હવે જિંદગીનું કંઇ નક્કી નથી, સુરતમાં ટીવી જોતાં-જોતાં વધુ બે લોકોનાં હાર્ટ એટેકથી મોત, શ્વાસ લેવામાં તકલીફ થઈ અને પછી…

Posted by

રાજ્યમાં હાર્ટ એટેકનાં કેસ સતત વધી રહ્યા છે, જેમાં સુરતનાં અલગ-અલગ વિસ્તારોમાં હાર્ટ એટેકનાં કારણે બે લોકોના મોત થયા છે, જેનાં કારણે હવે લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે. એક ઘટનામાં ૪૩ વર્ષીય મહિલાને ઘરે ટીવી જોતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો જ્યારે સચિનમાં વિકાસ નામના ૨૭ વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હતું.

સુરતનાં સચિન વિસ્તારમાં રહેતી નયના રાઠોડ નામની મહિલા ઘરમાં બેસીને ટીવી જોતી હતી. આ દરમિયાન મહિલાને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ આ મહિલાની લાશને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે, જ્યાં મોતનું સાચું કારણ જાણવા મળશે.

આ દરમિયાન વિકાસ નામના ૨૭ વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. આ યુવાન જ્યારે ઘરમાં જમીન પર બેઠો હતો ત્યારે અચાનક બેભાન થઈ જતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ફરજ પરના તબીબોએ આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. યુવાનનાં મોત બાદ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સાથે જ બંને પરિવારને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જાણો વધતા હાર્ટ એટેકના કારણો
તણાવનું વધતું સ્તર,
પૌષ્ટિક આહારનો અભાવ,
કસરતનો અભાવ,
બદલાતી રહેણીકરણી.

હૃદયરોગનાં હુમલાનાં લક્ષણો
છાતીમાં દુખાવો,
હૃદય બરાબર મધ્યમાં દબાયેલું લાગે છે,
શરીરનાં અન્ય ભાગોમાં દુખાવો (છાતીથી હાથ, જડબા, ગળા, પીઠ અને પેટ સુધી ફેલાય છે),
બેચેની કે ચક્કર આવવા,
પરસેવાથી લથબથ,
શ્વાસ લેવામાં મુશ્કેલી,
ઉબકા, ઉલ્ટી જેવુ લાગે,
બેચેની,
ઉધરસનો હુમલો, શ્વાસ લેવામાં તકલીફ.

કઈ ઉંમરમાં હાર્ટ એટેક આવવાની સંભાવના વધારે રહે છે?
હૃદયરોગનો હુમલો કોઈપણ ઉંમરની વ્યક્તિને આવી શકે છે પરંતુ ૪૫ વર્ષથી વધુ ઉંમરનાં પુરુષો અને ૫૫ વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓને હાર્ટ એટેક આવવાની સંભાવના વધારે હોય છે.