ટીવીની સંસ્કારી વહુ સંધ્યા બની મોર્ડન, શોર્ટ બ્લેક ડ્રેસમાં લગાવ્યા ઠુમકા, જુઓ વિડિયો

Posted by

“દિયા ઓર બાતી હમ” ની સંધ્યા વહુ એટલે કે દિપીકા સિંહ ઘણીવાર પોતાના ડાન્સ વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. દિપીકાને ડાન્સ કરવાનો ખૂબ જ શોખ છે. આ જ કારણ છે કે તે સોશિયલ મીડિયા પર મોટાભાગે પોતાની પોસ્ટમાં ડાન્સ વિડિયો જ શેર કરતી રહે છે. હાલમાં જ દિપીકાએ પોતાનો એક ડાન્સ વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ ડાન્સ વીડિયોમાં તે કાળા રંગના ડ્રેસમાં ડાન્સ કરતી નજર આવી રહી છે. આ ડ્રેસમાં નાચતા દિપીકા ખૂબ જ સુંદર જોવા મળી રહી છે. તેમનો આ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ વીડિયોને શેર કરતાં તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “નાના વાળ પ્રત્યે પ્રેમ”. દિપીકાના આ વીડિયોને અત્યાર સુધીમાં ૬૦ હજારથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. એક સમયે ટીવી પર સંસ્કારી અવતારમાં નજર આવનારી સંધ્યા વહુને આ મોર્ડન અંદાજમાં જોવી ખૂબ જ રિફ્રેશિંગ છે. તો ચાલો હવે જરાપણ મોડું કર્યા વગર હવે વિડીયો જોઈ લો.

આ વિડીયો સિવાય દિપીકાએ પોતાની અમુક સુંદર તસ્વીરોને પણ ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરોમાં દિપીકા બ્લેક રંગના શોર્ટ ડ્રેસમાં ગજબની સુંદર લાગી રહી છે. આ તસ્વીરોની ખાસ વાત એ છે કે તેમાં તે સ્વીટની જગ્યાએ ખૂબ જ સુંદર લાગી રહી છે. આ પોસ્ટને શેર કરતા તેમણે લખ્યું છે કે, “ઘણા લાંબા સમય પછી સેલ્ફી લીધી”.

દિપીકાએ આ સેલ્ફી કારમાં બેસીને લીધી છે. તેમનો આ અવતાર પણ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ તસ્વીરને અત્યાર સુધીમાં ૯૬ હજારથી વધારે લોકોએ લાઈક કરી છે. વળી તમને દિપીકાની આ તસ્વીરો કેવી લાગી તે પણ અમને જરૂરથી જણાવજો.

તેમના કામની વિશે વાત કરવામાં આવે તો દિપીકા સિંહ “દિયા ઓર બાતી હમ” સીરીયલમાં સંધ્યા વહુ બનીને ઘરે-ઘરે ફેમસ થઇ હતી. વળી તે “કવચ” સીરીયલમાં પણ જોવા મળી છે. ઇન્સ્ટાગ્રામ પર પણ તેમની મોટી ફેન ફોલોઈંગ છે. અહીંયા તેમને ૧૫ લાખથી વધારે લોકો ફોલ્લો કરે છે, ખાસ કરીને લોકોને તેમના ડાન્સ વિડીયો ખૂબ જ પસંદ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *