વધારે પડતું ગ્રીન-ટીનું સેવન પણ સ્વાસ્થ્ય માટે છે નુકસાનકારક, થઈ શકે છે આવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ

ગ્રીન-ટીનાં ફાયદા તો આપણે બધા જ જાણીએ છીએ અને આજકાલની તણાવભરી લાઈફ સ્ટાઈલમાં તેમનું સેવન ખરેખર ખૂબ જ લાભદાયક હોય છે, પરંતુ કહેવામાં આવે છે કે અતિ કોઈપણ ચીજ સારી હોતી નથી. દવાનું સેવન પણ એક સીમા પછી ઝેરનું કામ કરે છે. આ વાત ગ્રીન-ટી સાથે પણ લાગુ થાય છે. જો ગ્રીન-ટીનું સેવન પણ ખૂબ જ વધારે માત્રામાં કરી લેવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે લાભદાયક થવાની જગ્યાએ હાનિકારક સાબિત થઈ શકે છે. આજે અમે તમને આ વિષયમાં જણાવીશું. તો ચાલો જાણી લઈએ કે વધારે માત્રામાં ગ્રીન-ટીનું સેવન કરવાથી કયા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે.

આમ તો ગ્રીન-ટી ઘણી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેના સેવનથી શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળી જાય છે, જેના લીધે ત્વચા સંબંધિત સમસ્યાઓની સાથે બીજી ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે પરંતુ જો એક સીમિત માત્રાથી વધારે તેનું સેવન કરવામાં આવે તો ઘણા બધા ફાયદાની સાથે તેમનું સેવન નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના અનુસાર એક દિવસમાં લગભગ ૩૦૦ થી ૪૦૦ મિલીગ્રામ સુધી જ ગ્રીન-ટીનું સેવન કરવું જોઈએ, ત્યાર બાદ ગ્રીન-ટીનું સેવન નુકસાનદાયક સાબિત થાય છે, જેના લીધે ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓ થઈ શકે છે.

ઊંઘની સમસ્યા

વધારે પડતી ગ્રીન-ટીનું સેવન કરવાથી ઊંઘ ના આવવાની સમસ્યા થઈ શકે છે. તેથી રાતના સમયે સૂતા પહેલા તો ક્યારેય પણ ગ્રીન-ટીનું સેવન ના કરવું જોઈએ. તે તમારી નાડીઓને સક્રિય કરી દે છે અને તેના લીધે તમને ઊંઘ આવતી નથી, જેના કારણે તમારે મોડી રાત સુધી જાગવું પડે છે.

પેટ સંબંધિત સમસ્યાઓ

આમ તો ગ્રીન-ટીમાં કેફીન ખૂબ જ ઓછી માત્રામાં મળી આવે છે પરંતુ જો તેમનું વધારે સેવન કરી લેવામાં આવે તો એટલું કેફિન પણ તમારા પેટમાં એસિડની માત્રામાં વધારો કરે છે અને ત્યારબાદ તેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે, જેમ કે પેટમાં દુખાવો કે ઊલટીની સમસ્યાઓ થઈ શકે છે.

એનિમિયાની સંભાવના

એક સ્વાસ્થ્ય શોધનાં અનુસાર ખૂબ જ વધારે માત્રામાં ગ્રીન-ટીનું સેવન કરવાથી એનિમિયાની સંભાવના વધી જાય છે. હકીકતમાં ગ્રીન-ટીમાં ટૈનિંસ અને પોલિફેનોલ્સ નામના તત્વો મળી આવે છે, જેનાથી શરીરનાં આયરન અવશોષિત કરવાની ક્ષમતા પર અસર પડે છે અને તેવામાં એનિમિયા થઈ શકે છે.

હૃદયના ધબકારા પર પ્રભાવ

જો વધારે માત્રામાં ગ્રીન-ટી નું સેવન કરી લેવામાં આવે તો તેમાં રહેલ કેફીન હૃદયનાં ધબકારાને અનિયમિત કરી શકે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે.

માંસપેશીઓમાં ખેંચાણ

ખૂબ જ વધારે માત્રામાં ગ્રીન-ટી નું સેવન કરવાથી માંસપેશીઓમાં ખેંચાણ આવે છે. હકીકતમાં ગ્રીન-ટી માં મળી આવતું કેફીન સેગ સિંડ્રમનું કારણ હોય છે અને તેનાથી પગમાં ખેંચાણ આવી શકે છે.

ડાયેરિયા

વળી ગ્રીન-ટી નું વધારે પ્રમાણમાં સેવન કરવાથી ડાયેરિયા પણ થઈ શકે છે, સાથે જ તેનાથી ઉલ્ટી અને પેટમાં ખેંચ પણ આવી શકે છે. હકીકતમાં એક શોધ અનુસાર ગ્રીન ટી માં રહેલ પોલિફેનોલ્સ ઓક્સિડેટીવ તણાવનું કારણ બને છે. તેવામાં વધારે માત્રામાં ગ્રીન ટી પીવાથી ઉલ્ટી અને ઉબકા આવે છે.