“ટીવી ક્વીન” ના નામથી મશહૂર એકતા કપૂરને આજે કોણ ઓળખતું નહી હોય. તે હવે ઘણા સુપરહિટ શો નું નિર્માણ કરી ચૂકી છે. તેમણે એક થી એક ચડિયાતી સુપરહિટ સીરિયલ દર્શકોને આપી છે. નાના પડદાની સાથે સાથે એકતા મોટા પડદા પર પણ સક્રિય છે. એકતા કપૂર ઘણી બધી ટીવી સીરીયલ પ્રોડ્યુસ કરી ચૂકી છે. તેમની સિરિયલ્સમાં પ્રેમથી લઈને લગ્ન અને છૂટાછેડા જેવું બધું જ જોવા મળે છે પરંતુ એકતા કપૂર હજુ સુધી કુંવારી છે. લગ્નને લઈને એકવાર તેમણે જણાવ્યું હતું કે, “મને કંટાળાજનક જીવન પસંદ નથી. મને મારું કામ પસંદ છે, મિત્રોની સાથે મસ્તી કરવી મને પસંદ છે”.
પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે પોતાના આ નિવેદનને ભૂલીને એકતા કપૂરે લગ્ન કરવાનું મન બનાવી લીધું છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે એકતાએ એવું શું કરી દીધું છે કે જેના લીધે અમે આવું કહી રહ્યા છીએ. હકીકતમાં એકતાએ જ ખુદ એક હિંટ આપ્યો છે, જ્યાર બાદ એવું લાગી રહ્યું છે કે તે ખૂબ જ જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.
હકીકતમાં પાછલા દિવસોમાં એકતા કપૂરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક યુવકની સાથે પોતાનો એક ફોટો શેર કર્યો છે. એકતા એ પોતાના ખાસ મિત્રની સાથે ખૂબ જ કેન્ડિડેટ મૂડની સેલ્ફીને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરને શેર કરતાં એકતાએ જે કેપ્શન આપ્યું તે ચર્ચાનો વિષય બની ગયો અને તેને જોયા બાદ જ લોકોએ તેમના લગ્ન અંગે અટકળો શરૂ કરી દીધી હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે એકતા એ પોતાના આ ખાસ મિત્રની સાથે ફોટો શેર કરતા લખ્યું છે કે, “અમે અહીયા છીએ… તમને ખૂબ જ જલ્દી જણાવીશું”. એકતા એ પોતાની આ તસ્વીરને શેર કરતાં જ ખૂબ જ ઝડપથી આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. સામાન્ય લોકોની સાથે અમુક સેલેબ્સ પણ એકતાની આ તસ્વીરને લઈને મૂંઝવણમાં મુકાઇ ગયા છે. અમુક લોકોએ તો તેમને અભિનંદન પાઠવવાનું પણ શરૂ કરી દીધું છે.
View this post on Instagram
એકતા કપૂરના આ ફોટા પર તેમના ખાસ મિત્ર એ પણ કંઈક એવી કોમેન્ટ કરી છે કે જેને જોઈને લોકો તેમના લગ્નને લઈને વધારે સ્યોર થઈ ચૂક્યા છે. આ તસ્વીરોને જોયા બાદ તમે પણ વિચારમાં પડી ગયા હશો કે આખરે આ હેન્ડસમ યુવક કોણ છે ? તો જણાવી દઈએ કે એકતા એ જે વ્યક્તિ સાથે ફોટો શેર કર્યો છે, તે તેમના ખૂબ જ સારા મિત્ર તનવીર બુકવાલા છે.
View this post on Instagram
એકતા કપૂરે તનવીરની સાથે પોતાના ફોટાને શેર કરતા જ તનવીરની કોમેન્ટ પણ આવી ગઈ હતી. તનવીરે આ પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું કે, “હવે સમય આવી ગયો છે, આ મિત્રતાને સંબંધમાં ફેરવવાનો”. તનવીરની આ કોમેન્ટ બાદ ફેન્સ વિચારમાં પડી ગયા છે અને જાણવા માગે છે કે શું એકતા કપૂર હકીકતમાં લગ્ન કરવા જઈ રહી છે ?
View this post on Instagram
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હાલમાં જ ૪૫ વર્ષની એકતા કપૂર સરોગેસી દ્વારા એક દિકરાની માં બની હતી. પુત્રના જન્મ બાદ એકતાએ પોતાના ઘરે જ નામકરણ સેરેમની રાખી હતી. આ નામકરણ સેરેમનીમાં બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીનાં જાણીતા સિતારાઓ સામેલ થયા હતા. એકતા એ પોતાના દિકરાનું નામ પિતાના નામ પર રાખ્યું છે. એકતાએ પોતાના દિકરાનું નામ રવિ કપુર રાખ્યું છે, જે એકતા કપૂરના પિતાનું અસલી નામ છે.