મમ્મીને મિસ્ર સભ્યતાનો એક મહત્વનો ભાગ માનવામાં આવે છે. હજારો વર્ષ પહેલા જ્યારે મિસ્ત્રમાં કોઈનું મૃત્યુ થતું હતું તો તેમના શવને સફેદ રંગની પટ્ટીમાં બાંધી દેવામાં આવતો હતો અને કબરની અંદર તેને બંધ કરી દેવામાં આવતો હતો. કારણકે તેમનું શરીર સુરક્ષિત રહે.
મિસ્ત્ર માથી વૈજ્ઞાનિકોને ઘણી મમ્મી મળી આવી છે. જેમને મ્યુઝિયમમાં રાખવામા આવી છે. આજે અમે તમને એવી જ એક મમ્મી વિષે જણાવવા જય રહ્યા છીએ જે 3000 વર્ષ જૂની છે. આ મંદિરને યુ.કે. સ્થિત લીડ્સ સિટી મ્યુઝિયમમાં રાખવામા આવી છે. આ મમ્મીનું નામ નિસિયામૂન છે.
કહેવામા આવે છે કે તે મિસ્ત્રના રાજા ફૈરો રામસેસ-૧૧ના સમય પૂજારી અને પત્રકારના રૂપમાં કામ કરતા હતાં. ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર નિસિયામુન તેમના રાજા માટે ખબરો પણ લાવતો હતો અને તેમના માટે ગીતો પણ ગાતો હતો. તેમની કબર પર આ વાતની જાણકારી મળે છે. નિસિયામુનની કબર પર લખેલ આ મિસ્ત્રનો અવાજ હતો.
આ મમ્મી માથી નીકળે છે અવાજો
નિસિયામુનની મમ્મીને લીડ્સ સિટી મ્યુઝિયમમાં રાખવામા આવેલ છે અને તે મમ્મી માથી અવાજ સંભળાય છે. વૈજ્ઞાનિકોના અનુસાર જ્યારે પણ કોઈ વ્યક્તિ આ મમ્મી પાસેથી પસાર થતું હતું તો તેમાથી અવાજ સંભળાતો હતો. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ આ અવાજને રેકોર્ડ કરવાનું વિચાર્યું. તેમના અવાજને રેકોર્ડ કરવા માટે વૈજ્ઞાનિકોએ પહેલા નિસિયામુનના ગળાનો સિટીસ્કેન કર્યો. ત્યારબાદ તેમની થ્રીડી પ્રિંટરથી તેમની અવાજ વાળી નળીને બનાવવામાં આવી. ત્યારબાદ તેમાથી તેમનો અવાજ કાઢવામાં આવ્યો. તેમનો આ અવાજ કર્કશ જેવો હતો. ફક્ત એટલું જ નહીં તેમના અવાજને વૈજ્ઞાનિકોએ રેકોર્ડ પણ કર્યો.
મમ્મીના અવાજ વિષે જણાવતા વૈજ્ઞાનિક ડેવિડ હાવર્ડએ જણાવ્યુ કે અમે વોકલ કોર્ડ બનાવવા માટે મમ્મીનું સિટી સ્કેન કર્યું હતું. તેમાં અમને જાણવા મળ્યું કે તેમની જીભનો થોડો ભાગ ગાયબ હતો. તેને લીધે અમે બનાવેલ મોડેલ પણ તેવું જ બન્યું. ડેવિડ હોવર્ડના અનુસાર મમ્મીના જીભનો ભાગ કેમ ગાયબ છે તે હજુ સુધી જાણવા નથી મળ્યું. પરંતુ શંકા એ છે કે આ મમ્મી ત્રણ હજાર વર્ષ જૂની છે એટલે એવું બની શકે કે નિસિયામુનની જીભનો અમુક ભાગ સડી ગયો હોય શકે. જેના લીધે તેમાથી આવો અવાજ સંભળાય શકે.
આ કારણથી બનાવવામાં આવ્યું ગળાનું થ્રીડી મોડેલ
ડેવિડ હોવાર્ડના જણાવ્યા મુજબ ઘણીવાર જ્યારે હવા મમ્મી પાસે હોય છે ત્યારે તેમના મોઢા માથી અવાજ સંભળાતો હતો. તેથી અમે વિચાર્યું કે તેમના ગળાનું થ્રીડી મોડેલ બનાવીને તેમનો અવાજ કાઢવામાં આવે. અમને તેવો જ અવાજ સાંભળવા મળ્યો. નિસિયામુનનો અવાજ સાંભળીને અમને એવું લાગ્યું કે તે કઈક બબડાટ કરી રહ્યો હોય. જો તમે પણ આ મમ્મીનો અવાજ સાંભળવા માંગતા હોય તો નીચે આપવામાં આવેલ ટ્વિટની લિન્ક પર ક્લિક કરો. તમને પણ મમ્મીનો અવાજ સાંભળવા મળશે.
Mummy voice reconstruction de New Scientist via #soundcloud https://t.co/jbOT1kobeH
— Marcos Ferrarezi (@nunesferrarezi) January 23, 2020