કાર ના બોનેટ પર ટીંગાઈ ગયો ટ્રાફિક પોલીસવાળો, ડ્રાઇવરે નશા મા ૨૦ કિલોમીટર સુધી દોડાવી કાર, જુઓ વિડીયો

Posted by

મહારાષ્ટ્રનાં નવી મુંબઈમાં આશ્ચર્યચકિત કરવા વાળી ઘટના સામે આવી છે. જ્યાં એક કાર ચાલક ટ્રાફિક પોલીસને લગભગ ૨૦ કિલોમીટર સુધી ઢસડતો રહ્યો હતો. જોકે સારું થયું કે કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના બની ના હતી. ટ્રાફિક પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી લીધી હતી. આ યુવક સિગ્નલ તોડીને જઈ રહ્યો હતો. ત્યારબાદ ટ્રાફિક પોલીસે તેને રોકવાની કોશિશ કરી હતી પરંતુ યુવકે ગાડી ના રોકી અને ટ્રાફિક પોલિસ કાર ના બોનેટ પર પડી ગયો હતો.

આ ઘટના થોડા દિવસ પહેલાની જ છે. ઘટનાનાં ફુટેજમાં સ્પષ્ટ રૂપથી જોવા મળી રહ્યું છે કે ટ્રાફિક પોલિસ કેવી રીતે પોતાને બચાવે છે. એક રિપોર્ટ પ્રમાણે પોલીસે કાર ચાલક નેરૂલ નિવાસી આદિત્ય બેમડે (૨૩) ની ધરપકડ કરી લીધી છે. પોલીસે કહ્યું કે તે નશા માં ગાડી ચલાવી રહ્યો હતો. ટ્રાફિક કોન્સ્ટેબલ સિધ્ધેશ્વર માલી (૩૭) કાર ના આગલા ભાગ પર ખરાબ રીતે ફસાઈ રહેવા છતાં પણ તે માંડ-માંડ બચી ગયા હતાં.

સામાન્ય રીતે આટલું અંતર પસાર કરવામાં ઓછામાં ઓછી ૧૫ થી ૨૦ મિનિટનો સમય લાગે છે. આ ઘટના પામ બીચ રોડ પર ઘણી બધી જગ્યા પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. કોન્સ્ટેબલ સિદ્ધેશ્વર માલી બ્લુ ડાયમંડ જંકશન રોડ પર સિગ્નલ તોડીને અને એક સ્કુટરમાં ટક્કર મારીને જઈ રહેલા કાર ચાલકને રોકવાની કોશિશ કરી હતી પરંતુ ચાલકે ગતિ વધારી દીધી હતી.

એ પહેલા કે ટ્રાફિક પોલિસ કાર ના રસ્તા પરથી હટી શકે તે બોનેટ પર જઈને પડ્યો હતો તેમ છતાં પણ અટકવાની મનાઈ કરતા કાર ચાલક પામ બીચ રોડની તરફ ડાબી તરફ વળી ગયો હતો. આ દરમિયાન તેણે ઘણીવાર ટ્રાફિક કોન્સ્ટેબલને બોનેટ પરથી પાડવાની કોશિશ કરી હતી. ત્યાં સુધીમાં પોલીસ કંટ્રોલરૂમને સુચના મળી હતી કે એક પોલીસ કર્મીને કાર ના બોનેટ પર ઢસેડવામાં આવી રહ્યો છે. રસ્તામાં પોલીસે વાયરલેસ સંદેશ દ્વારા સતર્ક કર્યા હતાં. ત્યારબાદ પોલીસે કાર ચાલક ને પકડી લીધો હતો.

વાશી પોલીસ સ્ટેશનમાં વરિષ્ઠ નિરીક્ષક શશીકાંત ચાંડેકરે કહ્યું કે ચાલકનાં ચિકિત્સકિય  પરીક્ષણમાં પુષ્ટિ થઈ છે કે તે નશીલા પદાર્થ ગાંજાનું સેવન કરીને નશામાં ગાડી ચલાવી રહ્યો હતો. આ વ્યક્તિ પર હત્યાનાં પ્રયાસનો મામલો નોંધવામાં આવ્યો છે અને તેના પર નારકોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટરની ધારાની અંદર પણ મામલો નોંધવામાં આવ્યો છે.