આજનું રાશિફળ ૨૪ માર્ચ ૨૦૨૩ : જાણો આજે બિઝનેસમાં કોને થશે નુકસાન, પૈસાની તંગી કોને કરશે પરેશાન, આજે આ ૫ રાશિ વાળા લોકોના ગ્રહ આપી રહ્યાં છે અશુભ સંકેત

Posted by

મેષ રાશિ

આજે ગ્રહોની સ્થિતિ તમારા માટે અનુકુળ છે. તમારે સાચા સમય પર સાચો નિર્ણય લેવાની જરૂર રહેશે. કોઈ જુના વિવાદ ઉકેલાઈ શકે છે. સંબંધોમાં મધુરતા વધશે. ખરીદી સાથે જોડાયેલી બાબતોમાં ડીલ ના કરવી કારણ કે નુકસાન થઈ શકે છે. ભણતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે. વ્યવસાય ગતિવિધિમાં સુધારો આવશે અને અનુભવી લોકોનો સહયોગ મળશે. નોકરીમાં લક્ષ્ય પ્રાપ્તિમાં સફળતા મળશે. કુંવારા યુવાનોને સારો જીવનસાથી મળવાની સંભાવના છે. સામાજિક જીવનમાં તમને સફળતા મળશે. બિઝનેસમાં ફાયદો થશે. પર્યટન પર જવાનો કાર્યક્રમ બની શકે છે. બપોર પછી માનસિક એકાગ્રતામાં ઘટાડો થશે. સ્વાસ્થ્યમાં પણ ઉતાર-ચઢાવ આવશે. પ્રિયજનો સાથે મતભેદ થઈ શકે છે.

વૃષભ રાશિ

ઘરમાં ખાસ સંબંધી આવવાથી વ્યસ્ત રહેશો. તમે તમારા વ્યક્તિત્વ અને વ્યવહારને સુધારવા માટે જે પ્રયાસ કરી રહ્યા છો, તેમાં તમે અવશ્ય સફળ થશો. તમારા ક્રોધ અને ગુસ્સા પર નિયંત્રણ રાખવુ જરૂરી છે. તમારા પ્રયાસોથી તમને તમારા વ્યવસાયમાં કામ વધશે. કોઈ મહત્વપુર્ણ વ્યક્તિનો સહયોગ મળશે. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. જુના મિત્રોને મળવાના અવસર મળશે. નવા કાર્યોને વ્યવસ્થિત કરવા માટે આજે સારો દિવસ છે. સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ લાભ થવાની સંભાવના છે. કોઈ સારી જગ્યાની મુલાકાત લેવાની યોજના બની શકે છે.

મિથુન રાશિ

ફોન કે ઇમેલ દ્વારા કોઈ શુભ સમાચાર મળવાના છે. જે કામ માટે તમે પ્રયાસ કરી રહ્યા હતાં, તેમાં તમને સફળતા મળવાની પુરી સંભાવના છે. કોઈ મિત્રોનો સહયોગ તમારા સાહસ અને ઉત્સાહમાં વધારો કરશે. કોઈ મિત્ર કે સંબંધીનાં સહયોગથી તમારી સમસ્યાનું સમાધાન થઇ શકે છે. જો કોઈ રાજકારણ કે કોર્ટ કચેરી સાથે જોડાયેલો મામલો ચાલી રહ્યો છે તો તમારે આજે સતર્ક રહેવાની જરૂર છે. વ્યવસાય ગતિવિધિમાં વધારો થશે, જેના માટે વધારે સમયની જરૂર રહેશે. અમુક કારણોથી અધિકારીઓનો ઠપકો સાંભળવો પડી શકે છે. અધિકારીઓ પણ તમારા કામથી સંતુષ્ટ રહેશે. ધન પ્રાપ્તિના સારા યોગ છે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે.

કર્ક રાશિ

તમને તમારી મહેનત અને પરાક્રમ અનુસાર ઉચિત ફળ મળશે. લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓમાંથી તમને રાહત મળશે. તમારા કાર્યમાં ગતિ આવશે. આર્થિક સ્થિતિ થોડી કમજોર રહેશે. શંકા તમારા અને બીજા માટે પરેશાનીનું કારણ બની શકે છે. નવા વ્યાવસાયિક સંપર્ક બનશે. કોઈ અનુભવી વ્યક્તિની મહત્વપુર્ણ સલાહ તમારા વ્યવસાય માટે લાભદાયક સિદ્ધ થશે. પરિવારના લોકોની વચ્ચે ઉચિત તાલમેલ રહેશે. સંતાન અંગે ચિંતા રહેશે. અધિકારીઓ તમારા પર ગુસ્સે થશે. તેમ છતાં પણ તમને વિરોધીઓ સાથે દલીલોમાં ના પડવાની સલાહ આપવામાં આવે છે.

સિંહ રાશિ

ગ્રહોની ચાલ તમારા માટે લાભકારી સ્થિતિ બનાવી રહી છે. આર્થિક ગતિવિધિ સાથે જોડાયેલી અમુક લાભકારી યોજના બનશે. યુવાનો પોતાના કરિયરને લઈને સતર્ક રહે.  પારિવારિક અને અંગત કાર્યમાં આજનો દિવસ વ્યસ્ત રહેશે. ઘરનાં લોકોની પણ ચિંતા રહેશે. વિદ્યાર્થીઓને પોતાના કરિયર વિશે માર્ગદર્શનની જરૂર રહેશે. વ્યવસાય સાથે જોડાયેલ લોકો માટે કોઈ નવું કામ શરૂ કરવા માટે સમય અનુકુળ નથી. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે. બપોર પછી તમને માનસિક તકલીફનો અનુભવ થશે. ક્રોધની લાગણી વધુ રહેશે. આંતરિક શાંતિ માટે ભગવાનની ભક્તિ અને આધ્યાત્મિકતાનો આશરો લો.

કન્યા રાશિ

સંતાનની શિક્ષણ સંબંધિત કોઈ સમસ્યા દુર થશે. કોઈ નજીકનાં વ્યક્તિ સાથે જુના મતભેદ ઉકેલાઈ શકે છે. કોઈપણ નિર્ણય લેતા સમયે વધારે પડતું ના વિચારો નહિતર સમય હાથમાંથી નીકળી શકે છે. સમજ્યા-વિચાર્યા વગર વિશ્વાસ કરવો હાનિકારક છે. બની શકે છે કે તમારા વ્યવસાયમાં આજે તમારે વધારે ધ્યાન આપવાની જરૂર છે. આવકમાં સ્થિરતા રહેશે. ઓફિસનો માહોલ શાંતિ વાળો રહેશે. પતિ પત્નિનાં અંગત સંબંધોમાં વિવાદ થવાથી ઘરની વ્યવસ્થા પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. પારિવારિક સુખ-શાંતિ જળવાઈ રહેશે. આજે તમારા દરેક કામમાં દ્રઢતા અને આત્મવિશ્વાસ જોવા મળશે. તમને પર્યટનમાં રસ હશે.

તુલા રાશિ

કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને મળવાની તક મળશે. ધાર્મિક કાર્યોથી શરીર અને મન બંને તાજા થશે. કોર્ટ કેસનાં કિસ્સામાં પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેવાની શક્યતા છે. આજે ધન સંબંધીત કોઈપણ નિર્ણય લેવાથી નુકશાન થશે. કોઈપણ પ્રકારનું રોકાણ હાલ પુરતું ટાળવું. વ્યાવસાયિક કાર્યોમાં કેટલાક ઉતાર-ચઢાવ આવશે. ઘરનું વાતાવરણ સુખદ અને શાંતિપુર્ણ રહેશે. વધારે પડતી મહેનતના કારણે નસ માં ખેંચાણ અને દુખાવાની ફરિયાદ રહેશે. આજે તમને યશ અને ખ્યાતિ પણ મળશે. તમને વ્યવસાયમાં સહકર્મચારીઓનો સહયોગ મળશે. તમારું પારિવારિક વાતાવરણ સારું રહેશે.

વૃશ્ચિક રાશિ

તમારી દિનચર્યામાં સમયસર ફેરફાર તમારા વ્યક્તિત્વમાં વધારો કરશે. ઉત્તમ સમય સાથે મનને શાંતિ મળશે. કોઈ વાતને લઈને નકારાત્મકતા મન પર હાવી થઈ જશે. બિનજરૂરી વિવાદમાં સમય બગાડશો નહીં. ધીરજ રાખવી જરૂરી છે. આજે તમારા વ્યવસાયની સ્થિતિ સારી રહેશે. સરકારી નોકરી કરતા લોકોને સારી નોકરી મળશે. તમારું પારિવારિક વાતાવરણ હળવું રહેશે. આર્થિક આયોજન કરવું સરળ રહેશે. બપોર પછી વૈચારિક સ્થિરતા નહીં રહે. નવા કાર્યની શરૂઆત તમારા હિતમાં રહેશે નહીં.

ધન રાશિ

પરિવારના સભ્યો સાથે કોઈ નવી યોજના પર ગંભીર ચર્ચા થશે. તમે તમારા આત્મવિશ્વાસ અને ધીરજનાં લીધે કોઈ ખાસ લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો. વધારે પડતી લાગણીઓ તમને ઠેસ પહોંચાડશે. વાતચીતમાં થોડી ગરિમા બતાવવાની જરૂર છે. વ્યવસાયિક પ્રવૃત્તિઓનું આયોજન થશે. આજે મહત્વના નિર્ણયો મુલત્વી રાખવા. લગ્નજીવનમાં યોગ્ય સુમેળ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તમારી દિનચર્યા અને ખાવાની ટેવને વ્યવસ્થિત રાખવી મહત્વપુર્ણ છે. સૌંદર્ય પ્રસાધનો, ઘરની સજાવટ અને મનોરંજન પાછળ ધન ખર્ચ થશે. કાયમી સંપત્તિના કાગળો પર સહી કરતી વખતે તમારે ખૂબ કાળજી લેવાની જરૂર છે.

મકર રાશિ

તમારી મહત્વપુર્ણ યોજનાઓને સફળ બનાવવાનો આજે યોગ્ય દિવસ છે. તમારી નાણાકીય નીતિઓ પર વિશ્વાસ સાથે કામ કરો. તમારી ક્ષમતાઓનો સંપુર્ણ ઉપયોગ કરવાનો સમય છે. અચાનક ખર્ચાઓની સ્થિતિ ઉભી થશે. તમે કોઈ પ્રભાવશાળી અને અનુભવી વ્યક્તિની મદદથી નિર્ણય લેવામાં સફળ થશો. નજીકનાં ભવિષ્યમાં વર્તમાન પ્રવૃત્તિઓના શુભ પરિણામો ટુંક સમયમાં પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે પરસ્પર સંબંધોમાં નિકટતા વધશે. શારીરિક રીતે તમે સ્વસ્થ રહેશો. ભાગ્યમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. ટૂંકા રોકાણ અથવા પર્યટનનાં યોગ પણ બની રહ્યાં છે. પ્રિય વ્યક્તિ સાથે સમાધાન કરવાથી મન પ્રસન્ન થશે.

કુંભ રાશિ

તમારા વ્યક્તિત્વના વિકાસ માટે કેટલાક નવા માર્ગો મળશે. કોઈ ખાસ બાબત પર માહિતી મેળવવામાં તમારો આજનો દિવસ પસાર થશે. તમારી યોજનાઓને પ્રાધાન્ય આપો. કોઈ ચોક્કસ વસ્તુ ચોરાઈ જવાની અથવા ખોવાઈ જવાની સંભાવના છે. કામનાં ક્ષેત્રમાં લાભદાયી કરાર મળવાની શક્યતા છે. તમારી કાર્યપદ્ધતિઓની ગોપનીયતા જાળવવી જરૂરી છે. લગ્નસંબંધોમાં મધુરતા આવશે. કોઈ બિનજરૂરી કામમાં પૈસા ખર્ચ થઈ શકે છે. આજે તમે કોઈપણ પ્રકારનો નિર્ણય લઈ શકશો નહીં. વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે.

મીન રાશિ

નજીકના મિત્રો સાથે મુલાકાતનું આયોજન થઈ શકે છે. યુવાનો તેમના ભવિષ્ય પ્રત્યે સભાન રહેશે. તમારા ગુસ્સાવાળા અને અધીરા સ્વભાવનાં કારણે સંબંધો બગડી શકે છે. બીજાના આધારે રહેવાથી તમને નુકસાન થવાની સંભાવના છે. બિઝનેસમાં કોઈપણ પ્રકારનો નવો નિર્ણય ના લેવો. કામકાજમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. લગ્નસંબંધ મધુર રહેશે અને ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. બપોર પછી તમારું સ્વાસ્થ્ય સુધરશે. કોઈ મોટી ચિંતા દુર થશે. મિત્રો તરફથી ગિફ્ટ મળી શકે છે. આધ્યાત્મિક બાબતોમાં રુચિ વધશે.