આજનું રાશિફળ ૨૩ જુન ૨૦૨૩ : આજે આ ૫ રાશિ વાળા લોકોનું નસીબ તેમને આપશે દગો, સખત મહેનત કરવા છતાં પણ ધાર્યા કરતાં સફળતા ઓછી મળશે

મેષ રાશિ : આજે પ્રેમની બાબતમાં તમારે ગેરસમજણ થઈ શકે છે. સામાજિક કાર્ય કરવાની પ્રેરણા મળશે. તમે તમારા ઉચ્ચ અને સાથીદારોનું એકસરખું ધ્યાન આકર્ષિત રાખી શકશો. આજે ફસાયેલા પૈસા પાછા મળી શકે છે તેથી પ્રયત્નો કરતા રહેવું જોઈએ. પૈસાના રોકાણ માટે પણ આજનો દિવસ સારો છે. આજે તમારી જુની ભુલોનાં કારણે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કોઈની વાતનું દુ:ખ ના લગાડવું. અગાઉ કરેલી મહેનતનું ફળ હવે તમને મળશે.

વૃષભ રાશિ : આજે તમે ધર્મ કે સમાજ સાથે જોડાયેલા કોઈ કામ કરી શકો છો. બિનજરૂરી યાત્રાઓ કરવાનું ટાળો અને પરિવારનું ધ્યાન રાખો. વિદ્યાર્થીઓને પણ આજે કોઈ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. એવા લોકો સાથે હાથ મિલાવો કે જેઓ સર્જનાત્મક છે અને જેમની વિચારસરણી તમારી સાથે મેચ થાય છે. ખર્ચાઓ વધારે થવાનાં કારણે તમારું મન પરેશાન  રહેશે પરંતુ તમારો પ્રેમ અને વ્યવસાયની સ્થિતિ સારી રહેશે. ઓફિસનાં અધુરા કામ આજે સમયસર પુરા થશે.

મિથુન રાશિ : આત્મવિશ્વાસ સાથે આજે તમે તમામ ક્ષેત્રોમાં અપેક્ષા કરતા વધારે સારું પ્રદર્શન કરશો. પ્રેમ સંબંધમાં તમારે ખુબ જ પ્રેક્ટિકલ બનીને ધીરજથી ચાલવું પડશે નહિતર સંબંધોમાં તણાવ થઈ શકે છે. તમારા માટે આજે તમારી વાણી પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે. જો તમે નોકરી કરી રહ્યા છો તો તમારી પ્રગતિ થવાની સંભાવના રહેલી છે. પતિ-પત્નિ વચ્ચે સારા સંબંધો સ્થપાશે. સરકારી નોકરીમાં પ્રમોશન મળવાના યોગ છે. કાર્યક્ષેત્રમાં તમે પુરા જોરથી તમામ કામ પાર પાડશો.

કર્ક રાશિ : આજે ક્યાંય પણ ખુબ જ સમજી-વિચારીને જ પૈસાનું રોકાણ કરવુ. જીવનમાં ચાલી રહેલા તણાવની અસર કામ પર પડી શકે છે. કામ સંબંધિત બાબતો પર ધ્યાન આપવાની જરૂર રહેશે. ખાસ કરીને કામનાં ક્ષેત્રમાં મહિલા સહકર્મીઓનો સારો સહયોગ મળશે અને તેઓ તમને આગળ વધારવામાં પોતાનું યોગદાન આપશે. તમે તમારી કાર્યશૈલીમાં કંઈક નવું અજમાવી શકો છો. આજે તમારું સામાજિક જીવન સારું રહેશે.

સિંહ રાશિ : આજે તમને ઘણા સમય પહેલા કરેલા રોકાણમાં સારો ફાયદો થવાનો છે. નોકરિયાત લોકોને કોઈ ખાસ સફળતા મળી શકે છે. ગુસ્સાને તમારા પર હાવી ના થવા દો, ધીરજ અને સંતુલિત વર્તન પરિસ્થિતિને તમારી તરફેણમાં કરી શકે છે. રમતપ્રેમીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળશે. મનમાં ઉત્સાહ અને વિચારોની સ્થિરતાનાં કારણે તમે તમારા બધા જ કામ સારી રીતે કરી શકશો.

કન્યા રાશિ : તમારા પ્રેમ સંબંધો મજબુત થશે. સાંધાને લગતા રોગોથી પીડિત લોકોએ ખુબ જ કાળજી લેવાની જરૂર રહેશે. પ્રગતિ ના દર્શાવતી બાબતોને પાછળ છોડી દો, માત્ર જે મહત્ત્વનું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. આધ્યાત્મિક રીતે તમે બદલાતા જોવા મળશો. જેનાં કારણે તમારા વ્યક્તિત્વમાં પણ મોટો બદલાવ આવશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. અધુરા કામને વેગ મળશે. તમારી વાણી પર સંયમ રાખવાની જરૂર રહેશે.

તુલા રાશિ : આજે ક્યાંકથી તમને સારા સમાચાર મળશે. ભુતકાળમાં લીધેલા કેટલાક નિર્ણયોથી હવે તમને ફાયદો થશે. જીવનસાથીની સલાહ મહત્વપુર્ણ બાબતોમાં ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે, તેને અવગણશો નહીં. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. બાળકો પર ધ્યાન આપો. અધુરા કામ પુરા થશે. માનસિક આનંદની અનુભુતિ થશે. માન-સન્માન મળશે. પ્રેમ અને રોમાન્સ માટે આજનો દિવસ સારો નહીં રહે. તમારા મિત્રો તમારી પાસે કોઈ મહત્વપુર્ણ કામ માટે મદદ માંગી શકે છે.

વૃશ્ચિક રાશિ : તમારા પારિવારિક જીવનમાં તણાવ અને અપ્રિયતા આવી શકે છે. પારિવારિક સંબંધોમાં સમસ્યાઓનું સમાધાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. તમને મળી રહેલા માર્ગદર્શનનાં કારણે અન્ય લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. જીવનની કેટલીક મહત્વપુર્ણ બાબતોમાં ઝડપી નિર્ણયો લેવાનું ટાળો. સફળતા પાછળ પરિવારના સભ્યોનું પણ વિશેષ યોગદાન રહેશે. જોકે આજે તમારા સ્વાર્થી સ્વભાવનાં કારણે તમે કોઈનો આભાર માનશો નહીં.

ધન રાશિ : આજે તમારા બાળકોની સિદ્ધિઓ તમને ખુશ કરશે. પરિવારના સભ્યો સાથે આજનો દિવસ હસી-ખુશીમાં પસાર થશે. તમારા જીવનસાથી સાથેના વિવાદો દુર થશે. સાથે મળીને તમે ભવિષ્યની વ્યુહરચના બનાવવા માટે ગંભીર દેખાશો. પૈસાનાં અભાવનાં કારણે મહત્વપુર્ણ કાર્યો પર અસર થઈ શકે છે. આજે કોઈ નવા કામનું જોખમ ના લો. તમને ધન લાભની અનેક તક મળશે. કોઈ ચોક્કસ વ્યક્તિનાં માર્ગદર્શનથી તમને કાર્યક્ષેત્ર પર નફાની ડીલ મળશે.

મકર રાશિ : મકર રાશિનાં વ્યવસાયી લોકો તેમના વ્યવસાયમાં સારા નફાનો અનુભવ કરી શકે છે. તમે પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેશો. કાર્યસ્થળથી નજીક અને દુર સંબંધિત યાત્રા પર જઈ શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે. કોઈ ખાસ કામમાં માતા-પિતાની સલાહ લેવી ફાયદાકારક રહેશે. આજે તમારી ખાણીપીણીની આદતો પર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે. આજે તમારા મોટાભાગના કામ સરળતાથી થઈ જશે.

કુંભ રાશિ : તમારા આજનાં દિવસની શરૂઆત થોડી ઉતાર-ચઢાવ વાળી રહેશે. આજે કામમાં વિલંબ થશે. પૈસાની લેવડ-દેવડમાં ઉતાવળ ના કરવી. ધારી સફળતા ના મળવાનાં કારણે તમારા મનમાં ચિંતા રહેશે. જો તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા હતાં તો તમારી તે ઇચ્છા પુરી થશે. તમે દૈનિક આવશ્યકતાઓની ખરીદી પર પણ કેટલાક પૈસા ખર્ચ કરશો. ખરાબ વિચારોથી દુર રહેવું નહિતર તમને મોટું નુકસાન થવાની સંભાવના રહેશે.

મીન રાશિ : આજે કોઈ અજાણ્યા વ્યક્તિનાં લીધે ગેરમાર્ગે ચાલશો નહીં. પૈસાની લેવડદેવડની કેટલીક બાબતોમાં તમે કંજુસી પણ કરશો. ભાગ્ય પર વિશ્વાસ રાખીને તમારે આત્મવિશ્વાસ સાથે નવું કાર્ય કરવું પડશે તો જ તમે તેમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. તમને નોકરી અથવા કામથી સંબંધિત ઘણા નવા વિકલ્પો મળી શકે છે. તમારે ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. આધ્યાત્મક અને ધ્યાન પ્રત્યે રુચિ વધશે. પૈસાની લેવડ-દેવડ કરતી વખતે સાવચેત રહેવું.