આજનું રાશિફળ ૩૧ મે ૨૦૨૩ : ગણપતિ બાપ્પાનાં આશીર્વાદથી આજે આ ૭ રાશિ વાળા લોકોને મનગમતું પરિણામ મળશે, વાંચો તમારું આજનું રાશિફળ

Posted by

મેષ રાશિ
રોમાન્સનાં ક્ષેત્રમાં આજે તમે આગળ વધી શકો છો. તમારી ભાવના અને તમારો સ્વભાવ થોડો આક્રમક રહેશે. જોકે એ જરૂરી નથી કે તે નકરાત્મક જ હોય. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પર વધારે ધ્યાન આપવું જોઈએ. તમે તેને સારું બનાવવા માટે કામ કરતા રહો. તમારે તમારા સાથી સાથે કોઈ વાતને લઈને ઝઘડો થવાની સંભાવના છે. કોઈ વાતને લઈને તમારા બંને વચ્ચે વિવાદ થઈ શકે છે. કોઈ નજીકનાં લોકોનો સહયોગ પણ મળશે.

વૃષભ રાશિ
આજે તમને અગાઉ કરવામાં આવેલ કામનો લાભ મળશે. પૈસા સંબંધિત સમસ્યાઓને દુર કરવા માટે તમારા દ્વારા પ્રયત્ન વધારવાની આવશ્યકતા છે. ભવિષ્ય સંબંધીત વિચારો તમે કરી રહ્યા છો, માત્ર તે વિચારોમાં ખોવાઈ રહેવાના કારણે ચિંતા રહેશે. જો આજે તમે કોઈ નવા કામની શરૂઆત કરવા જઈ રહ્યા છો તો વડીલોનાં આશીર્વાદ લઈને જવું. આજે તમારા રોજિંદા કામ પુરા થવામાં કોઈ વિઘ્નો નહિ આવે. આજે તમારી કોઈ મનોકામના પુરી થશે.

મિથુન રાશિ
આજે તમારા આત્મ-વિશ્વાસમાં વધારો થશે. તમારો આજનો દિવસ ઉત્સાહપુર્વક પસાર થશે પરંતુ અમુક નકારાત્મક બાબતો તમને પરેશાન પણ કરશે. અચાનક મોટી સમસ્યા દુર થઈ શકે છે. પોતાના પર વિશ્વાસ વધતો નજર આવશે. પોતાની ભુલોને સમજવાનાં કારણે તમારી દરેક મુશ્કેલીઓ દુર થવા લાગશે. જે લોકો વેપારી છે, તે પોતાનાં વ્યવસાયમાં થોડો બદલાવ કરી શકે છે. કાર્યનાં વિસ્તારની યોજના બનશે. સરકારી અધિકારીઓ પોતાનાં કામ પર વિશેષ ધ્યાન આપે કારણકે તમારી પ્રગતિ થઈ શકે છે.

કર્ક રાશિ
સવારે ઉઠીને જોગિંગ પર જવાથી આખો દિવસ તમે પોતાને તાજા મહેસુસ કરશો. કાર્યક્ષેત્રમાં અસ્તવ્યસ્ત દિનચર્યાનાં કારણે સમયસર તમારા કામ પુરા નહિ થાય, જેનાં કારણે તમારે માનસિક તણાવનો સામનો કરવો પડશે. તમે તમારા પ્રિય વ્યક્તિની સાથે સારો સમય પસાર કરશો. તમને તમારી મહેનતનું ફળ અવશ્ય મળશે. કોઈ કાર્ય સંપન્ન થવાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. પરિવારમાં થયેલો કોઈ કાર્યક્રમ તમને જુના દિવસોની યાદ અપાવી શકે છે.

સિંહ રાશિ
આજે તમારા વ્યવહાર અને બોલવાની રીતને લઈને લોકો વધારે જ સંવેદન રહેશે. નવા લોકો સાથે મુલાકાત થશે, જે આગળ જઈને તમારા માટે ફાયદાકારક સાબિત થશે. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની થઈ શકે છે. ખાવા-પીવા પર વિશેષ ધ્યાન રાખવું. માતા-પિતા સાથે સંબંધ સારા થઈ શકે છે. આજે તમારા પરિવારની આર્થિક સ્થિતિ સારી થઈ શકે છે. જો તમારી શિક્ષા પુર્ણ થઈ ચુકી છે અને નોકરી શોધી રહ્યા છો તો આજે તમને નવા અવસર મળી શકે છે.

કન્યા રાશિ
વ્યવસાયમાં તમારા અનુભવ તથા સાહસથી તમને વધારે ધનની પ્રાપ્તિ થશે. આજે તમે તમારા કાર્યક્ષેત્રમાં તમારા પ્રતિસ્પર્ધીથી આગળ રહેશો. તમારા મિત્રો કે પરિચિત સાથે આજે તમારી મુલાકાત થશે, જેનાં કારણે તમારા ચહેરા પર ખુશી જોવા મળશે. જો તમે સરકાર કે તેની સાથે જોડાયેલી વસ્તુઓ માટે કામ કરો છો તો આજે તમારા માટે એક સારો દિવસ હોય શકે છે. અપરિચિત લોકો પર વિશ્વાસ ના કરવો. તમારે તમારા પ્રયાસોમાં આળસ તથા વિલંબ ના કરવો જોઈએ, આળસનો ત્યાગ કરો અને મહેનત કરો.

તુલા રાશિ
આજે તમને તમારા જીવનસાથીનો સંપુર્ણ સહયોગ મળશે. પરિવારનાં સભ્યો વચ્ચેનાં મતભેદ તમારા માટે ઝઘડાનું મુખ્ય કારણ રહેશે. આજે વેપારી વર્ગનાં લોકોને સારા પરિણામ મળશે, જેનાથી તેમને ધન લાભ થશે. તમારા કાર્યક્ષેત્રમાં મોટો બદલાવ આવી શકે છે. આજે તમે જિદ્દી રહેવાને બદલે સ્વસ્થ રહો તો સારું રહેશે. પરિવારનાં કોઈ સભ્ય સાથે તમારો જુનો વિવાદ ચાલી રહ્યો છે તો આજે તેનો અંત આવશે અને બધા વચ્ચે પરસ્પર પ્રેમ વધશે.

વૃશ્ચિક રાશિ
યાત્રાનું આયોજન સફળ નહીં થાય. સતત પ્રયત્ન કરવાથી સફળતા જરૂર મળશે. આજે તમે તમારા શત્રુઓને તમારા પર હાવી થવા દેશો નહી પરંતુ તમે તેમને હરાવવામાં સફળ થશો. આજે ભાગ્ય તમારી સાથે રહેવાનું છે પરંતુ બેદરકારીથી બચવું, નાની એવી ભુલ પણ તમને નુકસાન પહોંચાડી શકે છે. પરણિત લોકો માટે આજનો દિવસ સારો છે. તમે તમારા વિરોધીઓ પર પ્રભુત્વ મેળવશો અને તેઓ તમારી સામે આવવાની હિંમત નહિ કરે.

ધન રાશિ
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમને વિવાદિત મુદ્દાઓ પર વાત ના કરવાની સલાહ આપવામાં આવે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને જ્ઞાનતંતુઓ સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. લેખકો, કારીગરો, કલાકારોને તેમની કુશળતા પ્રદર્શિત કરવાની તક મળશે. આર્થિક બાબતોનાં જોખમો ઉભા થઈ શકે છે. આજે ભાગદોડની સ્થિતિ રહેશે. સંપત્તિને લગતા વિવાદોનો આજે ઉકેલ આવી શકે છે. શેરબજારમાં આજે સારો નફો થઈ શકે છે.

મકર રાશિ
નમ્ર વર્તન જાળવવું, અહંકારની ભાવના રાખવી તમને નુકસાન પહોંચાડી શકે છે. તમે મોટા ભાઈ અથવા બહેન પાસેથી તમારી મનપસંદ ગિફ્ટ મેળવી શકો છો. એકબીજા સાથે તમારું ભાવનાત્મક જોડાણ પણ વધશે. તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. આજે બપોરથી તમારો દિવસ રોમેન્ટિક અને આનંદદાયક અને આશ્ચર્યથી ભરપુર રહેશે. મિત્રોનો સહયોગ મળવાથી તમે ખુશ થશો. સંતાન પક્ષ તરફથી સંતુષ્ટ રહેશો.

કુંભ રાશિ
આજે તમારા પરિવારમાં સુખ-શાંતિ રહેશે. આજે તમારું મોટાભાગનું ધ્યાન ધન સંબંધિત બાબતો પર કેન્દ્રિત રહેશે. આજે તમારી કોઇ મોટી સમસ્યા પણ દુર થઇ શકે છે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. રોજિંદા કાર્યો પુરા કરવામાં તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે. તમારી દલીલો પ્રબળ રહેશે. મોટી જવાબદારી મળી શકે છે. વિવાદથી દુર રહેવું. શેરબજારમાં રોકાણ કરનારા લોકોએ વધારે પડતું રોકાણ કરવાથી બચવું પડશે.

મીન રાશિ
પત્રકારો માટે આજનો દિવસ સારો રહેશે. તમારા કામના વખાણ થઈ શકે છે. આજે ધનની કમીનાં કારણે તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઝડપી નફાની શોધમાં શોર્ટકટ માર્ગ અપનાવવાનું ટાળો નહિતર તમારી મુશ્કેલીઓ વધી શકે છે. બિનજરૂરી ખર્ચાઓ વધવાનાં કારણે તમારી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. સામાજિક સ્તરે તમારી લોકપ્રિયતામાં વધારો થશે. કોઈ મિત્ર દ્વારા તમને છેતરવામાં આવી શકે છે, તેથી સાવચેત રહેવું.