વાઘે પોતાનાં દાંતથી ખેંચી ૨૦૦૦ કિલોની કાર, આનંદ મહિન્દ્રાએ કહ્યું, “અમારી ગાડીઓ છે જ સ્વાદિષ્ટ

Posted by

સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં હંમેશાં કંઈક ને કંઈક વાયરલ થતું રહે છે. ઘણીવાર અમુક એવી ચીજો પણ જોવા મળી જાય છે, જેને જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. હવે સોશિયલ મીડિયા પર છવાયેલા વાઘનાં આ વિડીયોને જ જોઈ લો. વાઘ એક શક્તિશાળી જાનવર હોય છે. તે પોતાનાથી મોટા જાનવરનો શિકાર કરવામાં પણ સક્ષમ હોય છે. શિકારને માર્યા બાદ તે પોતાનાં તાકાતવર જડબાથી તેને ખેંચીને દુર સુધી લઇ જાય છે.

આનંદ મહિન્દ્રા એ શેર કર્યો વાઘ નો વિડીયો

તમને જાણીને આશ્ચર્ય થશે કે વાઘ લોકોથી ભરેલી એક કાર પણ ખેંચી શકે છે. વાઘ ની આ તાકાતથી મહિન્દ્રા ગ્રુપનાં માલિક આનંદ મહિન્દ્રા પણ ઈમ્પ્રેસ થઈ ગયા હતાં. મહત્વપુર્ણ છે કે આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં કંઈક ને કંઈક અનોખા વિડીયો પોતાનાં આધિકારિક ટ્વિટર એકાઉન્ટ પર શેર કરતા રહે છે. આ કડીમાં તેમણે ગાડી ખેંચતા એક વાઘ નો વિડીયો શેર કર્યો છે.

પોતાનાં દાંતથી ખેંચી હજાર કિલોની ગાડી

આ વીડિયોમાં એક વાઘ પોતાનાં દાંતથી Mahindra Xylo કારને પકડીને પાછળની તરફ ખેંચતો નજર આવી રહ્યો છે. ૧.૩૦ મિનિટનાં આ વીડિયોમાં વાઘ પોતાનાં દાંતથી પુરું જોર લગાવીને લોકોથી ભરેલી કારને ખેંચી લે છે. તેને આવું કરતા જોઈને ત્યાં રહેલા લોકો પણ  આશ્ચર્યચકિત રહી જાય છે. Xylo કાર નું વજન લગભગ ૧૮૭૫ કિલોગ્રામ હોય છે. જોકે કારમાં ૬ લોકો પણ બેસેલા છે તો ટોટલ વજન લગભગ ૨૦૦૦ કિલોગ્રામની આસપાસ થઈ ગયું હશે. એકલા વાઘે ૨ હજાર કિલોગ્રામનું વજન માત્ર પોતાનાં દાંતથી ખેંચી લીધું, તે ખુબ જ કમાલની વાત છે.

આનંદ મહિન્દ્રા કહ્યું, અમારી કંપની ની ગાડીઓ સ્વાદિષ્ટ હોય છે

વાઘનાં અદભુત કારનામાનો આ વિડિયો આનંદ મહિન્દ્રાએ પોતાનાં આધિકારિક ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. ખબરો પ્રમાણે તો આ વિડીયો આ વર્ષનો જાન્યુઆરી મહિનાનો છે. વિડીયો ઉટી થી મૈસુર જવા વાળા થેપ્પકાડુ પાસે સ્થિત રોડનો છે. અહીં જ્યારે વાઘ કાર ને ખેચવા લાગ્યો તો ત્યાંથી જઈ રહેલા એક મુસાફરે આ વિડીયો બનાવી લીધો હતો.

જોકે વીડિયોમાં વાઘ મહિન્દ્રા કંપનીની Xylo કાર ખેંચી રહ્યો છે, તેવામાં આનંદ મહિન્દ્રા એ મજાકમાં કહ્યું કે, “મને આશ્ચર્ય થઈ રહ્યું નથી કે વાઘ ગાડીને ચાવી રહ્યો છે. મને પણ ટાઇગરની જેમ મહિન્દ્રા કંપનીની ગાડીઓ સ્વાદિષ્ટ લાગે છે”.