ઉતાવળમાં આલિયા ભટ્ટે પહેરી લીધું ઊંધુ બ્લાઉઝ, ફેન્સે ન્યુ ડ્રેસ પર એક્ટ્રેસને કરી ખુબ જ ટ્રોલ

બોલિવુડની સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટ હાલનાં દિવસોમાં પોતાની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન કપુરની બહેન અનુષ્કા રંજન કપુરનાં લગ્ન એન્જોય કરી રહી છે. આલિયા આ લગ્નમાં ખુબ જ મસ્તી કરતી નજર આવી રહી છે અને તેમના લુક એ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ લગ્નમાં આલિયા એ ખુબ જ સ્ટાઇલિશ ડ્રેસ પહેર્યો છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement

આલિયા એ સંગીત સેરેમનીમાં ખુબ જ ડાન્સ કર્યો હતો. તેમણે આ દરમિયાન “છલકા છલકા” સહીત ઘણા અન્ય બોલીવુડ ગીત પર ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું. આલિયાનાં આ ડાન્સ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ સિવાય આલિયા ભટ્ટની અમુક તસ્વીરો પણ ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહી છે. જોકે તેમનો લહેંગા-ચોળી પહેરવાનો અંદાઝ ફેંસને પસંદ આવ્યો નહીં અને તેમને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જણાવી દઇએ કે આલિયાએ સંગીત સેરેમની દરમિયાન ગ્રીન લહેંગાં સાથે ક્રોસ નેક બ્લાઉઝ પહેર્યુ હતું, જે પાછળથી ખુલ્લુ હતું. આમ તો આલિયા પોતાના આ લુકથી કહેર વરસાવી રહી હતી પરંતુ તેમની આ અલગ સ્ટાઇલને પસંદ કરવામાં આવી નહી. તે પોતાના બ્લાઉઝને લઈને ટ્રોલીંગનો શિકાર થઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું કે, “પારંપરિક પરિધાનને શ્રદ્ધાંજલિ”. તો એક યુઝરે લખ્યું કે, “ફેશન ડિઝાઈનરનો એવોર્ડ જાય છે મિસ આલિયા ભટ્ટને”. આ સિવાય એક યુઝરે લખ્યું કે, “આલિયાએ આ શું પહેરી લીધું છે? ફેશનનાં નામ પર કંઇ પણ”. તો વળી અન્ય એક યુઝર લખે છે કે, “ઉતાવળમાં આલિયા એ બ્લાઉઝ ઉંધુ પહેરી લીધું છે”.

જણાવી દઇએ કે આલિયાની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન અને અનુષ્કા રંજન જાણીતા ફિલ્મ એક્ટર અને ડાયરેક્ટર શશિ રંજનની દિકરીઓ છે. આકાંક્ષા અને અનુષ્કા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. અનુષ્કા આદિત્ય સીલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. અનુષ્કા રંજન ફિલ્મ “વેડિંગ પુલાવ” થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી ચુકી છે. જોકે તે હજુ સુધી પોતાની ઓળખાણ બનાવવામાં સફળ રહી નથી. વળી તેમના ભાવિ પતિ આદિત્ય સીલ કરણ જોહરનાં હોમ પ્રોડક્શન ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર-૨” માં નેગેટિવ રોલમાં નજર આવી ચુક્યા છે. આ સિવાય તે “ઇન્દુ કી જવાની, તુમ બિન-૨ અને પુરાની જિન્સ” ફિલ્મમાં પણ જોવા મળ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

વળી વાત કરીએ આલિયા ભટ્ટનાં અંગત જીવન વિશે તો તે હાલનાં દિવસોમાં જાણીતા અભિનેતા રણબીર કપુરને ડેટ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જોડી પણ ખુબ જ જલ્દી લગ્નનાં બંધનમાં બંધાઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે તો રણબીર અને આલિયા કદાચ ડિસેમ્બર ૨૦૨૧ માં લગ્નનાં બંધનમાં બંધાઈ શકે છે પરંતુ એવી ખબરો પણ આવી રહી છે કે બંને આગલા વર્ષે એપ્રિલ કે મેં સુધીમાં લગ્ન કરી લેશે.

વાત કરીએ જો આલિયાની આવનારી ફિલ્મો વિષે તો તે ખુબ જ જલ્દી ફિલ્મ “ગંગુબાઈ કાઠિયાવાડી” માં નજર આવવાની છે. આ સિવાય તે ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” માં રણબીર કપુર સાથે તો ફિલ્મ “રોકી ઓર રાની કી પ્રેમ કહાની” માં અભિનેતા રણવીર સિંહ સાથે નજર આવવાની છે. આલિયા ભટ્ટને લઈને એવી પણ ચર્ચા થઈ રહી છે કે તે ખુબ જ જલ્દી હોલીવુડ ડેબ્યુ પણ કરી શકે છે.

Advertisement