મેષ રાશિ
તમારો આજનો દિવસ કોઈ મહત્વપુર્ણ કામ ને પુરા કરવા માટે સારો છે. તમારી ઉર્જાને સાચી દિશામાં લગાવો. તમારી સકારાત્મકતા અને સંતુલિત વિચારોમાં ગતિવિધિ યોજનાબદ્ધ રીતે થશે. વધારે ચર્ચામાં પડવાથી કોઈ સફળતા હાથમાંથી નીકળી શકે છે. વ્યાવસાયીક ગતિવિધિ સામાન્ય રહી શકે છે. જીવનસાથીનાં સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. વધારે શારીરિક ગતિવિધિનાં કારણે માંસપેસીઓમાં દુખાવો થઈ શકે છે.
વૃષભ રાશિ
આજે તમે અમુક મહત્વપુર્ણ નિર્ણયો લઈ શકો છો, જે તમારી આર્થિક સ્થિતિ અને ઘરની વ્યવસ્થાને સારી રાખવામાં મદદગાર સાબિત થઈ શકે છે. ધર્મ અને સામાજિક કામમાં પણ તમારી રુચિ વધી શકે છે. નકારાત્મક ગતિવિધિ વાળા લોકોથી દુર રહેવું. કોઈ નજીકના મિત્ર કે સંબંધી તમારી પરેશાનીનું કારણ બની શકે છે. વ્યાવસાયિક કામ પ્રણાલીમાં થોડું પરિવર્તન આવી શકે છે. તમારી દિનચર્યા અને ખાવા-પીવા પર ધ્યાન આપવું.
મિથુન રાશિ
લાંબા સમયથી તમારું અધુરું કોઈ કામ આજે કોઈનાં સહયોગથી પુરું થઈ શકે છે, જે તમને આરામ અને રાહત આપી શકે છે. સાથે જ થોડો સમય બાળકો અને ઘરેલુ સમસ્યાને ઉકેલવા અને તેમની મદદ કરવામાં પસાર કરવો. નજીકની મુસાફરી પણ ટાળી દેશો તો સારું રહેશે. નોકરીયાત લોકોને કોઈનાં સહયોગથી વ્યવસાયમાં અટકેલી ગતિવિધિ ફરીથી શરૂ થઈ શકે છે. પતિ પત્નિની વચ્ચે સંબંધ સારા રહેશે.
કર્ક રાશિ
વર્તમાન સ્થિતિને સમજવી અને ભવિષ્યની યોજના પર ચર્ચા કરવી. પરિવારમાં પણ ચાલી રહેલા કલેશને દુર કરવા માટે અમુક જરૂરી નિયમ બનાવો. યોજના બનાવવાની સાથે સાથે તેને શરૂ કરવા પર પણ ધ્યાન આપો. બપોર પછી સ્થિતિ થોડી સારી થઈ શકે છે. ખર્ચાઓ કરતા સમયે બજેટને નજરઅંદાજ ના કરવું નહિતર પસ્તાવું પડશે. તમારી વ્યાવસાયિક ગતિવિધિ સામાન્ય રહેશે.
સિંહ રાશિ
આજે ગ્રહોનું ગોચર અનુકુળ છે. તમારા વિશેષ કામની સમાજ અને પરિવારમાં પ્રશંશા થશે. બધી ગતિવિધિને વ્યવસ્થિત રૂપથી કરો અને સમજણ રાખીને ચાલવાથી સફળતા મળશે. અતિ લાગણી રાખવી તમારા માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે. દિલ ની જગ્યાએ મગજથી નિર્ણય લેવો. જો ઘરમાં કોઈ નિર્માણ સંબંધિત કામ ચાલી રહ્યું છે તો તેમાં વિઘ્નો આવી શકે છે.
કન્યા રાશિ
આર્થિક સ્થિતિ સાથે જોડાયેલા મહત્વપુર્ણ નિર્ણયનાં સકારાત્મક પરિણામ મળી શકે છે. કોઈ સંબંધીનાં સ્વાસ્થ્યમાં સુધારો થવાનાં સમાચાર મળવાથી તમારા મનને શાંતિ અને રાહત મળી શકે છે. વડીલોનાં આશીર્વાદ અને માર્ગદર્શન પર કામ કરવું. તમારી યોજના અને કામ પ્રણાલીને ગુપ્ત રાખવી. તમારા પરિવારમાં સુખ-શાંતિ રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ હાલની પરિસ્થિતિથી સાવધાન રહેવું.
તુલા રાશિ
આજે તમે તાજેતરની ઉથલ-પાથલમાંથી થોડી રાહત અનુભવશો. તમે જે કામ છોડ્યું છે, તેના સંબંધિત કંઈક આજે થઈ શકે છે. યુવાનોએ તેમનાં ભવિષ્ય માટે આયોજન કરવાની જરૂર છે. રૂપિયાની ગણતરીને લઈને થોડી શંકા થઈ શકે છે. ધંધાકીય પ્રવૃત્તિઓ પહેલાની જેમ જ ચાલુ રહેશે. પરિવારનાં સભ્યો સાથે કોઈ ધાર્મિક કામ પુરું થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
તમારો આજનો દિવસ વ્યસ્ત રહી શકે છે. તમારા નજીકનાં સંબંધીઓની સ્થિતિ જાણવા માટે તમે ફોન પર સંપર્કમાં રહી શકો છો. એકબીજા સાથે વિચારોની આપ-લે કરવાથી દરેકને અનુકુળતા રહેશે. તમારી આર્થિક સ્થિતિ સારી થઈ શકે છે. તમારે કોઈ જરૂરિયાતમંદ મિત્રને મદદ કરવાની જરૂર પડી શકે છે. કેટલીકવાર સ્વભાવગત તણાવ અને ચીડિયાપણું તમને તમારા લક્ષ્યથી વિચલિત કરી શકે છે. વ્યવસાય સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલા ફરી એકવાર વિચારવું મહત્વપુર્ણ છે.
ધન રાશિ
આજે તમારા કોઈ અધુરા સપના પુરા થઈ શકે છે. બપોર બાદ તમારા ગ્રહોની સ્થિતિ અનુકુળ રહેશે. તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારી મુશ્કેલીનું કારણ બની શકે છે. આ સમય ભાવુક થવાને બદલે વ્યાવહારિક બનવાનો છે. મશીન અથવા ફેક્ટરીને લગતા વ્યવસાયમાં નફાકારક પ્રવૃત્તિઓ શરૂ થશે. ઘરની વ્યવસ્થાને લઈને પતિ-પત્નિની વચ્ચે વિવાદ થઈ શકે છે.
મકર રાશિ
આજે મિલ્કતની ખરીદી કે વિચાર સંબંધિત ડીલ ને આખરી ઓપ આપી શકો છો. તક ગુમાવવી નહીં. ઘર માટે સ્વાસ્થ્ય સંબંધિત વસ્તુઓ ઓનલાઈન ખરીદી શકો છો. બીજા પર આધાર રાખવાને બદલે તમારા કામ પર વધારે ધ્યાન આપવું. આજે કોઈને પણ પૈસા ઉધાર ના આપવા. સંતાનની ચિંતા રહી શકે છે. વ્યાવસાયિક ક્ષેત્રમાં કોઈ હરીફ સાથે વિવાદ જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે.
કુંભ રાશિ
જો તમે આજનાં દિવસની શરૂઆત ખુબ જ સકારાત્મક વિચારોથી કરો છો તો તમારા માટે આજનો દિવસ સારો સાબિત થઈ શકે છે. આજે પારિવારિક ચર્ચાઓથી અચાનક લાભ થવાની યોજના પણ બનાવી શકો છો. છેલ્લા કેટલાક સમયથી જે પણ ચિંતા ચાલી રહી છે, તમને તેનો ઉકેલ પણ મળી શકે છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ધીમી વ્યાવસાયિક પ્રવૃત્તિઓનાં કારણે તમે તમારી ક્ષમતા અને સખત મહેનતથી તમારી આર્થિક સ્થિતિ સારી રાખી શકશો. તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહી શકે છે.
મીન રાશિ
આજનાં દિવસ બોરિંગ દિનચર્યામાંથી રાહત મેળવવા માટે તમારે તમારા રસનાં કામ માં સમય પસાર કરવો. તમારી છુપાયેલી પ્રતિભા સામે લાવવા માટે આજે સારો દિવસ છે, તેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે. નબળી આર્થિક સ્થિતિનાં કારણે તમારું ધ્યાન કેટલીક ખરાબ પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થઈ શકે છે. ઘરની નાની-નાની બિનજરૂરી વાતોને વધારે પડતી ખેંચવી નહિ.