ઇન્ટરનેટ પર હાલનાં દિવસોમાં એક બાળકનો ગુસ્સો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ માસૂમ બાળક ગુસ્સો કરતો ખૂબ જ ક્યુટ લાગી રહ્યો છે. આ બાળકનો એક ડાયલોગ “અરે યાર!. જ્યાદા કયો કર રહે હો…” એટલો બધો ફેમસ થઇ ગયો છે કે તેમના પર મિમ્સ પણ બનવા લાગ્યા છે. તેમની વચ્ચે મુંબઈ પોલીસને પણ આ બાળક એટલો પસંદ આવ્યો છે કે તેમણે તેની એક વિડીયો ક્લિપ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
હકીકતમાં મુંબઈ પોલીસએ બાળકની આ વીડિયો ક્લિપનાં માધ્યમથી લોકોને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. આ વીડિયોને શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “માસ્ક પહેર્યા વગર બહાર નીકળવા વાળા લોકોથી વધારે જવાબદાર છે આ મુંબઈકર”.
View this post on Instagram
આ વીડિયોને પોસ્ટ કર્યા બાદ તેને અત્યાર સુધીમાં ૯૦ હજાર લોકો જોઈ ચૂક્યા છે. લોકોને મુંબઈ પોલીસનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એક યૂઝરે તો એવું પણ લખી નાખ્યું કે, “મુંબઈ પોલીસની સોશિયલ મીડિયા ટીમને એવોર્ડ મળવો જોઈએ”.
અહીંયા જુઓ પૂરો વિડિયો
My baby Anushrut,
Every Parents is struggle pic.twitter.com/wN7B510ZwS— Anup (@Anup20992699) November 22, 2020
હકીકતમાં થોડા સમય પહેલા @Anup 20992699 નામના ટ્વિટર યુઝર્સએ પોતાના દિકરાનો વાળ કપાવતો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં બાળક વાળ કાપનાર વાણંદ પર ગુસ્સો કરી રહ્યો છે. તે એ વાતથી નારાજ છે કે તેમના વાળ ખૂબ જ વધારે કાપવામાં આવી રહ્યા છે. આ વીડિયોને શેર કરતા અનુપ લખે છે કે, મારો દિકરો અનુશ્રુત. બધા જ માતા-પિતાએ તેનાથી ઝઝૂમવાનું હોય છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો એટલો વધારે વાઇરલ થઇ ગયો છે કે તેને અત્યારસુધીમાં ૧૧ લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોમાં બાળક નિર્દોષતાથી ગુસ્સો થતા કહે છે કે, “અરે.. જ્યાદા કયો કર રહે હો, મત કરો. અરે યાર… અરે બાપ રે… ક્યા કર રહે હો તુમ. જ્યાદા છોટે મત કરો. મેં ગુસ્સા હું. મેં મારુંગા તુમકો. મેં તુમ્હારી કટીંગ કરુંગા. મેં બહુત બડા હું. મેં કટીંગ નહી કરને દુંગા”.
બાળકનો આ ક્યુટ અંદાજ દરેક વ્યક્તિને પસંદ આવી રહ્યો છે. જોકે તમને લોકોને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂર જણાવજો.