આજનું રાશિફળ ૨૮ મે ૨૦૨૩ : આજે આ ૭ રાશિ વાળા લોકોને મળશે નસીબનો સાથ, જેનાથી ધન લાભના યોગ બનશે

Posted by

મેષ રાશિ
આજે તમારી નોકરી-ધંધાની ચિંતા સમાપ્ત થઈ શકે છે. જીવનસાથી દ્વારા તમને કોઈ ખુશખબરી સાંભળવા મળી શકે છે અને સાસરિયા પક્ષ સાથે ચાલી રહેલો વિવાદ પણ સમાપ્ત થશે. આજે તમારે તમારી અપેક્ષાને તાર્તિક સ્તર પર રાખવી પડશે. વધારે લાલચ  તમને કોઈ મોટું નુકસાન કરાવી શકે છે. પારિવારિક બાબતમાં વધારે હસ્તક્ષેપ ના કરો. સામાજિક તથા ધાર્મિક ગતિવિધિમાં પણ રૂચી વધશે. વધારે વિચારવાથી તક તમારા હાથમાંથી નીકળી પણ શકે છે.

વૃષભ રાશિ
આજે તમને તમારા જીવનસાથીનો ભરપુર સહયોગ મળશે, જેનાથી તમારે જીવનના અમુક મહત્વનાં નિર્ણય લેવા સરળ થશે. નાની-નાની વાતો પર દુ:ખી થવા જેવા સ્વભાવને સુધારો. જીવનસાથીનો સહયોગ તથા સાનિધ્ય મેળવીને તમે તમારી ઘણી બધી સમસ્યાઓને હલ કરી શકશો પરંતુ તમારે ધન સંબંધિત બાબતમાં સતર્કતા રાખવી પડશે. પરિજનો, મિત્રોની સાથે માંગલિક આયોજનમાં સામેલ થવાના અવસર મળશે. પરિજનો અને મિત્રોની સાથે વધારે સમય પસાર કરી શકશો.

મિથુન રાશિ
તમારા કામની એક અલગ શૈલીથી તમારા કામની ઓળખાણ બનાવશો. જે લોકો નોકરીયાત છે, તેમને પ્રગતિ મળતી નજર આવી શકે છે અને તમારી ચારેય તરફનું વાતાવરણ શાંતિપુર્ણ રહેશે. એટલા માટે તમારે તમારા મનમાં નકારાત્મક વિચારોને આવવાથી રોકવા પડશે. જો કોઈ મિત્ર નારાજ છે તો તેને મનાવો. તમારી સલાહ બધા માટે લાભકારી રહેશે. તમે બીજાની સાથે પરિચય કરવામાં ના ચુકો. તમારી પારિવારિક વ્યવસ્થાને ઉચિત જાળવી રાખો.

કર્ક રાશિ
આજે તમારી બધી જ પરેશાનીઓ દુર થશે. નોકરી અને વ્યવસાયમાં પ્રમોશન અને આવકમાં વધારો થવાના યોગ છે. યાત્રા તમારા માટે સામાન્ય રહેશે પરંતુ પરિવારનાં લોકોની મહત્વકાંક્ષાની પુર્તિ કરવામાં તમે સફળ થશો. સાંજના સમયે તમારા ઘરે મહેમાનનું આગમન થઈ શકે છે. તમારી વાણી પર સંયમ રાખવું નહિતર પરિવારમાં તણાવ થવાની સંભાવના રહી શકે છે. તમારી માતાનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બનશે. લગ્નસંબંધોની સંભાવનાથી દુર રહેવું.

સિંહ રાશિ
આજે ચોરી કે ધન હાનિ થવાની સંભાવના છે. બિઝનેસમાં નવી પરીયોજનાથી તમને ફાયદો થઈ શકે છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં નહીં લાગે. નોકરીયાત લોકો નોકરીમાં આવનારા વિઘ્નોથી પરેશાન રહેશે. સોશિયલ મીડિયા દ્વારા તમારો કોઈ નવો મિત્ર બનશે. તમારૂ મન વાતોને જાણવામાં વધારે રુચિ બતાવશે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. બીજાની બાબતમાં હસ્તક્ષેપ કરવો સંબંધોમાં કડવાશ લાવી શકે છે.

કન્યા રાશિ
તમારો આજનો દિવસ મોજ-મસ્તીમાં પસાર થશે. વડીલો તથા મોટા ભાઈ-બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. આજે વેપારીઓને વિશેષ રૂપથી સારું ફળ પ્રાપ્ત થશે, જેનાથી ધન લાભ થવાનાં યોગ બનશે. તમારે તમારા ખર્ચાઓમાં ઘટાડો કરવાનાં પ્રયાસ કરવા જોઈએ. કોઈ શુભ પ્રસંગ થઈ શકે છે. તમારું લગ્નજીવન સારું રહેશે. સમયસર કામ પુરું ના થવાથી નોકરીમાં પરેશાની આવી શકે છે. પ્રોપર્ટી સંબંધિત કોઈપણ કામમાં રોકાણ કરવા માટે આજનો દિવસ સારો નથી.

તુલા રાશિ
આજે તમે તમારા પ્રિય એ કહેલી વાતો પ્રત્યે ખુબ જ સંવેદનશીલ રહેશો, તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવું. કાપડનાં ધંધાર્થીઓને આજે સારો લાભ મળશે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ કરી શકો છો. સાસરીયા પક્ષ સાથે સારી વાતચીત થશે. તમને દરેક કામમાં સફળતા મળશે. વેપારીઓ માટે આજનો દિવસ ખુબ જ શુભ રહેવાનો છે. કામનાં ક્ષેત્રમાં કર્મચારીઓનાં કારણે કેટલીક સમસ્યાઓ આવી શકે છે. પ્રોપર્ટીની ખરીદ-વેચાણ સંબંધિત ડીલ થવાની સંભાવના છે.

વૃશ્ચિક રાશિ
આજે તમારા લગ્નજીવનમાં પ્રેમ અને સંવાદિતા જળવાય રહેશે. આજનો દિવસ તમને ખુશ રાખશે અને સારા પરિણામ આપશે. પરિવારનાં સભ્યો સાથે સારો સમય પસાર કરશો. તમે તમારી કુશળતા અને સમજદારીથી કામને સારી રીતે પુરા કરી શકશો. બિઝનેસમાં આજે અચાનક સારા સમાચાર મળી શકે છે. પૈસાનો વરસાદ થવાની પુરી સંભાવના છે. તમારો આત્મવિશ્વાસ વધશે. કોઈપણ નિર્ણય લેતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો.

ધન રાશિ
આજે તમારે કોઈ વાતમાં સમજી-વિચારીને આગળ વધવું જોઈએ. લાંબા સમય પછી તમે તમારા જીવનસાથી સાથે વધારાનો સમય પસાર કરી શકશો. જો તમે તમારા પ્રિય માટે કોઈ ગિફ્ટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ તેનાં માટે સારો છે. મિત્રોનાં વેશમાં તમારા શત્રુઓથી સાવચેત રહો. પરિવારના સભ્યો સાથે કોઈ વાતને લઈને થોડો મતભેદ થઈ શકે છે. આવકની સાથે ખર્ચાઓ પણ વધશે. તમારા વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે જાગૃત રહો.

મકર રાશિ
ક્રોધ અને આવેશમાં આવીને સંબંધો બગાડવા નહિ અને ધીરજથી કામ લો. આજે તમે સામાજિક કાર્યોમાં ભાગ લેશો. ઘરનાં વડીલો પાસેથી પણ તમને કેટલાક સારા સુચનો મળી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ના રહો. તમે હાડકામાં દુખાવાની ફરિયાદ કરી શકો છો. તમે અન્યની પણ મદદ કરશો અને તેમની રુચિઓની કાળજી લેશો. ઘરમાં મહેમાનોનાં આગમન સાથે ઉત્સવનો માહોલ રહેશે. તમારી આર્થિક સ્થિતિમાં અચાનક શુભ પરિવર્તન થવાની સંભાવના છે.

કુંભ રાશિ
આજે કોઈ તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. તમારા લગ્નજીવનમાં થોડી પરેશાની આવી શકે છે. પારિવારિક જીવનની પરિસ્થિતિઓ સારી નજર આવી રહી છે. ઘરના કોઈ સભ્ય સાથે તમારે દલીલ થઈ શકે છે. તમને સલાહ આપવામાં આવે છે કે ગુસ્સામાં ખરાબ શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો. તમે તમારા કામનાં ક્ષેત્રમાં પ્રગતિ કરી શકો છો. શરીરનાં ઉપરનાં ભાગમાં દુખાવો થઈ શકે છે. ડીલમાં ખુબ જ સારી સફળતા મળવાના યોગ બની રહ્યા છે.

મીન રાશિ
આજે આનંદ કરવા પાછળ પૈસા ખર્ચ થઈ શકે છે. તમારો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ચરમસીમાએ રહેશે. આજે તમને કોઈ મહત્વપુર્ણ વ્યાવસાયિક નિર્ણય ના લેવાની સલાહ આપવામાં આવે છે. જીવનસાથી તરફથી તમને પ્રેમ અને સહયોગ મળશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આજે તમને આરામ કરવાનો પણ સમય મળશે. તમારા વિચારો એટલા કઠોર હશે કે તમારા મિત્રોને તે પડકારજનક લાગશે. આળસને હાવી ના થવા દો.