તુલા રાશિ ૨૦૨૧ : જાણો તુલા રાશિના જાતકો માટે વર્ષ ૨૦૨૧નું રાશિફળ, નવું વર્ષ તમારા જીવનમાં શું પરિવર્તન લાવશે

Posted by

રાશિચક્રમાં તુલા રાશિ સાતમા નંબર પર આવે છે. આ રાશિનું ચિન્હ ત્રાજવું છે અને આ રાશિના સ્વામી શુક્ર છે. જો તુલા રાશિની વિશેષતાઓની વિશે વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે તુલા રાશિના લોકો ખૂબ જ આકર્ષક વ્યક્તિત્વના ધની હોય છે. તેમની આંખોમાં ચમક અને ચહેરા પર પ્રસન્નતા સ્પષ્ટ રીતે જોવા મળે છે. તે કોઈપણ પરિસ્થિતિમાં હાર માનતા નથી અને તેમનામાં જીતવાનું ઝનૂન બાળપણથી જ હોય છે. તુલા રાશિ વાળા અન્ય લોકોને પ્રોત્સાહન આપવામાં અને સહાયતા કરવામાં હંમેશા તત્પર રહે છે અને બુદ્ધિવાળા કામમાં વધારે દિલચસ્પી રાખે છે. જો તમારી રાશિ તુલા છે અને તમારા મનમાં એવા સવાલો ફરી રહ્યા હોય કે વર્ષ ૨૦૨૧માં તમારું આર્થિક, પારિવારિક, સ્વાસ્થ્ય, કરિયર અને પ્રેમજીવન કેવું રહેશે ? તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણકે વૈદિક જ્યોતિષ પર આધારિત તુલા રાશિ ૨૦૨૧ રાશિફળ તમારા બધા જ સવાલોનો જવાબ આપશે.

આર્થિક સ્થિતિ

નવા વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં વ્યવસાય અવ્યવસ્થિત થવાથી તમે તણાવમાં રહી શકો છો. તમારા પૈસા પણ કોઈ જગ્યાએ અટવાઈ શકે છે. નવા વર્ષમાં જુગાર અને લોટરી જેવા અનૈતિક કાર્યોથી દૂર રહેવું. વ્યવસાયની દ્રષ્ટિથી આ વર્ષ તમારા માટે નવા અવસર લઇને આવશે. કોર્ટ-કચેરીના મામલાઓમાં ધન ખર્ચ થઈ શકે છે. માર્ચના મહિનામાં ધન લાભ થઈ શકે છે, પરંતુ મે મહિનામાં આવકના અણસાર યોગ્ય લાગી રહ્યા નથી. વ્યવસાય કરતા લોકો માટે રોકાણના અણસાર છે.

સ્વાસ્થ્ય

જાન્યુઆરીમાં તમારું સ્વાસ્થ્ય થોડુંક નાજુક રહી શકે છે પરંતુ વધારે ચિંતા કરવાની આવશ્યકતા નથી. સમયસર જરૂરી ચેકઅપ કરાવતા રહેવું. સિઝનની બીમારીઓ પરેશાન કરી શકે છે. ખાણીપીણી પર સંયમ રાખવું ખૂબ જ જરૂરી હશે. જો ખાણીપીણી યોગ્ય નહીં હોય તો રોગ થવાની સંભાવના રહેલી છે. જૂન મહિના બાદ સ્વાસ્થ્યની દ્રષ્ટિથી સામાન્ય પરિસ્થિતિ રહેશે. વર્ષના અંત સુધીમાં તમારું વજન વધવાની સંભાવના નજર આવી રહી છે.

પારિવારિક જીવન

પારિવારિક દ્રષ્ટિકોણથી આ વર્ષ મિશ્રિત રહેશે. સંયમથી કામ લેવું પડશે. આત્મનિર્ભરતા ખૂબ જ જરૂરી હશે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં વૈવાહિક જીવનમાં અસંતોષનું વાતાવરણ રહેશે પરંતુ ડિસેમ્બર સુધીમાં વૈવાહિક જીવનમાં સુધારો થવાનાં લક્ષણો જોવા મળી રહ્યા છે. જ્યાં સુધી સંભવ હોય પરિવારના વધારે જટિલ મામલાઓમાં પડવું નહી. પરિવાર અને દાંપત્યજીવનમાં સુખ સંતોષનો અનુભવ કરશો. નવા વર્ષમાં નવા મિત્રોની સાથે મુલાકાત થઈ શકે છે.

પ્રેમજીવન

વર્ષના પહેલા ૪ મહિનામાં લવ પાર્ટનરની સાથે નવા-નવા અનુભવો મળશે. જૂની સમસ્યાઓ ઉકેલાઇ શકે છે. જુના પ્રેમ-સંબંધોમાં મધુરતા આવશે. ઘરની સમસ્યાઓની પ્રેમની વચ્ચે લાવવાથી બચવું પડશે. તમે પોતાના સાથીની જરૂરિયાતો અને માંગણીને ખૂબ જ ધ્યાનથી સાંભળશો. તમારો પાર્ટનર પણ તમારા પ્રત્યે સમર્પિત રહેશે અને તમને પ્રેમ આપશે. પ્રેમીઓ પોતાના સંબંધને લગ્ન કરીને સંબંધમાં બદલી શકે છે. જુલાઈ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના સુધી તમારા ગ્રહોમાં પરિવર્તન થશે. જેના લીધે તમારું મન પાર્ટનરને લઇને વિચલિત થઈ શકે છે.

કરિયર

કરિયર અને રોજગાર માટે નવું વર્ષ તુલા રાશિવાળા જાતકો માટે અનુકૂળ રહેશે. વર્ષની શરૂઆતમાં અમુક ખોટા પ્રલોભન વાળા પ્રસ્તાવ તમારી સામે આવી શકે છે, જેનાથી તમારે બચવું પડશે. કોઈ વિચારેલી યાત્રા પૂરી કરવાથી મોટો લાભ થશે. જે જાતકો વિદેશોમાં શિક્ષા લેવા માંગતા હોય તેમના માટે આ વર્ષ અનુકૂળ છે. વિદેશ જવાના અવસર મળી શકે છે. આ રાશિવાળા લોકો માટે એપ્રિલનો મહિનો મધ્યમ ફળદાયી રહેશે. નોકરીમાં પ્રગતિ થવાના પુરા અણસાર બની રહ્યા છે. બેરોજગાર લોકો માટે પ્રગતિનું વર્ષ છે.

વૈદિક ઉપાય

દર શુક્રવારે લક્ષ્મીજીને મંદિરમાં લાલ રંગના ફૂલ અર્પિત કરવાથી ગરીબી અને કરજમાંથી છુટકારો મળશે. બની શકે તો ઘર પર એક દાડમનું વૃક્ષ જરૂર વાવવું. દરરોજ કીડીને લોટ અને ખાંડ ખવડાવો. પોતાની કમાણીમાંથી મહિનામાં ઓછામાં ઓછું એકવાર ગરીબોને ભોજન જરૂર કરાવવું.

શુભ મહિનો અને શુભ રંગ

તમારા માટે મે અને સપ્ટેમ્બર મહિનો શુભ રહેશે. તમારા વ્યવસાયમાં અપાર સફળતાઓ પ્રાપ્ત થશે. તમારા માટે ૨૦૨૧માં વાદળી રંગ ખૂબ જ શુભ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *