ઉંઘમાં બબડતા શિખર ધવનની રોહિત શર્મા એ ઉડાવી મજાક, વિડીયો જોઈને તમે પણ હસવાનું રોકી શકશો નહિ

Posted by

ક્રિકેટ જગતમાં હીટમેનનાં નામથી જાણીતા રોહિત શર્મા હંમેશા મેદાન પર પોતાની શાનદાર બેટિંગથી બોલરોની ઊંઘ ઉડાવતા નજર આવે છે તો વળી સાથી ખેલાડીઓની સાથે મસ્તી કરવાનો અવસર પણ છોડતા નથી. રોહિતનો સ્વભાવ ખુબ જ મસ્તીખોર ટાઈપનો છે, જેની સાબિતી તરીકે સોશિયલ મીડિયાની આ પોસ્ટ છે. આ પોસ્ટમાં તેમણે શિખર ધવનનો એક વીડિયો શેર કર્યો છે, જેને જોઇને ફેન્સ હસી-હસીને લોટપોટ થઇ રહ્યા છે એટલું જ નહીં રોહિત શર્માની આ પોસ્ટ પર શિખર ધવને પણ તરત પોતાની સ્પષ્ટતામાં એક મજેદાર કોમેન્ટ કરી છે.

ભારતનાં શાનદાર બેટ્સમેન માંથી એક રોહિત શર્મા એ પોતાની રમતથી મોટા-મોટા રેકોર્ડ તોડ્યા છે અને બોલેરોને તો દિવસમાં તારા બતાવવાનું કામ પણ કરે છે. રોહિત શર્મા જ્યાં સુધી મેદાન પર હોય છે ત્યાં સુધી દર્શકોનું મનોરંજન કરે છે એટલું જ નહીં રોહિત શર્મા છક્કા મારવા માટે પણ જાણીતા છે. અહી તેમણે પોતાના સાથી ખેલાડી શિખર ધવનનો વિડીયો શેર કર્યો છે, જેમાં શિખર ધવન ઊંઘમાં કંઇક બોલતા નજર આવી રહ્યા છે એટલું જ નહીં આ પહેલા શિખર ધવને પણ રોહિત શર્માનો એક વીડિયો શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Rohit Sharma (@rohitsharma45)

રોહિત શર્મા એ શિખર ધવનનો સુતેલો વિડીયો પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે, જેમાં શિખર ધવન ઊંઘમાં કંઇક બોલતાં નજર આવી રહ્યા છે. આ વીડીયોને જોઇને ક્રિકેટનાં ફેન્સ ખુબ જ હસી રહ્યા છે. જોકે જ્યારે આ વિડીયો વિશે શિખર ધવનને ખબર પડી તો તેણે તરત જ કોમેન્ટ કરતાં લખ્યું કે, “હું શાયરીની પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને આ જનાબે વિડીયો ઉતારી લીધો… શું દિલથી યાદ કરી રહ્યો હતો, મજા આવી ગઈ, કાશ… ભણતા સમયે પણ આ રીતે જ યાદ કરી લેત”.

શિખર ધવને પણ શેર કર્યો રોહિત નો વિડીયો

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)


આ પહેલા શિખર ધવને રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં હિટમેન પોતાની લાડલી દિકરી માટે રમકડા પોતાની બેગમાં રાખી રહ્યા હતાં. આ વીડિયોને શેર કરતા શિખર ધવને લખ્યું કે, મળો પ્રેમ અને કેર કરવા વાળા પાપા રોહિત શર્મા અને જાડેજાને, જે રમકડા રાખી રહ્યા છે”. તેનાં પર રોહિત શર્માએ કોમેન્ટ કરતા લખ્યું કે, “બેંગલોરમાં તેનો પરિવાર આવી રહ્યો છે તો તેમણે વિચાર્યું કે દિકરી માટે રમકડાં લઈશ તો તેને ગમશે”.