની મદદથી તમે ધનની આપુર્તિ કરવામાં સફળ થશો. જો તમે આજે કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો સાવચેત રહેવું. સ્વાસ્થ્ય નબળું રહેશે. તમારું ખરાબ સ્વાસ્થ્ય તમારા મહત્વપુર્ણ કાર્યમાં અવરોધ ઉત્પન્ન કરી શકે છે.
કુંભ રાશિ : સામાજિક દરજ્જો મળી શકે છે. મિત્રોનો સહયોગ મળી શકે છે. બૌદ્ધિક કાર્ય અથવા સાહિત્ય લેખન જેવા કામ માટે સમય અનુકુળ છે. કાર્યક્ષેત્રમાં તમારે અગાઉ કરેલી ભુલ માટે ઠપકો સાંભળવો પડી શકે છે. વિદ્યાર્થીઓ આજે હરવા ફરવામાં જ સમય પસાર કરશે પરંતુ તેઓએ તેમના નબળા વિષયો પર ખુબ જ ધ્યાન આપવું પડશે. તમને તમારા વડીલ લોકો તરફથી ફાયદો થશે અને વ્યાવસાયિક રૂપે તમારી સ્થિતિ સ્થિર થઈ શકે છે.
મીન રાશિ : આજે પરિવાર કે આડોશ-પાડોશમાં કોઈ વિવાદિત પરિસ્થિતિ હોય તો સકારાત્મક રહેવું. તમારા લગ્નજીવનમાં ખુશીઓ આવશે. તમે તમારી બુદ્ધિ અને સરળતાથી તમારા દરેક કાર્યો પુર્ણ કરશો. તમે કેટલાક ઓનલાઇન કાર્ય કરવાની યોજના બનાવશો. સહકર્મીઓનો વિશ્વાસ પ્રાપ્ત કરીને આગામી દિવસોમાં શુભ પ્રગતિ કરી શકશો. માનસિક તણાવનાં કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે પણ બહુ ચિંતા ના કરવી.