આજનું રાશિફળ ૨૯ એપ્રિલ ૨૦૨૩ : આજે આ ૬ રાશિ વાળા લોકોનું નોકરીમાં થઈ શકે છે પ્રમોશન, બાકીની રાશિ વાળા લોકો પણ જાણી લે પોતાની સ્થિતિ

Posted by

મેષ રાશિ

આજે તમે પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે તમારા પ્રયાસોમાં થોડા બદલાવ કરશો અને તેમાં તમને સફળતા પણ મળશે. ઘરના બગીચામાં અને બાળકોની સાથે થોડો સમય પસાર કરવો તમને માનસિક શાંતિ પ્રદાન કરી શકે છે. કોઈ મિત્ર સાથે મહત્વપુર્ણ વાતચીત પણ થઈ શકે છે. ધ્યાન રાખો કે બીજાની વાતોમાં આવીને તમે ખોટો નિર્ણય ના લો. તમને બહારની પાર્ટીથી વ્યાવસાયીક ઓર્ડર મળી શકે છે. તમારું લગ્નજીવન સુખદ અને આનંદમય રહેશે.

વૃષભ રાશિ

પારિવારિક ગતિવિધિમાં ઉચિત વ્યવસ્થા રાખવામાં તમારો વિશેષ સહયોગ રહેશે. થોડો સમય તમારા હિતમાં પણ લગાવવો, તેનાથી તમને તમારી પ્રતિભાને નિખારવાનો અવસર મળશે અને પ્રસન્નતા પણ મળશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી આવવા પર કોઈ ખાસ મિત્રની સલાહ લો. વ્યવસાય સંબંધિત કાર્યમાં આજે તમારી સ્થિતિ થોડી સારી રહેશે. ઘરેલુ સમસ્યાને લઈને પતિ-પત્નિ વચ્ચે વિવાદ થઈ શકે છે.

મિથુન રાશિ

આજે તમે તમારા આત્મવિશ્વાસ અને સમજદારીથી નકારાત્મક પરિસ્થિતિમાં પણ પરિવારનું મનોબળ જાળવી રાખશો. કોઈને ઉધાર આપેલા પૈસા આજે તમને પાછા મળી શકે છે. મીડિયા સંબંધિત કામમાં પણ સમય પસાર થશે. ક્યારેક ક્યારેક કોઈ કાર્યને લઈને નિર્ણય લેવામાં પરેશાની થઈ શકે છે. આજે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવાની તમને સલાહ આપવામાં આવે છે. પારિવારિક બાબતમાં વધારે દખલગીરી ના કરવી.

કર્ક રાશિ

આજે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમે પોતાને ઉર્જા અને ઉત્સાહથી ભરપુર મહેસુસ કરશો. તમે લાંબા સમયથી અધુરા કાર્યોને પુરા કરવાનો પ્રયાસ કરશો અને તેમાં તમે સફળ પણ થઈ શકો છો. સંતાનની કોઈ નકારાત્મક ગતિવિધિની જાણકારીથી તમારું મન થોડું વિચલિત થઈ શકે છે. ગુસ્સામાં આવવાની જગ્યાએ શાંતિથી સમસ્યાનું સમાધાન કરો. આજે વ્યાવસાયિક ગતિવિધિમાં કોઈપણ મહત્વપુર્ણ નિર્ણય લેતા પહેલા ખુબ જ વિચારી લેવું.

સિંહ રાશિ

આજે સારો સમય પસાર કરવા માટે મિત્રો અને સંબંધી સાથે ફોન પર વાત કરો. અમુક ખાસ મુદ્દા પર વાતચીતથી તમારી કોઈ સમસ્યાનું સમાધાન થઈ શકે છે. થોડો સમય તમારી પસંદગીની ગતિવિધિમાં પણ પસાર કરવો. ક્યારેક-ક્યારેક તમારી જીદનાં લીધે તમારા મામા, ભાઈ કે બહેન સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. મુંઝવણની સ્થિતિમાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે. તમારી વ્યાવસાયિક ગતિવિધિ સામાન્ય રહી શકે છે.

કન્યા રાશિ

તમારો આજનો દિવસ સામાન્ય રૂપથી પસાર થશે. જોકે વિપરીત પરિસ્થિતિમાં તમારી ધીરજ અને આત્મવિશ્વાસ રહેશે. માતા પક્ષ તરફથી વિશેષ સહયોગ મળી શકે છે. વિદ્યાર્થીઓનું અભ્યાસની સાથે અન્ય ક્ષેત્રમાં પણ મન લાગશે. સંતાનનાં સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે પણ ચિંતા ના કરવી, સ્થિતિ જલ્દી સામાન્ય થઇ જશે. ગુસ્સામાં અપશબ્દોનો પ્રયોગ ના કરવો નહિતર તેનાથી રિલેશન ખરાબ થઈ શકે છે. તમારી વ્યાવસાયીક ગતિવિધિ હમણા ધીમી રહેશે.

તુલા રાશિ

નસીબ આજે તમારા પક્ષમાં છે તેમજ તમને પિતા કે પિતા જેવા કોઈ વ્યક્તિનો સહયોગ અને માર્ગદર્શન મળશે. તમને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ વિશ્વાસ રહેશે. તમારા સ્વભાવ પર શંકા કરવાથી તમારા માટે થોડી મુશ્કેલી ઉભી થઈ શકે છે, એવી આદતો પર નિયંત્રણ રાખવું. આજે તમારા કેટલાક કામ અધુરા પણ રહી શકે છે. બિઝનેસમાં ઉતાર-ચઢાવ આવશે. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

વૃશ્ચિક રાશિ

સમાજ સેવા સંસ્થા પ્રત્યે તમને વિશેષ સહયોગ અને સેવા મળશે, તેનાથી તમને માનસિક અને આધ્યાત્મિક શાંતિ મળશે અને તમારા કામ ની પણ પ્રશંસા થશે. તમારા અધુરા કેટલાક મહત્વપુર્ણ કાર્યો પણ પુરા થઈ શકે છે. અન્ય કામ ની સાથે સાથે ઘરની વ્યવસ્થા પર પણ યોગ્ય ધ્યાન આપવું જરૂરી છે. કેટલીકવાર પારિવારિક બાબતોમાં તમારી દખલગીરી વધી શકે છે, જે અન્ય લોકોને પરેશાન કરી શકે છે.

ધન રાશિ

પ્રભાવશાળી અને અનુભવી વ્યક્તિની સલાહથી તમે તમારા કામ પુરા કરી શકશો. યુવાનોને મીડિયા અને ઇન્ટરનેટ દ્વારા નવી માહિતી મળશે, તે તમને તમારા ભવિષ્ય વિશે નિર્ણય લેવામાં પણ મદદ કરી શકે છે. કેટલીકવાર તમારા પર વધુ પડતા કામનાં ભારણને કારણે તમે પરેશાન થઈ શકો છો. તમારા કામની સમસ્યાઓ અન્ય લોકો સાથે શેર કરવાનો પ્રયાસ કરો. તમારા માટે પણ થોડો સમય પસાર કરવો.

મકર રાશિ

આજે સ્થિતિ તમારા માટે અનુકુળ છે. તમારા પ્રયત્નોનું તમને યોગ્ય પરિણામ મળી શકે છે. આવકનાં સ્ત્રોત વધારવા માટે કરવામાં આવેલા પ્રયત્નો પણ સફળ થશે. ઘરમાં કોઈ વ્યક્તિ માટે સારો સંબંધ પણ આવી શકે છે. આવકની સાથે ખર્ચાઓ પણ વધી શકે છે. ધ્યાન રાખો કે કોઈ બીજું તમને નુકસાન પહોંચાડી શકે છે. પારિવારિક મામલે અન્ય કોઈ વ્યક્તિને દખલગીરી ના કરવા દેવી યોગ્ય રહેશે.

કુંભ રાશિ

આજે થાક અને તણાવમાંથી રાહત મેળવવા માટે તમે આરામ અને મનોરંજનના મુડમાં રહેશો. રસ ના કામ માં સમય પસાર કરવાથી ખુશી મળી શકે છે. આજે કેટલીક એવી વાતો સફળ થશે, જેની તમને આશા નહોતી. ધ્યાન રાખો કે વડીલો સાથે વાતચીત કરતી વખતે નકારાત્મક અને અપમાનજનક ભાષાનો ઉપયોગ ના કરવો નહિતર નિરાશાનો સામનો કરવો પડી શકે છે. આળસને તમારા પર હાવી ના થવા દો.

મીન રાશિ

આજે તમારા ગ્રહોની સ્થિતિ થોડી અનુકુળ રહેશે. ફસાયેલા અથવા ઉધાર લીધેલા પૈસા પાછા મેળવવા માટે આજનો દિવસ અનુકુળ છે તેથી પ્રયત્નો કરતા રહેવું. અનુભવી અને વૃદ્ધ લોકોની સંગતમાં થોડો સમય પસાર થશે. મન અનુસાર કામ પુરું ના થવાનાં કારણે તમારું મન ઉદાસ રહી શકે છે. ગભરાશો નહીં અને તમારા આત્મ સન્માન સાથે સમાધાન કરશો નહીં. સમય જતાં પરિસ્થિતિ ધીમે-ધીમે તમારા માટે અનુકુળ થશે.