ઉપયોગ થયેલી ચાની ભુકીને ભુલથી પણ ફેંકવી નહીં, સોના કરતાં પણ વધારે છે કિંમતી

ચા અથવા કોફી પીવી ઘણા લોકોને પસંદ હોય છે અને ઘણા લોકો દરરોજ એક કપ ચા તો જરૂર પીવે છે. વળી ચા બનાવ્યા બાદ હંમેશા લોકો ચા ને ગાળીને પછી ગાળેલી ચા ની ભૂકી ને ફેંકી દેતા હોય છે. પરંતુ જો તમે પણ ગાળેલી ચા ની ભૂકીને ફેંકી દો છો તો આવું ના કરો. કારણ કે ચા ની ભૂકીનો પ્રયોગ ઘણી તકલીફોથી છુટકારો મેળવવા માટે કરી શકાય છે અને ચહેરા પર ચમક પણ મેળવી શકાય છે. ચા ની ભૂકી અથવા કોફીનો પ્રયોગ કઈ કઈ ચીજોમાં રાહત મેળવવા માટે કરી શકાય છે, તેની જાણકારી અમે તમને અહીં જણાવીશું.

ત્વચાને સાફ કરો

ચા ની ભૂકી અથવા કોફી ગ્રાઉન્ડને એક્સફોલિએટર નાં રૂપમાં ઉપયોગ કરી શકાય છે અને આ બંને ચીજો ચહેરા પર લગાવવાથી ચહેરા પર રહેલ મૃત ત્વચા સાફ થઈ જાય છે અને ચહેરો એકદમ ખીલી જાય છે. તમે ચા ની ભૂકી અથવા કોફી ગ્રાઉન્ડ લઈને તેમાં થોડું નાળિયેરનું તેલ ઉમેરી દો અને એક પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટથી તમે પોતાના ચહેરાને સ્ક્રબ કરો. ૧૦ મિનિટ સુધી સ્ક્રબ કર્યા બાદ તમે પોતાના ચહેરાને પાણીથી સાફ કરી લો. સપ્તાહમાં બે વખત ચા ની ભૂકી અથવા કોફી ગ્રાઉન્ડથી સ્ક્રબ કરવાથી ચહેરા પર રહેલ મૃત ત્વચા સાફ થઈ જશે.

હોઠ થઈ જશે ગુલાબી

જે લોકોના હોઠની ત્વચા કાળી પડી ગઇ હોય તે લોકો ચા ની ભૂકી અથવા કોફી ગ્રાઉન્ડને કોઈપણ તેલમાં ઉમેરીને હોઠ પર લગાવી લે અને તેને ૨ મિનિટ સુધી હોઠ પર ઘસવું. તમે ઈચ્છો તો તેલની જગ્યાએ તેમાં મધ પણ ઉમેરી શકો છો.

દુર્ગંધ દૂર કરો

ચા ની ભૂકી અને કોફી ગ્રાઉંડની મદદથી પગની દુર્ગંધને પણ દૂર કરી શકાય છે. જો પગ માંથી દુર્ગંધ આવતી હોય તો તમે એક ટબમાં ગરમ પાણી નાંખી દો અને તેની અંદર ચા ની ભૂકી નાખી દો. આ ટબમાં પોતાના પગને ૧૦ મિનિટ સુધી રાખો. આ પાણીમાં પગ રાખવાથી પગની ગંધ એકદમ દૂર થઈ જશે અને તમારા પગને દુર્ગંધ માંથી રાહત મળી જશે.

સનબર્ન દૂર કરે

સનબર્ન થવા પર તમારી ત્વચા પર ચાની ભૂકી લગાવી લો. ચાની ભૂકી લગાવવાથી સનબર્નથી આરામ મળે છે અને સનબર્ન ઠીક જાય છે. સનબર્ન થવા પર તમે ૩ કપ પાણી ઉકાળો અને તેમાં ચાની ભૂકી નાખો. આ પાણીને ૧૫ થી ૨૦ મિનિટ સુધી ઉકાળ્યા બાદ ઠંડુ કરી લો. પાણી ઠંડુ થઇ ગયા બાદ તેને પોતાની ત્વચા પર લગાવી લો. આ પાણીને લગાવવાથી ત્વચાને ઠંડક મળશે અને ત્વચા એકદમ સાફ થઈ જશે.

મોઢાની દુર્ગંધ દૂર થાય

મોઢામાંથી દુર્ગંધ આવવા પર ચાની ભૂકી ના પાણીથી કોગળા કરો. ચાની ભૂકી ના પાણીથી કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ જાય છે. તમારે ફક્ત ચાની ભૂકીને પાણીમાં ઉકાળી લેવાની છે અને પછી તેને ઠંડા કરીને કોગળા કરવાના છે. દિવસમાં બે વખત આ પાણીથી કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ એકદમ દૂર થઈ જાય છે.