૩ વાર હનીમૂન પર જશે આદિત્ય નારાયણ, જણાવ્યું પત્નિ શ્વેતાને લઈને ક્યાં ક્યાં જશે

આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલનાં લગ્નની તસ્વીરો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. મહત્વપૂર્ણ છે કે આ કપલે ૧ ડિસેમ્બર ૨૦૨૦નાં રોજ મુંબઈના મંદિરમાં લગ્ન કર્યા હતા. કોરોના મહામારીને જોતા લગ્નમાં ફક્ત ૫૦ લોકો જ સામેલ થયા હતા.

લગ્ન બાદ ૨ ડિસેમ્બરનાં રોજ આદિત્ય શ્વેતાએ મુંબઈની ૫ સ્ટાર હોટલમાં ગ્રાન્ડ રિસેપ્શન પણ રાખ્યું હતું. આ દરમિયાન આદિત્ય અને તેમનો પરિવાર ડાન્સ મસ્તી કરતો નજર આવ્યો હતો. આદિત્ય આ લગ્નને લઈને ખુબ જ એન્જોય કરી રહ્યા છે. તેમના પરિવારના લોકો પણ નવી વહુ શ્વેતાથી ખૂબ જ ખુશ છે. લગ્ન બાદ મોટાભાગે કપલ હનીમૂન પર જતાં હોય છે. આદિત્યનો પણ કંઇક એવો જ પ્લાન છે.

આશ્ચર્યની વાત એ છે કે આદિત્ય લગ્ન બાદ એક બે નહી પરંતુ ત્રણ વાર હનિમૂન પર જવાનો પ્લાન બનાવી રહ્યા છે. હાલમાં જ આદિત્યએ એક ઇન્ટરવ્યુ આપ્યું હતું, જેમાં તેમણે પોતાના ૩ વાર હનીમૂન મનાવવાનો ઉલ્લેખ કર્યો હતો. હકીકતમાં તેમને કામના લીધે દર સપ્તાહે મુંબઈમાં રહેવું જરૂરી છે, તેવામાં તે ૩ નાની નાની રજા પર જઈને પોતે હનીમૂન મનાવશે.

હનીમૂન માટે આદિત્ય શિલિમ, સુલા વાઇનયાર્ડ્સ અને ગુલમર્ગ જશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શિલિમ મહારાષ્ટ્રમાં આવે છે, જ્યારે સુલા વાઇનયાર્ડ્સ પણ આ રાજ્યના નાસિકની નજીક છે. વળી ગુલમર્ગ જમ્મુમાં છે, જ્યાં પ્રાકૃતિક નજારાની ભરમાર છે.

જોકે આ સમયે કોરોના વાયરસનો પ્રકોપ પણ ફેલાયેલો છે તેથી આદિત્ય ટ્રાવેલ કરતા સમયે પૂરી સાવધાની રાખવાના મૂડમાં છે. તેમને આશા છે કે તેમનો આ હનીમૂન તેમના જીવનની મહત્વની યાદોમાં સામેલ થઇ જશે. તે આ હનીમૂન પર જવા માટે ઉત્સુક છે, વળી તેમની વાઈફ શ્વેતા પણ રાહ જોઈ રહી છે.

જણાવી દઈએ કે આદિત્ય અને શ્વેતા એકબીજાને પાછલા ૧૨ વર્ષોથી જાણે છે. વળી છેલ્લા ૧૦ વર્ષથી તે એકબીજાને ડેટ પણ કરી રહ્યા હતા. આટલા વર્ષોથી એકબીજાની સાથે રહેવાના કારણે તેમની વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળે છે. બંનેના પ્રેમની શરૂઆત “શાપિત” ફિલ્મના સેટ પર થઈ હતી. અહીયાથી જ બન્નેએ સાથે જીવન પસાર કરવાનો નિર્ણય લીધો હતો.

આદિત્ય પોતાના પિતા ઉદિત નારાયણ ની જેમ જ એક ગાયક છે, તેના સિવાય તે એક્ટિંગ અને હોસ્ટિંગ પણ કરે છે. તેમને છેલ્લી વાર ઇન્ડિયન આઇડલમાં હોસ્ટ ના રૂપમાં જોવામાં આવ્યા હતા. વળી તેમની પત્ની શ્વેતા અગ્રવાલ એક અભિનેત્રી છે. તે “બાબુલ કી દુવા એ લેતી જા (૨૦૦૦), શગુન (૨૦૦૧) અને દેખો મગર પ્યાર સે (૨૦૦૪) જેવી સિરિયલમાં નજર આવી ચૂકી છે.