પપ્પુએ પોતાની મમ્મીને કહ્યું : આજે પ્રિન્સિપાલે મને પુછ્યું કે તમે કેટલા ભાઈ-બહેન છો?. તો મે કહ્યું કે : હું એકનો એક છું. મમ્મી ઉત્સુકતાથી : તો પછી તેમણે શું કહ્યું?. પપ્પુ : તેઓએ કહ્યું કે આભાર છે ઈશ્વરનો કે…

જોક્સ
ઘરમાં એક જ સફરજન હતું અને એ ખાવા માટે ત્રણ છોકરા ઝઘડી રહ્યા હતાં.
ત્યાં મમ્મીએ આવી ને કહ્યું, “જે મારું બધું જ કહ્યું માનશે, હું જે કામ કહું એ કરશે, તેને જ આ સફરજન મળશે”.
આ સાંભળીને નાનકડો બોલ્યો : ચાલો બહાર રમવા. આ સફરજન તો પપ્પાને જ મળશે.

જોક્સ
પ્રેમ લગ્ન
રાતનાં સમયે પતિ પોતાની પત્નિને : પાણી પિવડાવ.
પત્નિ પાણી લેવા ગઈ ત્યાં સુધીમાં તો પતિ સુઈ ગયો.
પત્નિ આખી રાત પાણીનો ગ્લાસ પકડીને ઉભી રહી,
સવારે પતિની આંખ ખુલી તો તે જોઇને ઘણો ખુશ થયો અને કહ્યું : માંગ શું માંગે છે?.
પત્નિ : છુટાછેડા આપી દે નાલાયક.

જોક્સ
સંતા એક બેન્કમાં ખાતું ખોલાવવા માટે ગયો.
ફોર્મમાં એક જગ્યાએ લખ્યું હતું કે, “બતાવો… અમારી બેન્કમાં આપને શું ખાસ લાગે છે,  જેનાં કારણે આપ અમારી બેન્કમાં ખાતું ખોલાવવા માંગો છો?”.
સંતાએ એ કોલમમાં લખ્યું કે, “આપની રિસેપ્શનિસ્ટ રીમા”.

જોક્સ
એક જ્યોતિષીએ કીધું હતુ કે તમારે ડુબવાની ઘાત છે.
આખી જિંદગી પાણી, નદી, દરિયાથી દુર રહ્યો.
પણ… છેવટે શેરબજારમાં ડુબ્યો.

જોક્સ
શિક્ષક (વર્ગમાં) : બાળકો જાણો છો આપણી આવનારી પેઢી બીયર અને વાઘ નહિ જોઈ શકે?.
પીંકુ (વચ્ચે બોલતા) : અરે તો આપણે શું કરીએ?. આપણે પણ તો ડાયનોસોર નથી જોયા પણ ક્યારેય ફરિયાદ કરી હોય તો જણાવો.

જોક્સ
પતિ : જાનુ હું તારા માટે જીવ આપવા પણ તૈયાર છું.
પત્નિ : જીવ આપવો સહેલો છે. હિમંત હોય તો મારી સાથે જીવી બતાવો.

જોક્સ
પિંકી : વાહ બહેન તું તો ચુંટણી લડી રહી છે.
રિંકી : હા… અને જોજે હું જરૂરથી જીતીશ.
પિંકી : પણ તને આ ચુંટણી લડવાનો વિચાર ક્યાંથી આવ્યો?.
રિંકી : અરે જ્યારે પણ મારી લડાઇ પોતાના પતિ સાથે થાય છે તો હંમેશા હું જ જીતુ છું.

જોક્સ
સુહાગરાતનાં દિવસે પતિ દરવાજો બંધ કરીને પોતાની પત્નિની નજીક ગયો.
તેનો ઘુંઘટ ઉપાડીને કહ્યું : આજથી આપણે પતિ-પત્નિ છીએ.
ઘરનાં બધા મોટા વડીલોનું સન્માન કરજે,
તારાથી નાના લોકોને પ્રેમ આપજે,
બધા સાથે સારું વર્તન કરજે,
સવાર-સાંજ ભગવાનનાં પુજા પાઠ કરજે,
ઘરમાં ક્યારેય પણ કોઈને અપશબ્દો કહેતી નહિ,
પછી પત્નિ ઉભી થઈ અને દરવાજો ખોલીને બુમ પાડીને બોલી,
બધા અંદર આવી જાવ અહિયા સત્સંગ ચાલી રહ્યો છે.

જોક્સ
શિક્ષક : તારા પિતાનુ નામ અંગ્રેજીમાં બતાવ?.
વિદ્યાર્થી : બ્યુટીફુલ રેડ અંડરવિયર.
શિક્ષક : આ શુ બકવાસ છે?. હવે ગુજરાતીમાં બોલ.
વિદ્યાર્થી : સુંદરલાલ ચઢ્ઢા.

જોક્સ ૧૦
એક છોકરી અડધી રાત્રે રસ્તા પર એકલી જતી હતી.
રસ્તામાં બે છોકરાઓ મળ્યા અને તેની છેડતી કરવા લાગ્યા.
તેમાંથી એકે પુછ્યું : તને રાત્રે બીક નથી લાગતી?.
છોકરીએ મગજ વાપર્યો અને કહ્યું : ના ભાઈ… જીવતી હતી ત્યારે લાગતી. હવે તો… ત્યાં તો ભુરાવ ઊભા રોડે ગોળી કાઢે જાય હો.

જોક્સ ૧૧
પત્નિ : અરે… તરસ લગી છે, કમ સે કમ પાણી તો લાવી આપો.
કંજુશ પતિ : તુ કહે તો સમોસા અને ગુલાબજાંબુ પણ લઈ આવું?.
પત્નિ : અરે… તમે તો કેટલા સારા છો, આ સંભાળીને તો મારા મોઢા માં પાણી આવી ગયુ.
કંજુશ પતિ : બસ… એ જ પાણીથી તારી તરસ છીપાવી લે…

જોક્સ ૧૨
પત્નિ : સાંભળો મારા મોઢામાં મચ્છર ચાલ્યું ગયું છે હવે હું શું કરું?.
પતિ : અરે વ્હાલી… ઓલ આઉટ પી લે. ૬ સેકન્ડમાં કામ શરૂ.

જોક્સ ૧૩
પપ્પુની પત્નિ હોસ્પિટલમાં દાખલ થઇ હતી.
ડોક્ટર : આઈ એમ સોરી… તમારી પત્નિ વધુમાં વધુ બે દિવસની મહેમાન છે.
પપ્પુ : એમાં સોરી ની શું વાત છે ડોક્ટર સાહેબ, આ બે દિવસ પણ જેમ તેમ કરીને પસાર થઇ જશે.

જોક્સ ૧૪
એક વખત એક માણસ પોતાની પત્નિ સાથે બારમાં બેઠો હતો.
અચાનક જ પતિ ને ટોયલેટ જવું પડ્યું,
એટલામાં એક છોકરીએ તેની પત્નિ પાસે આવીને તેના કાનમાં કહ્યું,
પૈસા પહેલા લઇ લેજે, આ માણસ પાછળથી ફ્રોડ કરે છે.

જોક્સ ૧૫
પપ્પુએ પોતાની મમ્મીને કહ્યું : આજે પ્રિન્સિપાલે મને પુછ્યું કે તમે કેટલા ભાઈ-બહેન છો?.
તો મે કહ્યું કે : હું એકનો એક છું.
મમ્મી ઉત્સુકતાથી : તો પછી તેમણે શું કહ્યું?.
પપ્પુ : તેઓએ કહ્યું કે આભાર છે ઈશ્વરનો કે આવો નંગ એક જ છે દુનિયામાં.