વધારે માત્રામાં કરતાં હોય હિંગ નો ઉપયોગ તો થઈ જાઓ સાવધાન, જાણી લો આ જરૂરી વાત

Posted by

સંસ્કૃતમાં એક પંક્તિ છે “અતિ સર્વત્ર વર્જયેત”, જેનો ગુજરાતી અર્થ થાય છે કે “અતિ કરવાથી હંમેશા બચવું જોઈએ”. અતિ કોઇપણ ચીજ હોય તે નુકસાનકારક જ હોય છે. તેવામાં આજે અમે તમને ભોજનનો સ્વાદ વધારવા માટે ઉપયોગ થનારી હિંગની વાત જણાવવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે ભોજનનાં સ્વાદને વધારવા માટે આપણે ઘણા પ્રકારનાં મસાલા અને ઔષધિને પ્રયોગમાં લાવીએ છીએ.

આયુર્વેદ પ્રમાણે ભોજનમાં મસાલાને સામેલ કરવાથી ના માત્ર સ્વાદ વધારી શકાય છે પરંતુ સાથે સાથે મસાલાનાં ઔષધીય ગુણો સ્વાસ્થ્ય માટે વિશેષ લાભદાયક માનવામાં આવે છે. એટલું જ નહીં હિંગનો ઉપયોગ ભારતીય ભોજનમાં આજથી નહી પરંતુ સદીઓથી થઈ રહ્યો છે, જેના દ્વારા ભોજનનો સ્વાદ અને સુગંધ એકદમ બદલાઈ જાય છે એટલું જ નહીં જેટલી હિંગ ભોજનનો સ્વાદ વધારે છે એટલી જ વધારે લાભદાયી પણ હોય છે.

તમને જણાવી દઈએ કે હિંગ ફેરુલા નામક એક છોડનાં જડમાંથી પ્રાપ્ત થાય છે. હિંગ નો ઉપયોગ ના માત્ર ભોજનમાં પરંતુ ઘણા ઘરેલુ ઉપાયોમાં પણ કરવામાં આવે છે. વળી ધ્યાન આપવા વાળી વાત એ છે કે કોઈપણ મસાલા કે ઔષધિનો ઉપયોગ સિમિત માત્રમાં જ કરવો જોઈએ. મસાલા અને ઔષધીનું સીમિત માત્રામાં સેવન જેટલું ફાયદાકારક છે તો વળી તેની માત્રા વધારવાથી સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકસાનદાયક પણ થઈ શકે છે. તેવામાં ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે કેવી રીતે હિંગનો વધારે માત્રામાં ઉપયોગ તમારા માટે ક્યાં સ્તર સુધી નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આટલી માત્રામાં હિંગનું સેવન રહેશે ફાયદાકારક

જણાવી દઇએ કે આમ તો મનુષ્ય પર હિંગનું સેવન અને સુરક્ષાત્મક માત્રાને લઈને અધ્યયન ઉપલબ્ધ છે. વળી સામાન્ય રીતે ભોજન બનાવવામાં ઉપયોગ થવા વાળી હિંગ ની માત્રા મોટાભાગનાં વ્યક્તિઓ માટે સુરક્ષિત માનવામાં આવે છે. આ સિવાય એક અભ્યાસમાં મળી આવ્યું છે કે પ્રતિ દિવસ બે વારમાં ૨૫૦ મિલી ગ્રામ હિંગનાં સેવનને સુરક્ષિત માનવામાં આવે છે.

જોકે જાનવર પર કરવામાં આવેલા એક અભ્યાસમાં એ જાણવા મળ્યું છે કે હિંગની વધારે માત્રા મોઢામાં સોજો, ગેસ, ચિંતા અને માથાનાં દુખાવાનું કારણ બની શકે છે. તો વળી વિશેષજ્ઞ હિંગનાં સીમિત સેવનની સલાહ આપે છે.

ગેસની સમસ્યાની કારક બની શકે છે હિંગ

જણાવી દઇએ કે ઘરેલુ ઉપાયમાં પેટની સમસ્યાને દુર કરવા માટે હિંગનાં સેવનની સલાહ આપવામાં આવે છે. જો કે તેનાં સતત વધારે માત્રામાં સેવનથી પેટમાં ગેસ, એસિડિટીનું કારણ બની શકે છે એટલું જ નહીં હિંગનાં વધારે સેવનથી પેટ પણ ફુલી શકે છે અને ભોજનમાં એક ચપટી હિંગ મેળવવી ઉપયુક્ત માનવામાં આવે છે.

બ્લડપ્રેશર માં થઈ શકે છે અનિયમિતતા

આ સિવાય સતત હિંગનાં વધારે સેવનનાં લીધે લોકોનાં બ્લડપ્રેશરમાં અનિયમિતતાની સમસ્યા થઈ શકે છે એટલું જ નહીં અમુક લોકોમાં તે માથામાં દુખાવો, ચક્કર આવવા અને ચીજો પર ધ્યાન કેન્દ્રિત ના થઈ શકવાની સમસ્યાનું કારણ બની શકે છે. બ્લડપ્રેશરનાં દર્દીઓએ ડોક્ટરને પુછ્યા વગર હિંગનું સેવન કરવું જોઇએ નહી.

ગર્ભવતી મહિલાઓ હિંગથી રહો વિશેષ સાવધાન

વળી સ્વાસ્થ્ય વિશેષજ્ઞો પ્રમાણે ગર્ભવતી કે સ્તનપાન કરાવતી મહિલાઓ પર હિંગનાં પ્રભાવને લઈને જોકે વધારે અધ્યયન ઉપલબ્ધ નથી. તેવામાં તેમણે હિંગનું સેવન કરવું જોઇએ નહી. હિંગમાં રહેલા અમુક યૌગિક ગર્ભ સાથે સંબંધિત જટિલતાનું કારણ બની શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન ખાવા-પીવાને લઇને ડોક્ટર પાસે લિસ્ટ બનાવી લેવું ઉચિત રહે છે. ડોક્ટરની સલાહ વગર ઘરેલુ ઉપાયનાં રૂપમાં પણ તેનું સેવન કરવું જોઈએ નહીં.

ત્વચા પર પડી શકે છે રેશિષ

આખરે જણાવી દઈએ કે હિંગના સેવનને લઈને ત્વચા પર લાલ નિશાન કે ચામઠા પણ પડી શકે છે. જ્યારે સ્કિન પર હિંગનો પ્રભાવ ખોટી રીતે પડે છે તો તમારી સ્કિન પર લાલ રંગના નિશાન દેખાવાના શરૂ થઈ જશે અને ખંજવાળ પણ આવવા લાગે છે. સામાન્ય રીતે તે થોડી મિનિટોમાં જ સારું થઈ જાય છે.

પરંતુ જો આ સ્થિતિ વધારે સમય સુધી રહે અને સોજામાં બદલાવા લાગે તો તેને રેડ એલર્ટ સમજો અને રાહ જોયા વગર તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. એક વિશેષ વાત કે આ બધી વાતો ઇન્ટરનેટ સાથે જોડાયેલી જાણકારીનાં આધાર પર લખવામાં આવી છે. તમે કોઇપણ પ્રકારની વિશેષ જાણકારી માટે પોતાના ડોક્ટરનો સંપર્ક કરી શકો છો.