ઉર્ફી જાવેદ એક એવું નામ છે, જેને હવે દરેક લોકો જાણવા લાગ્યા છે. આવું એટલા માટે કારણ કે અભિનેત્રી ઉર્ફી જાવેદની અતરંગી ફેશન સેન્સ અટકવાનું નામ જ લઈ રહી નથી. જણાવી દઈએ કે જ્યારે વર્ષ ૨૦૨૧ માં પહેલીવાર “બીગ બોસ OTT” શરૂ થયું હતું ત્યારે તેમાં આવેલા તમામ કન્ટેસ્ટન્ટ ખુબ જ ચર્ચામાં રહ્યાં હતાં પરંતુ આ બધાની વચ્ચે અભિનેત્રી ઉર્ફી જાવેદે બધાને પોતાની અદાઓથી આશ્ચર્યચકિત કરી દીધા હતાં.
ઉર્ફી જાવેદ હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી છે. અભિનેત્રી પોતાનાં કપડાનાં કારણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. બિગબોસનાં ઘરમાંથી બહાર આવ્યા બાદ ઉર્ફી જાવેદ ફોટોગ્રાફર્સની ફેવરિટ સ્ટાર બની ચુકી છે. “બીગબોસ OTT” બાદથી જ લાઈમલાઇટમાં આવેલી ઉર્ફી જાવેદ દરરોજ અલગ-અલગ રીતે અથવા તો પછી એમ કહી શકાય કે અજીબોગરીબ કપડા પહેરીને નજર આવે છે.
ઉર્ફી જાવેદની પોપ્યુલારિટીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમની એક ઇન્સ્ટા પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ જ ધુમ મચાવી દે છે. જોકે ઉર્ફી જાવેદ વધારે પ્રોજેક્ટમાં નજર આવી રહી નથી પરંતુ પોતાનાં સુંદર અને સિઝલિંગ લુકથી તે સતત ચર્ચાનો વિષય બનેલી રહે છે. તેની વચ્ચે તેમનો એક લેટેસ્ટ વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે શર્ટ ને ઉંધો પહેરીને નજર આવી રહી છે.
ઉર્ફી જાવેદ નો લેટેસ્ટ વીડિયો થયો વાયરલ
ભલે હવે વર્ષ બદલાઈ ગયું છે અને બધા લોકો નવા વર્ષ ૨૦૨૨ નું સ્વાગત કરી ચુક્યા છે પરંતુ બિગબોસની એક્સ કન્ટેસ્ટન્ટનો અંદાજ જરા પણ બદલાયો નથી. અત્યાર સુધીમાં ઉર્ફી જાવેદનો અંદાજ એકદમ એવો જ છે, જેવો ગયા વર્ષે રહ્યો હતો. પોતાનાં અજીબો-ગરીબ ડ્રેસ અને કપડા માટે તે ઘણીવાર ટ્રોલ થઈ ચુકી છે. જણાવી દઇએ કે ઉર્ફી જાવેદનો એક લેટેસ્ટ વિડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તમે બધા લોકો જોઈ શકો છો કે ઉર્ફી જાવેદ કાન પર સુરજમુખીનું ફુલ લગાવતી નજર આવી રહી છે.
આ વીડિયોમાં સૌથી વધારે ધ્યાન આપવા વાળી વાત એ છે કે ઉર્ફી જાવેદે ઉંધો શર્ટ પહેર્યો છે, જેનાં બટન આપણે આગળની તરફ લગાવીએ છીએ પરંતુ ઉર્ફી જાવેદે તે શર્ટનાં બટન પાછળ તરફ લગાવ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે અભિનેત્રીએ પોતાનાં વાળ ખુલ્લા રાખ્યા છે અને ન્યુડ મેકઅપ કર્યો છે. ઉર્ફી જાવેદનાં આ લેટેસ્ટ વિડિયોને જોયા બાદ લોકો ખુબ જ ટિપ્પણી કરી રહ્યા છે. એવું લાગી રહ્યું છે જાણે લોકોનાં કોમેન્ટનું પુર આવી ગયું હોય.
સોશિયલ મીડિયા પર યુઝર્સ ઉર્ફી જાવેદને ઉંધો શર્ટ પહેરવાને લઇને સતત ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું છે કે, “આટલી મોટી થઈ ગઈ પરંતુ શર્ટ પહેરતા આવડતો નથી”. તો વળી અન્ય એક યુઝરે વિડિયો પર કોમેન્ટ કરતા લખ્યું છે કે, કંઈ પણ ના પહેરો તમે”. એટલું જ નહીં પરંતુ અન્ય એક યુઝરે લખ્યું છે કે, “હવે આ શું છે ઉર્ફી”.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે અને તે પોતાની તસ્વીરો અને વીડિયો શેર કરતી રહે છે, જેને જોયા બાદ અમુક લોકો પ્રસંશા કરે છે તો અમુક લોકો તેમને ટ્રોલ પણ કરે છે. જ્યારે પણ ઉર્ફી જાવેદ મુંબઈમાં સ્પોટ થાય છે તો તે પોતાના અતરંગી કપડામાં જ નજર આવે છે, ત્યારબાદ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની જાય છે. ઘણીવાર ફેન્સ પણ ઉર્ફીનાં લુકની પ્રસંશા કરે છે પરંતુ મોટાભાગનાં લોકો તો તેને ટ્રોલ કરતાં જ નજર આવે છે.